બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Shopkeepers can not ask for consumers mobile number from now

નવો નિયમ / દુકાનદારો હવે ગ્રાહકો પાસે મોબાઈલ નંબર નહીં માગી શકે, સરકારે બહાર પાડી એડવાઈઝરી

Vaidehi

Last Updated: 10:24 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવેથી મૉલ કે દુકાનોમાં ગ્રાહકો પાસેથી તેમનો મોબાઈલ નંબર માંગવા પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. સતત વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં લેતાં ગ્રાહક મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે.

  • ગ્રાહક મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી
  • દુકાનદાર કે મૉલમાં ગ્રાહકની પર્સનલ ડિટેલ માંગવા પર પ્રતિબંધ
  • ગ્રાહકોને મોબાઈલ નંબર આપવા માટે ફોર્સ કરી શકાશે નહીં

ગ્રાહક મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે જેમાં આદેશો આપવામાં આવ્યાં છે કે હવેથી કોઈપણ દુકાનદાર કે મૉલનો કર્મચારી ગ્રાહક પાસેથી તેમનો મોબાઈલ નંબર આપવા માટે ફોર્સ નહીં કરી શકે. અને જો કોઈ આવું કરે છે તો કંઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત આ એક ખોટી ટ્રેડ પ્રેક્ટિસ મનાશે.

સતત વધી રહેલી ફરિયાદને ધ્યાનમાં લેતા લેવાયો નિર્ણય
તમે મૉલ કે દુકાનમાં જ્યારે ખરીદી કરવા જાઓ છો ત્યારે પેમેન્ટ કરવાથી પહેલા કર્મચારી તમારી પાસેથી તમારી ડિટેલ્સ માંગે છે જેમ કે તમારો મોબાઈલ નંબર! સતત વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં લેતાં સરકારે ગ્રાહકોનાં હિતમાં આ નિર્ણય કર્યો છે. જેમાં કોઈપણ ગ્રાહક, દુકાનદાર કે મૉલનાં કર્મચારીને પોતાનો નંબર જણાવવા માટે બંધાયેલ નથી.આ મુદા માટે રિટેલ ઈંડસ્ટ્રી, CII, FICCI અને ASSOCHAMને એડવાઈઝરી આપવામાં આવી છે. 

પર્સનલ ડિટેલ કે નંબર આપવા ગ્રાહક બાધ્ય નથી
આ જગ્યાઓ પર નંબર આપ્યાં બાદ ફોન પર અજાણ્યાં સ્પેમ કૉલ્સ અને મેસેજ આવવા લાગે છે. ઘણી વખત એ બ્રાન્ડને લગતી ઓફરોનાં પણ મેસેજ આપમેળે આવવા લાગે છે. આ ફરિયાદનાં સમાધાન માટે સરકારે એડવાઈઝરી જાહેર કરી છે જેના અંતર્ગત કોઈપણ દુકાનદાર કે મૉલના કર્મચારી કે વિક્રેતા, ગ્રાહકો પાસેથી તેમની પર્સનલ ડિટેલ કે નંબર લેવા માટે દબાણ કરવું નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ