બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / shardiya navratri 2022 date time of shardiya navratri bhog

Navratri 2022 / નવરાત્રીમાં દિવસ અનુસાર માતાજીને લગાવો ભોગ, દરેક મનોકામનાઓ થશે પુરી

Arohi

Last Updated: 04:29 PM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે. આ નવ દિવસોમાં પૂજા દરમિયાન માતાના વિવિધ સ્વરૂપોને અલગ-અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.

  • 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે શારદીય નવરાત્રી
  • 9 દિવસ માતાને ચઢાવો અલગ અલગ ભોગ 
  • પ્રસન્ન થઈ માતાજી દરેક મનોકામનાઓ કરશે પુરી 

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે. નવરાત્રીનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતારાણીના ભક્તો તેમની પૂજા કરવા માટે આખું વર્ષ શારદીય નવરાત્રીની રાહ જુએ છે. 

માતાને વિવિધ વસ્તુઓના લગાવો ભોગ 
પંચાંગ અનુસાર શારદીય નવરાત્રિ આશો માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. માતાના ભક્તો નવરાત્રીના નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરે છે. આ નવ દિવસોમાં પૂજા દરમિયાન માતાના વિવિધ સ્વરૂપોને અલગ-અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. 

મા દુર્ગા થશે પ્રસન્ન  
એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા પોતાના ભક્તો પર ખૂબ જ પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ નવરાત્રીમાં કઈ વસ્તુનો ભોગ લગાવવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના કષ્ટ દૂર કરે છે.

માતા શૈલપુત્રીને ધરાવો ઘીનો ભોગ
નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. મા શૈલપુત્રી રોગો અને દરેક સંકટમાંથી મુક્તિ આપે છે. તેથી નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીને ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ.

મા બ્રહ્મચારિણી
નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાના આ સ્વરૂપને ખાંડ, સફેદ મીઠાઈ, ખાંડની મીઠાઈ અને ફળો અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને લાંબા આયુષ્યનું વરદાન મળે છે.

મા ચંદ્રઘંટા
નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે માતાને દૂધ અથવા માવાથી બનેલી મીઠાઈ અને ખીર ચઢાવવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને ધન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

માતા કુષ્માંડા
નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે મા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરો છો, તો ભક્તોને સદ્ બુદ્ધિ મળે છે.

મા કાત્યાયની
નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીનો દિવસ છે. આ દિવસે માતાને મધ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે માતાને મધ અર્પણ કરશો તો તમારી સુંદરતામાં વધારો થશે.

મા કાલરાત્રી
નવરાત્રિનો સાતમો દિવસ મા કાલરાત્રીના રૂપમાં પૂજવામાં આવે છે. આ દિવસે માતાને ગોળથી બનેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.

મહાગૌરી
નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને નારિયેળ અર્પણ કરવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

મા સિદ્ધિદાત્રી
નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે નવમી તિથિએ દેવી સિદ્ધિદાત્રીને દાડમ અને તલ ચઢાવવામાં આવે છે. આ સાથે ચણા અને સીરાનો ભોગ ચઢાવવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ