બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Shreyas Iyer increased Rohit Sharma's tension in World Cup 2023 due to poor performance

World Cup 2023 / વર્લ્ડ કપ 2023માં આ ખેલાડીએ વધાર્યું રોહિત શર્માનું ટેન્શન, ખરાબ પ્રદર્શને કારણે ટીમ માટે બન્યો માથાનો દુખાવો

Megha

Last Updated: 12:22 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો છે એમ છતાં કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધીની તમામ છ મેચોમાં આ ખેલાડીને તક આપી છે.

  • ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં સતત 6 જીત નોંધાવી છે
  • ટીમ ઈન્ડિયાનો અ ખેલાડી સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો છે
  • એમ છતાં રોહિત શર્માએ તેને અત્યાર સુધી તક આપી

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ છે. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં સતત 6 જીત નોંધાવી છે. હવે ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પહોંચશે તે લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં નોકઆઉટ મેચોની તૈયારી માટે ટીમ ઈન્ડિયા માટે આગામી મેચો ઘણી મહત્વની બની રહી છે. પરંતુ આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો છે એમ છતાં કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધીની તમામ છ મેચોમાં આ ખેલાડીને તક આપી છે. 

Tag | VTV Gujarati

આ ખેલાડીએ રોહિતનું ટેન્શન વધાર્યું! 
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીની દરેક મેચમાં એક નવો હીરો સામે આવ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બેટથી જોરદાર રન બનાવી રહ્યા છે અને બુમરાહ-શમી બોલિંગમાં પોતાનો જાદુ બતાવી રહ્યા છે. પરંતુ શ્રેયસ અય્યર હજુ સુધી પોતાની લયમાં જોવા મળ્યો નથી. કેપ્ટન રોહિતે આ ટૂર્નામેન્ટમાં શ્રેયસ અય્યરને સતત તક આપી છે, પરંતુ તે એક પણ મેચમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. તેના માટે નોકઆઉટ મેચ પહેલા ફોર્મમાં આવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

વર્લ્ડ કપ 2023માં આવું પ્રદર્શન રહ્યું હતું 
શ્રેયસ અય્યરે અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં 33.50ની એવરેજથી માત્ર 134 રન જ બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તે એકવાર 50 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં પણ શ્રેયસ અય્યરનું બેટ શાંત રહ્યું હતું અને તે 16 બોલમાં 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેનું પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે આગામી મેચોમાં એક મોટું ટેન્શન સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે ગયા વર્ષે શ્રેયસ અય્યરે ભારત માટે વનડેમાં સૌથી વધુ રન બનાવ્યા હતા, પરંતુ આ વખતે તે આમ કરવામાં નિષ્ફળ રહ્યો છે.

ન્યુઝીલેન્ડ સામેની મેચ બાદ શ્રેયસ અય્યરને મળ્યો બેસ્ટ ફિલ્ડર એવોર્ડ, BCCI  એક ખાસ અંદાજમાં આપ્યું મેડલ, જુઓ VIDEO | After the match against New  Zealand, Shreyas Iyer got ...

રોહિત-વિરાટ સૌથી આગળ છે 
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત શર્મા સૌથી આગળ છે. તેણે 6 મેચમાં 66.33ની એવરેજથી 398 રન બનાવ્યા છે. જ્યારે આ મામલે વિરાટ કોહલી બીજા નંબર પર છે. તેણે 6 મેચમાં 88.50ની એવરેજથી 354 રન બનાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ