બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Shahrukh Khan got Y+ security, was receiving continuous threats after 'Pathan'

મનોરંજન / સલમાન બાદ હવે શાહરૂખ ખાનને અપાઇ Y પ્લસ કેટેગરીની સુરક્ષા, મહારાષ્ટ્ર સરકારએ આપ્યું સુરક્ષા કવચ, જાણો કારણ

Megha

Last Updated: 09:03 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની સુરક્ષા ફરી વધારી દેવામાં આવી છે.  રિપોર્ટ અનુસાર, શાહરૂખને હાલમાં જ કેટલીક ધમકીઓ મળી હતી જે બાદ હવે મહારાષ્ટ્ર સરકારે એમને Y+ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

  • ફરી એકવાર કિંગ ખાનને ધમકીઓ મળી છે
  • શાહરૂખ ખાનને અપાઇ Y+ કેટેગરીની સુરક્ષા

શાહરૂખ ખાન માટે 2023 શાનદાર વર્ષ છે. આ વર્ષની શરૂઆતમાં તેની ફિલ્મ 'પઠાણ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી અને હાલ તેની ફિલ્મ 'જવાન'એ કમાણીના ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શાહરૂખ ખાનની સુરક્ષા ફરી એકવાર વધારી દેવામાં આવી છે.  રિપોર્ટ અનુસાર, શાહરૂખને હાલમાં જ કેટલીક ધમકીઓ મળી હતી, જેના કારણે હવે મહારાષ્ટ્ર સરકારે તેમણે Y+ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. 

ફરી એકવાર કિંગ ખાનને ધમકીઓ મળી છે
વાત એમ છે કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. આ દરમિયાન તેને ધમકીઓ મળી હતી અને મુંબઈ પોલીસે તેને સુરક્ષા પૂરી પાડી હતી. એવા સમાચાર છે કે ફરી એકવાર કિંગ ખાનને ધમકીઓ મળી છે, પરંતુ મુંબઈ પોલીસે તેની પુષ્ટિ કરી નથી. પોલીસે આ અંગે સત્તાવાર રીતે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. જો સૂત્રોનું માનીએ તો મહારાષ્ટ્ર રાજ્ય ગુપ્તચર વિભાગે તાજેતરમાં આ વિશે માહિતી આપી હતી અને ત્યારબાદ શાહરૂખ ખાનને Y+ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. 

તમને જણાવી દઈએ કે વાય પ્લસ સિક્યોરિટી હેઠળ શાહરૂખને 11 પર્સનલ સિક્યોરિટી સ્ટાફ મળશે, જેમાં 6 કમાન્ડો, 4 પોલીસકર્મી અને 1 ટ્રાફિક ક્લિયરિંગ વાહન હશે. શાહરૂખ ખાનને તેના બોડીગાર્ડ તરીકે 6 પોલીસ કમાન્ડો હંમેશા મળશે. જે મહારાષ્ટ્ર પોલીસની સુરક્ષા હેઠળ જ તૈનાત કરવામાં આવશે. તેમને સમગ્ર ભારતમાં સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને તેઓ MP-5 મશીનગન, AK-47 એસોલ્ટ રાઈફલ્સ અને ગ્લોક પિસ્તોલથી સજ્જ હશે અને તેમના ઘરે ચાર પોલીસકર્મીઓ પણ સતત તૈનાત રહેશે. અગાઉ શાહરૂખ ખાનને બે પોલીસ કોન્સ્ટેબલની સુરક્ષા આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ