બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / shani jayanti 2023 best day to please shani dev and get rid of sade sati dhaiya

ધર્મ / શનિદેવને પ્રસન્ન કરવાનો સૌથી શુભ દિવસ: આ ઉપાયથી દૂર થશે કષ્ટ, રોકાયેલા પૈસા પણ આવશે

Manisha Jogi

Last Updated: 01:15 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ ન્યાયના દેવતા છે અને કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. જે લોકો પર શનિદેવનો પ્રકોપ હોય છે, તેમણે શનિ જયંતિના દિવસે કેટલાક ઉપાય કરવા જોઈએ.

  • શનિદેવ ન્યાયના દેવતા છે.
  • શનિદેવ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે.
  • શનિ જયંતિના દિવસે કેટલાક ઉપાય કરવાથી શનિની સાડેસાતી દૂર થાય છે. 

શાસ્ત્રો અનુસાર જેઠ માસની અમાસની તિથિના રોજ શનિદેવનો જન્મ થયો હતો. સૂર્યપુત્ર શનિદેવ તેમના ગુસ્સા માટે ઓળખવામાં આવે છે. શનિદેવ ન્યાયના દેવતા છે અને કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. જે રાશિના જાતકોના કર્મ ખરાબ હોય, શનિદેવ તે રાશિના જાતકોને ખૂબ જ કષ્ટ આપે છે. શનિની સાડેસાતી અને શનિઢૈય્યાને કારણે ખૂબ જ કષ્ટ ભોગવવા પડે છે. શનિની સાડેસાતી દરમિયાન શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ વર્ષે 19 મેના રોજ શનિ જયંતિ ઊજવવામા આવશે. જે લોકો પર શનિદેવનો પ્રકોપ હોય છે, તેમણે શનિ જયંતિના દિવસે કેટલાક ઉપાય કરવા જોઈએ. 

શનિ જયંતિ 
હિન્દી પંચાંગ અનુસાર 18મેના રોજ સાંજે 9:24 વાગ્યે આ તિથિ શરૂ થશે અને 19 મેના રોજ રાત્રે 9:22 આ તિથિ પૂર્ણ થશે. ઉદય તિથિ અનુસાર 19 મેના રોજ શનિ જયંતિની ઊજવણી કરવામાં આવશે. આ વર્ષે શનિ જયંતિના રોજ શનિદેવ તેમની કુંભ રાશિમાં બિરાજમાન હશે. 29 વર્ષ પછી આ સંયોગ બની રહ્યો છે અને શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે ખાસ દિવસ ગણવામાં આવે છે. 

શનિ જયંતિ પૂજા
શનિદેવની કૃપા મેળવવા અને શનિદોષથી રાહત મેળવવા માટે શનિ જયંતિ સૌથી ખાસ દિવસ છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને પૂજાનો સંકલ્પ લો. શનિદેવના મંદિરે જઈને શનિદેવની સામે તેલનો દીવો કરો. શનિદેવને સરસિયાનું તેલ ચઢાવો. કુમકુમ, અક્ષત, ગુલાલ, ફળ અર્પણ કરો. શનિદેવને તેલથી બનેલ મિઠાઈ અર્પણ કરો. શનિ જયંતિના દિવસે તલનું તેલ, કાળા તલ, લોખંડની વસ્તુ, કાળા કપડા, કાળી અડદની દાળનું દાન કરો. શનિદેવના મંત્રનો જાપ કરો. 

'ॐ शं शनैश्चराय नमः'
'ॐ प्रां प्रीं प्रौ स: शनैश्चराय नमः'
'ॐ नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम.
छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्.'

શનિ જયંતિ ઉપાય

  • વિધિ વિધાન સાથે શનિદેવની પૂજા કરો અને શનિ ચાલીસા વાંચો. 
  • વ઼ીલ, મહિલાઓ, બાળકો તથા અસહાય વ્યક્તિના રંઝાડવા નહીં. માતા પિતાની, ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓની સેવા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 
  • શનિદેવ સાથે જોડાયેલ વસ્તુઓનું દાન કરો. 
  • શનિ જયંતિ પર પીપળાનું ઝાડ વાવો.
  • ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા કરવાથી અનેકગણો લાભ થશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ