બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / Ship hijacked in Somalia, 15 Indians also on board On the other hand, drone attack in Lalsagar

મોટા સમાચાર / સોમાલિયામાં જહાજ હાઈજેક, 15 ઈન્ડિયન્સ પણ સવાર; ભારતે તાબડતોબ મોકલ્યું યુદ્ધજહાજ; બીજી તરફ લાલસાગરમાં ડ્રોન ઍટેક

Megha

Last Updated: 11:28 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમાલિયાના તટ પરથી જહાજ હાઈજેક થવાના સમાચાર આવ્યા જેમાં 15 ભારતીય લોકો સવાર હતા. તો બીજી તરફ યમનના હૂતી વિદ્રોહીઓ લાલ સમુદ્રમાં સતત જહાજોને નિશાન બનાવી રહ્યા છે.

  • સોમાલિયાના તટ પરથી જહાજ હાઈજેક થવાના સમાચાર આવ્યા. 
  • આ જહાજ પર 15 ભારતીય લોકો સવાર હતા.
  • બીજી તરફ અમેરિકાની ચેતવણીની હૂતી વિદ્રોહીઓ પર કોઈ અસર નહીં 

આફ્રિકન દેશ સોમાલિયાના તટ પરથી એક જહાજ માલવાહક હાઈજેક થવાના સમાચાર સામે આવ્યા છે. સાથે જ માહિતી મળી રહી છે કે આ જહાજ પર 15 ભારતીય લોકો સવાર હતા. આ હાઈજેકને સૂચના મળ્યા બાદથી ભારતીય નૌસેના એક્શન મોડમાં આવી ગઈ છે અને નૌસેનાએ આ વિશે એક અપડેટ પણ જારી કર્યું છે. 

ભારતીય નૌકાદળને ગઈકાલે સાંજે જહાજના હાઈજેકની માહિતી મળી હતી. રિપોર્ટ અનુસાર આ જહાજ લાઈબેરિયાનો ધ્વજ લહેરાય રહ્યો છે અને તેનું નામ 'એમવી લીલા નોરફોક' છે. જહાજ પર 15 ભારતીય ક્રૂ મેમ્બર છે.

તો બીજી તરફ અમેરિકાની ચેતવણીની હૂતી વિદ્રોહીઓ પર કોઈ અસર થઈ નથી. અમેરિકી નૌસેનાએ જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી ભરેલું માનવરહિત સપાટી પર ડ્રોન (Unmanned Surface Drone) વડે ગુરુવારે એક જહાજ પર હુમલો કર્યો. પરંતુ તેનાથી કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. યમન સ્થિત ખતરનાક હૂતી જૂથને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની કોઈ અસર થતી દેખાતી નથી.

વધુ વાંચો: અમેરિકામાં ફરી હિન્દુ મંદિર ખાલિસ્તાનીઓના ટાર્ગેટ પર, લખ્યા PM મોદી વિરૂદ્ધ નારા, 14 જ દિવસમાં આ બીજી ઘટના

તાજેતરના સમયમાં પહેલીવાર એવું બન્યું છે કે હૂતીઓએ હુમલામાં યુએસવીનો ઉપયોગ કર્યો હોય. એક્સપર્ટ અનુસાર "યુએસવીનો ઉપયોગ સાઉદી ગઠબંધન દળો સામે અગાઉની લડાઇ દરમિયાન કરવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ આત્મઘાતી ડ્રોન બોટ તરીકે થાય છે, જેમાં ટક્કર પછી વિસ્ફોટ થાય છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ