બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / Shock to CSK, ms Dhoni also included in injured players of team chennai super kings

IPL 2023 / CSK મળ્યો વધુ એક ઝટકો! ઈજાગ્રસ્ત ખેલાડીઓની લિસ્ટમાં ઉમેરાયું ધોનીનું નામ, ફેન્સ થયા ચિંતિત

Megha

Last Updated: 12:41 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેચ પછી કોચ સ્ટીફન ફ્લેમિંગ CSKના ચાહકો માટે ખરાબ સમાચાર લઈને આવ્યા. મીડિયા સાથે વાત કરતા કોચે ધોનીની ઈજા વિશે વાત કરી હતી જેના કારણે ફેન્સ ચિંતિત થઈ ગયા છે.

  • ધોનીએ બેટિંગ કરતા 17 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી
  • કોચ સ્ટીફન ફ્લેમિંગ CSKના ચાહકો માટે ખરાબ સમાચાર લઈને આવ્યા
  • કોચે ધોનીની ઈજા વિશે વાત કરી હતી જેના કારણે ફેન્સ ચિંતિત થયા 

ગઇકાલે રમાયેલ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બેટિંગ કરતા 17 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી. સાથે જ તેની ઇનિંગમાં ધોની 3 છગ્ગા અને 1 ચોગ્ગા ફટકાર્યા હતા. ભલે ધોની છેલ્લા બોલે સિક્સર મારી શક્યો ન હતો પણ તેને ફેન્સનું દિલ ચોક્કસ જીતી લીધું. 

નોંધનીય છે કે સીએસકેને મેચમાં 3 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે એ બાદ મેચ પછી કોચ સ્ટીફન ફ્લેમિંગ CSKના ચાહકો માટે ખરાબ સમાચાર લઈને આવ્યા. જણાવી દઈએ કે મીડિયા સાથે વાત કરતા કોચે ધોનીની ઈજા વિશે વાત કરી હતી જેના કારણે ફેન્સ ચિંતિત થઈ ગયા છે. 

વાત એમ છે કે સ્ટીફન ફ્લેમિંગએ જણાવ્યું કે બંને ઘૂંટણની ઈજાથી પીડિત છે. 'ધોની ઘૂંટણની ઈજાથી પરેશાન છે અને તમે તેમને જોઈને પણ આ અનુભવી શકો છો. ધોનીની ફિટનેસ હંમેશા શાનદાર રહી છે અને તે ખૂબ જ પ્રોફેશનલ પણ છે. એવામાં હાલ અમે તેમની ઈજા પર નજર રાખી રહ્યા છીએ. તે એક શાનદાર ખેલાડી છે.' જો કે કોચે ધોનીની ઈજા વિશે વધુ જણાવ્યું નથી સાથે જ એવું પણ જણાવ્યું નથી કે તે આગામી મેચમાં રમશે કે નહીં પણ અચાનક ધોનીના ઘૂટણની ઇજા વિશે વાત કરીને હવે આ વાત ચાહકોના મનમાં ઘર કરી ગઈ છે.
 
જણાવી દઈએ કે CSK કેમ્પમાં ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે જ્યારે તેમાંથી કેટલાક ખેલાડીઓ આઈપીએલમાંથી જ બહાર થઈ ગયા છે. 

નોંધનીય છે કે ધોની ઉપરાંત દીપક ચહર, સિમરજીત, બેન સ્ટોક્સ અને સિસાંડા મગાલા પણ ઈજાગ્રસ્ત છે. આ સાથે જ જેમિસન અને મુકેશ ચૌધરી પણ ઈજાના કારણે IPL 2023માંથી બહાર થઈ ગયા છે. આ બધા ખેલાડીઓ માંથી દીપક ચહર 2 અઠવાડિયા માટે ટીમની બહાર છે તો સિસાંડા મગાલા પણ ઓછામાં ઓછા 1 અઠવાડિયા સુધી ક્રિકેટ રમી શકશે નહીં. આ સિવાય બેન સ્ટોક્સ પણ રિકવરીની રાહ જોવાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ