મૃત્યુલોકના દંડાધિકારી ભગવાન શનિ 19 જાન્યુઆરીની સવારે 7 વાગ્યેને 13 મિનિટે પોતાની મકર રાશિના સમયચક્રમાં પશ્ચિમ દિશામાં અસ્ત થઇ રહ્યાં છે. શનિ ફરીથી 21 ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યેને 9 મિનિટે ઉદય થશે. આ રીતે આ વખતે 33 દિવસો માટે અસ્ત થવાનુ અશુભ ફળ જાતકો પર પડશે. જેની જન્મકુંડળીમાં શનિ સારા સ્થાનમાં ગોચર કરી રહ્યો છે તેના માટે તો સારા સમાચાર નથી. પરંતુ જેના માટે અશુભ સ્થાનમાં ગોચર કરી રહ્યો હતો તેને થોડા માઠા પરિણામોમાંથી રાહત મળશે.
શનિદેવ 33 દિવસ માટે થયા અસ્ત
જેની જન્મકુંડળીમાં શનિ સારા સ્થાનમાં છે તેવા જાતકોની સ્થિતિ સામાન્ય
જેની જન્મકુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં છે તેવા જાતકોને મળશે રાહત
મેષ
રાશિના દસમા કર્મ ભાવમાં ગોચર કરતા અસ્ત શનિના પ્રભાવ સ્વરૂપ કાર્ય-વ્યાપારમાં કેટલીક શિથિલતા આવશે. વધારે ભાગદોડને કારણે ખર્ચ વધી શકે છે. પરંતુ શાસન સત્તાનો સહયોગ મળશે.
વૃષભ
રાશિના નવમુ સ્થાન ભાગ્ય ભાવમાં અસ્ત શનિના પ્રભાવ સ્વરૂપે તમે જેટલી મહેનત કરશો તેટલુ પરિણામ આવવામાં સમય લાગશે. મુસાફરી પ્રવાસનો લાભ મળશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ અથવા નાગરિકતા માટે કરવામાં આવેલો પ્રયાસ સફળ રહેશે. તમારા સાહસ અને શૌર્યના વખાણ થશે.
મિથુન
રાશિના આઠમા સ્થાનમાં અસ્ત થયેલા શનિદેવ રાહતભર્યા સમાચાર આપશે અને સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. છેલ્લાં ઘણા દિવસોથી ચાલી રહેલી કામમાં મુશ્કેલીઓનો ઉકેલ આવશે. આ દરમ્યાન કોઈ પણ મોટુ કાર્ય શરૂ કરવુ હોય અથવા કોઈ નવા કરાર પર હસ્તાક્ષર કરવા હોય તો નિર્ણય લેવામાં વિલંબ ના કરશો.
કર્ક
રાશિના સાતમા દામ્પત્ય સ્થાનમાં અસ્ત થયેલા શનિદેવ તમારા માટે રાહતના સમાચાર લાવશે. લગ્ન સંબંધી વાતો સફળ રહેશે. સાસરીયા પક્ષ તરફથી સહયોગ મળશે. કોઈ પણ નવુ કાર્ય શરૂ કરવુ હોય તો તે દ્રષ્ટિએથી સુખદ અનુભૂતિ રહેશે.
સિંહ
રાશિના છઠ્ઠા શત્રુ ભાવમાં અસ્ત થયેલા શનિનો પ્રભાવ વધુ નફો અને નુકસાન પણ થવા દેશે નહીં. કારણકે અહીં સૂર્યદેવ બિરાજમાન છે. તેથી ગુપ્ત શત્રુનો પરાજય થશે. કોર્ટ કચેરીના મામલામાં પણ તમારા પક્ષમાં નિર્ણય આવવાનો સંકેત.
કન્યા
રાશિના પાંચમા વિદ્યા ભાવમાં અસ્ત થયેલા શનિનો પ્રભાવ સારો કહેવાશે. શિક્ષણ પ્રત્યોગિતામાં આવી રહેલી અડચણો દૂર થશે. સંતાનસંબંધી ચિંતામાં પણ ઘટાડો આવશે. નવદંપત્તિ માટે સંતાન પ્રાપ્તિ અને મૂળ યોગ. પ્રેમ સંબંધી મામલે એકલતા દૂર થશે.
તુલા
રાશિના ચોથા સુખ ભાવમાં અસ્ત થયેલા શનિદેવ તમારા માટે લાભકારક છે. કારણકે તેનો પ્રભાવ હંમેશા તમારા માટે લાભકારક રહે છે. પછી તે શનિ અને સૂર્યની યુતિના દુષ્પ્રભાવ સ્વરૂપે મિત્રો તથા સંબંધીઓના સંબંધોમાં મતભેદ રહે છે.
વૃશ્વિક
રાશિના ત્રીજા પરાક્રમ ભાવમાં અસ્ત થયેલા શનિદેવ તમારા માટે સામાન્ય ફળકારક રહેશે. ઉર્જા શક્તિ ભરપૂર રહેશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને કરવામાં આવેલા કાર્યોની સરાહના થશે.
ધન
રાશિના દ્વિતીય ધન ભાવમાં અસ્ત થયેલા શનિદેવનો પ્રભાવ તમારા માટે સારો કહેવાશે. આરોગ્ય સારું રહેશે. વિશેષ કરીને આંખ અને હાડકા સાથે સંબંધિત બિમારીઓમાંથી રાહત મળશે.
મકર
રાશિ સ્વામી શનિનો અસ્ત થવુ સારુ નહીં કહેવાય. કારણકે તમારી પ્રભુતામાં કમી આવી શકે છે. તમારી પર આળસુ અને આજનુ કાર્ય બીજા દિવસે ના કરવાની પ્રવૃત્તિને હાવી ના થવા દે.
કુંભ
રાશિના બારમા સ્થાન હાનિ ભાવમાં અસ્ત થયેલા શનિદેવના સારા પ્રભાવરૂપે થોડા દિવસ માટે સારી વાત છે. મુસાફરીનો લાભ તો મળશે પરંતુ વધુ ખર્ચના કારણે આર્થિક તંગી રહેશે.
મીન
રાશિના અગિયારમા લાભ ભાવમાં અસ્ત થયેલા શનિદેવ તમારા માટે ગંભીર પરિણામો લાવી શકે. જો કે, સૂર્યની ઉપસ્થિતિના શુભ પ્રભાવરૂપે તમારી આવક વધતી રહેશે. તમે કોઈને નાણાં આપ્યા હશે તો તે પણ પાછા મળશે.