બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Should the arrogance of officials be stopped? It is their duty to listen to the people, so what is the use of behaving like a God or a king?

મહામંથન / અધિકારીઓની તુમાખી અટકવી જોઈએ? પ્રજાને સાંભળવાની તેમની ફરજ તો શું કામ ભગવાન કે રાજા જેમ વર્તે છે?

Vishal Khamar

Last Updated: 08:56 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉચ્ચ અધિકારીઓ દ્વારા અધિકારીઓ સાથે તાલમેલ મિલાવીને કામગીરી કરવાની જગ્યાએ જનતા સાથે તુમાખીથી વર્તી રહી છે. આ વાતની હાઈકોર્ટે ખૂબ ગંભીરતાથી નોંધી લીધી છે. આ બાબતે હાઈકોર્ટે કહ્યું કેસરકારી કચેરીમાં કોઈ સરળતાથી પ્રવેશ કરી શકે એવી સ્થિતિ છે?

સરેરાશ ભારતીય પરિવારની કલ્પના કરીએ તો બાળકો પોતાની ફરિયાદ કે નાની-મોટી સમસ્યા લઈને તેના મા-બાપ પાસે જાય. આદર્શ સ્થિતિ એ હોય કે મા-બાપ પોતાના સંતાનોની વાત, ફરિયાદ કે તેમની વચ્ચેનો વિવાદ સાંભળે. પણ એવુ બને કે મા-બાપ જ તેના બાળકોથી મોં ફેરવી લે અથવા સંતાનો સાથે સંવાદ ખતમ કરી નાંખે અને તુમાખી કરવા લાગે તો બાળકની સ્થિતિ કેવી થાય?. આપણે ઉદાહરણ એક ભારતીય પરિવારનું આપ્યું પણ અહીં જનતાની આવી સ્થિતિ થઈ ગઈ છે કે તેને સાંભળવાની જેની ફરજ આવે છે તેઓ જ મનસ્વી રીતે વર્તવા લાગ્યા છે. આવો અનુભવ મને તમને જ નહીં પણ ગુજરાત હાઈકોર્ટને પણ થઈ રહ્યો છે. 

  • ઉચ્ચ અધિકારીઓ જનતા સાથે સંવાદ ભૂલી ગયા છે
  • સામાન્ય જનતા ઘણાં સમયથી અધિકારીઓની તુમાખી સહન કરે છે
  • સ્થિતિ એવી આવી છે કે ગુજરાત હાઈકોર્ટે પણ આ વાત નોંધી છે

અમદાવાદના દંપતી સાથેના તોડકાંડના કેસમાં સુઓમોટો અરજી ઉપર હાઈકોર્ટ સુનાવણી કરી રહી હતી ત્યારે ઓન રેકોર્ડ હાઈકોર્ટથી એવુ કહેવાય ગયું કે અમારુ મોં ન ખોલાવશો. ગુજરાતની વડી અદાલતે જો આવા શબ્દો વાપરવા પડે તો હવે એ વિચારવું જ રહ્યું કે સામાન્ય માણસની સ્થિતિ કેવી થતી હશે. અમદાવાદનું દંપતિ જ્યારે એરપોર્ટથી ટેક્સી કરીને તેના ઘરે જઈ રહ્યું હતું ત્યારે 3 પોલીસકર્મીઓએ એ દંપતિ પાસેથી જે અમાનવીયતાથી તોડ કર્યો તે આપણે બધા જાણીએ જ છીએ. ત્યારે પ્રશ્ન એ છે કે અધિકારીઓ ખરેખર સંવાદ કરવાનું ભૂલી ગયા છે કે કેમ?. હાઈકોર્ટ જેવી બંધારણીય સંસ્થાએ સરકારને એવું કેમ કહેવું પડે છે કે તમારા કલેક્ટર કે પોલીસ કમિશનર જાણે ભગવાન કે રાજા હોય એ રીતે વર્તે છે અને એક સામાન્ય વ્યક્તિએ તેના સુધી પહોંચવાનું આ જનમમાં તો ભૂલી જ જવું પડશે. 

  • કલેક્ટર, કમિશનર કક્ષાના અધિકારીઓ સંવાદ જાણે કે ભૂલી જ ગયા છે
  • સામાન્ય માણસ પોતાની રજૂઆત ક્યાં કરે તે જ સૌથી મોટો પ્રશ્ન
  • જેની ફરજ લોકોને સાંભળવાની છે તે લોકો જ મોં ફેરવી ચુક્યા છે
  • સંવાદ તો દૂર અધિકારીઓની દાદાગીરી વધી રહી છે

ઉચ્ચ અધિકારીઓ જનતા સાથે સંવાદ ભૂલી ગયા છે. સામાન્ય જનતા ઘણાં સમયથી અધિકારીઓની તુમાખી સહન કરે છે. સ્થિતિ એવી આવી છે કે ગુજરાત હાઈકોર્ટે પણ આ વાત નોંધી છે. કલેક્ટર, કમિશનર કક્ષાના અધિકારીઓ સંવાદ જાણે કે ભૂલી જ ગયા છે. સામાન્ય માણસ પોતાની રજૂઆત ક્યાં કરે તે જ સૌથી મોટો પ્રશ્ન છે.  જેની ફરજ લોકોને સાંભળવાની છે તે લોકો જ મોં ફેરવી ચુક્યા છે. સંવાદ તો દૂર અધિકારીઓની દાદાગીરી વધી રહી છે.

  • કલેક્ટર કે કમિશનર કચેરીએ લોકોને કલાકો સુધી બેસી રહેવું પડે છે
  • કલેક્ટર કે પોલીસ કમિશનર જાણે ભગવાન કે રાજા હોય એમ વર્તે છે
  • સામાન્ય માણસ માટે કલેક્ટર કે કમિશનરને મળવું લગભગ અશક્ય છે

ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?
કલેક્ટર કે કમિશનર કચેરીએ લોકોને કલાકો સુધી બેસી રહેવું પડે છે. કલેક્ટર કે પોલીસ કમિશનર જાણે ભગવાન કે રાજા હોય એમ વર્તે છે. સામાન્ય માણસ માટે કલેક્ટર કે કમિશનરને મળવું લગભગ અશક્ય છે. સામાન્ય માણસ માટે પોલીસ સ્ટેશનમાં પ્રવેશવું બહુ મુશ્કેલ છે. પોલીસ કમિશનર કચેરી કે જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી તેના ગજા બહારની વાત છે. પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે સમર્પિત હેલ્પલાઈન નંબર આપો. પોલીસ વિરુદ્ધ ક્યાં ફરિયાદ કરવી અને કેમ કરવી એ સામાન્ય માણસને ખબર નથી. જાહેર સ્થળે તમે 100 અને 112 નંબર જ પ્રદર્શિત કર્યા, શું તમે ડરો છો? 1064 હેલ્પલાઈન નંબરને પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવાની બાબત સાથે જોડો છો.  બેનર, જાહેરાતોમાં તમે જે દર્શાવ્યું છે તે અસ્પષ્ટ છે. પોલીસ વિરુદ્ધ ફરિયાદ માટે નંબર એવું ક્યાંય સ્પષ્ટ કર્યું નથી.  સરકારી કચેરીમાં કોઈ સરળતાથી પ્રવેશ કરી શકે એવી સ્થિતિ છે? ફરિયાદ ક્યાં કરવી એની તુરત જ ખબર પડે એવી વ્યવસ્થા બનાવો.

તોડકાંડના આરોપીઓ

  • ASI મુકેશ ચૌધરી
  • પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી
  • TRB જવાન વિશાલ સોલંકી

શું કાર્યવાહી થઈ?
તોડકાંડના આરોપીઓમાંથી 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે એકને નોકરીમાંથી બરતરફ કરાયો છે. આરોપીઓની ધરપકડ બાદ ન્યાનિક હિરાસતમાં મોકલાયા હતા.

  • કલેક્ટર કે કમિશનર કચેરીએ લોકોને કલાકો સુધી બેસી રહેવું પડે છે
  • કલેક્ટર કે પોલીસ કમિશનર જાણે ભગવાન કે રાજા હોય એમ વર્તે છે
  • સામાન્ય માણસ માટે કલેક્ટર કે કમિશનરને મળવું લગભગ અશક્ય છે

પોલીસના પગલાની પણ અસર નહીં
અમદાવાદ પોલીસે 2021માં 700 TRB જવાનને બરતરફ કર્યા હતા. તમામ TRB જવાન સામે ભ્રષ્ટાચાર કે ગેરવર્તણૂંકની ફરિયાદ હતી. મોટાભાગના TRB જવાન લાંચ માગી રહ્યા હતા. કેટલાય જવાનો સામે ગેરરીતિની પણ ફરિયાદો હતી. પોલીસે તમામ TRB જવાનને ઘરભેગા કરી દીધા હતા.

  • સામાન્ય માણસ માટે પોલીસ સ્ટેશનમાં પ્રવેશવું બહુ મુશ્કેલ છે
  • પોલીસ કમિશનર કચેરી કે જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી તેના ગજા બહારની વાત છે
  • પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે સમર્પિત હેલ્પલાઈન નંબર આપો

આ સવાલના પણ નથી મળ્યા જવાબ
અમદાવાદમાં દંપતી સાથેના તોડકાંડ બાદ માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી. માર્ગદર્શિકામાં ફરજિયાત યુનિફોર્મ, મહિલા પોલીસની હાજરી ફરજિયાત હતી. બોડી વોર્ન કેમેરા, QR કોડ, સારા વર્તન માટે આદેશ અપાયા હતા. પોલીસ વ્હીકલ ઉપર ડ્રાઈવર સીટ પાછળ QR કોડ લગાવવાની જોગવાઈ છે.  જો કે હાઈકોર્ટે બોડીવોર્ન કેમેરાના દુરુપયોગની આશંકા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે પૂછ્યું હતું પોલીસ સામે જ ફરિયાદ હોય તો 100 નંબર કેમ ડાયલ કરવો. અમદાવાદના દંપતીના કિસ્સામાં મોબાઈલ જપ્ત કરી લેવાયો હતો. મોબાઈલ જપ્ત કરી લેવાયો હોય તો QR કોડ સ્કેન કેવી રીતે થશે? મોબાઈલ જપ્ત કરી લીધો હોય તો હેલ્પલાઈન ઉપર ફોન કેમ કરવો?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ