બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Shashi Tharoor supported S Jaysankar on the topic of China latest Map which included arunachal pradesh

દેશ / ચીન નક્શા વિવાદમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ વિદેશમંત્રીના સૂરમાં સૂર મિલાવ્યા, કહ્યું આપણે તિબેટ મુદ્દે આવું કેમ નથી કરતાં?

Vaidehi

Last Updated: 12:37 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન દ્વારા રજૂ કરવામાં આવેલ તેમના લેટેસ્ટ નક્શામાં અરુણાચલ પ્રદેશને પોતાના દેશમાં મૂકવાનાં મુદે કોંગ્રેસ નેતા શશિ થરૂરે વિદેશમંત્રી એસ.જયશંકરનાં સમર્થનમાં નિવેદન આપ્યું.

  • ચીને અરુણાચલ પ્રદેશને પોતાના દેશનાં નક્શામાં મૂક્યું
  • ચીનનનાં આ કૃત્યથી ભારત ફરી નારાજ
  • શશિ થરૂરે વિદેશમંત્રી એસ.જયશંકરનું કર્યું સમર્થન

ચીન દ્વારા અરુણાચલ પ્રદેશને પોતાના દેશનાં નક્શામાં મૂકવાનાં કૃત્ય પર વિદેશમંત્રી એસ.જયશંકરે વિરોધ દર્શાવ્યો હતો. હવે આ મામલે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શશિ થરુરે પણ પ્રતિક્રિયા આપી છે. થરુરનું પણ માનવું છે કે ચીનની આ જૂની આદત છે જે તે છોડી નથી રહ્યું. આ સાથે જ તેમણે સરકારને ભલામણ કરી કે આપણને 'વન ચાઈના પોલિસી'નો વિરોધ કરવો જોઈએ અને તિબ્બતનાં લોકોને સ્ટેપલ વીઝા આપવો જોઈએ.

વિદેશમંત્રીની પ્રતિક્રિયા
વિદેશમંત્રી એસ જયશંકરે તેના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે,' એવું કંઈ જ નથી કે જે નવું હોય. 1950 પછીથી જ તે એવો નક્શો જાહેર કરે છે જેમાં તેઓ કોઈ ભારતીય ક્ષેત્રને પોતાનું ગણાવતાં હોય. આ તેમની જૂની આદત છે. મને લાગે છે કે તેમાં કંઈપણ ફેરફાર નથી થવાનાં. આ ક્ષેત્ર ભારતનો જ હિસ્સો છે.'

શશિ થરૂરે વિદેશમંત્રીનું કર્યું સમર્થન
કોંગ્રેસ નેતા શશિ થરૂરે એસ જયશંકરનાં નિવેદનનું સમર્થન કરતાં ટ્વીટ કર્યું કે અમે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશને પોતાનો ક્ષેત્ર જણાવતાં નક્શાનો વિરોધ કર્યો છે. હા, જયશંકર સાચા છે કે આ તેમની જૂની આદત છે. તે આ મુદે આપણા વિરોધને નજરઅંદાજ કરે છે. પણ શું આપણે તેમને આ રીતે જ છોડી દેવું જોઈએ? શું નારાજગી વ્યક્ત કર્યા સિવાય આપણે વધુ કંઈ જ નહીં કરી શકીએ? શશિ થરૂરે પૂછ્યું કે," આપણે ચીની પાસપોર્ટ ધારક તિબ્બતનાં મૂળ રહેવાસીઓને સ્ટેપલ વીઝા શા માટે નથી આપતાં? અને તેમની વન ચાઈના પોલિસીનું સમર્થન કરવાનું આપણે બંધ શા માટે નથી કરતાં?"

બેઠકો બાદ પણ સ્થિતિ એવી જ
ચીન દ્વારા રજૂ કરવામાં આવેલ લેટેસ્ટ નક્શામાં તેમણે અરુણાચલ પ્રદેશને પોતાના દેશમાં ગણાવ્યું છે. બ્રિક્સ સમિટ દરમિયાન સાઉથ આફ્રીકામાં PM મોદી અને ચીનનાં શી જિનપિનની અનૌપચારિક મુલાકાત બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે બંને દેશોની વચ્ચેનાં સીમા વિવાદમાં ઘટાડો થશે. હવે દિલ્હીમાં થનારી g20 સમિટમાં પણ આ મુદે કંઈ ચર્ચા થાય તેની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ