બ્રેકિંગ ન્યુઝ
VTV / Shops cannot decline Rs 2000 notes, says RBI Governor Shaktikanta Das
ADVERTISEMENT
2000 રૂપિયાની નોટ પાછી લેવાની જાહેરાત પછી લોકોમાં ચિંતા છવાઈ છે કે હવે આ નોટનું શું કરવું જોકે નોટ બદલવા માટે લોકોને 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આરબીઆઇએ સ્પષ્ટ કરી દીધું છે કે 2000 રૂપિયાની નોટને લઇને ગભરાવાની જરૂર નથી. હવે તમે બેંકમાં 2000ની નોટ બદલી શકો છો, સાથે જ તમે કોઇ પણ દુકાન પર જઇને સરળતાથી નોટથી સામાન ખરીદી શકો છો કારણ કે કોઇ પણ દુકાનદાર આ નોટ લેવાની ના પાડી શકે નહીં.
Reluctance among merchants to accept Rs 2,000 bank notes was there previously as well, may have increased after the withdrawal: RBI Guv Das
— Press Trust of India (@PTI_News) May 22, 2023
ADVERTISEMENT
"System has adequate currency notes, no reason to worry": RBI Governor on move to withdraw Rs 2000 notes
— ANI Digital (@ani_digital) May 22, 2023
Read @ANI Story | https://t.co/cg9nQrAcC7 #RBIGovernor #System #Adequate #CurrencyNotes pic.twitter.com/5lHwGbxvCz
ADVERTISEMENT
દુકાનદારો 2000ની નોટ સ્વીકારવાનો ઈન્કાર ન કરી શકે
ADVERTISEMENT
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ લાવવાનો હેતુ પૂરો થયો છે. આવી વ્યવસ્થા હેઠળ 2000 રૂપિયાની નોટ બદલીને જમા કરાવવામાં આવશે. આ માટે બેંકોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તમે દુકાનમાં જઈને સરળતાથી 2000ની નોટથી સામાન ખરીદી શકો છો.રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, નોટબંધી બાદ પાછી ખેંચવામાં આવેલી નોટોની ભરપાઇ માટે મુખ્યત્વે 2000 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. આ પછી હવે આ નોટોને ચલણમાંથી બહાર કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, 2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે અને 2023 સપ્ટેમ્બર સુધી સરળતાથી બેંકોમાં જમા અને બદલી શકાશે.
VIDEO | "The circulation of Rs 2,000 currency notes has come down from its peak of Rs 6,73,000 crore to about Rs 3,62,000 crore, i.e. by about 50 per cent," says RBI Governor Shaktikanta Das. pic.twitter.com/z5Q1ojEJEm
— Press Trust of India (@PTI_News) May 22, 2023
ADVERTISEMENT
લોકો પાસે નોટો બદલવાનો પૂરતો સમય, ખોટી ઉતાવળ ન કરે
શક્તિકાંત દાસ કહ્યું કે તમારી પાસે નોટ બદલવા માટે પૂરતો સમય છે. માટે જરૂરી છે કે તમે નોટ બદલવામાં કોઇ પણ પ્રકારની ધમાલ ન કરો. જો કોઈ સમસ્યા હશે તો આરબીઆઈ તેને સાંભળશે. જૂની નોટો બદલવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધ અંતર્ગત જનતાને કોઇ મુશ્કેલી ન પડે તેની પણ કાળજી રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.