બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / મનોરંજન / બોલિવૂડ / Security Scare At Salman Khan's Panvel Farmhouse, 2 Arrested With Fake IDs

સલમાન સાથે આ શું / બચી ગયો સલમાન ખાન ! ફાર્મહાઉસમાં ઘુસેલા 2 લોકો કોણ હતા, કેમ આવ્યાંતા, મોટો ઘટસ્ફોટ

Hiralal

Last Updated: 04:07 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના જીવ પર જોખમ યથાવત છે. સોમવારે તેના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાંથી નકલી આઈડી સાથે બે લોકો ઝડપાયા હતા.

  • સલમાન ખાનના જીવ પર જોખમ યથાવત
  • પનવેલ ફાર્મહાઉસમાં ખોટી રીતે ઘુસેલા 2 લોકો ઝડપાયાં
  • બન્ને પાસે મળ્યાં નકલી આઈડી કાર્ડ 

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના જીવ પર જોખમ છે તે જગજાહેર છે. સોમવારે તેની સિક્યુરીટીમાં ભંગની એક મોટી ઘટના સામે આવતાં ફરી ચિંતા છવાઈ હતી. મહારાષ્ટ્રના પનવેલમાં સલમાન ખાનનું વૈભવી ફાર્મહાઉસ આવેલું છે. 2 યુવાનો ફાર્મહાઉસની સીમાને અડીને આવેલા ઝાડ પર ચઢીને અંદર ઘુસવાનો પ્રયાસ કરી રહ્યાં હતા પરંતુ હાજર રહેલા ગાર્ડે તેમને જોઈ લીધા અને પોલીસને સોંપી દીધા હતા. 

સલમાનના ફાર્મહાઉસમાં ઘુસેલા 2 લોકો કોણ 
પોલીસ પૂછપરછમાં આ બંને લોકોએ પોતાને સલમાન ખાનના ફેન ગણાવ્યા હતા પરંતુ જ્યારે પોલીસ દ્વારા તેમના ઓળખપત્રો ચેક કરવામાં આવ્યાં ત્યારે તે નકલી નીકળ્યાં અને આવી સ્થિતિમાં પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. આ બંને શખ્સોની ઓળખ અજેશ કુમાર ઓમ પ્રકાશ ગિલ અને ગુરસેવક સિંહ તેજસિંહ શીખ તરીકે થઈ છે. બંનેની ઉંમર 23થી 24 વર્ષની વચ્ચે છે અને બંને પંજાબના ફાજિલ્કા જિલ્લાના છે.

બન્ને યુવાનો સુથાર હતા 
પોલીસના જણાવ્યા અનુસાર, બંને યુવાનો સુથાર હતા. તેઓ એક દિવસ પહેલા જ મુંબઇ આવ્યા હતા અને સુપરસ્ટાર સલમાન ખાનને જોવા અથવા મળવા માંગતા હતા. આ બંનેની પોલીસે કલમ 448 હેઠળ અટકાયત કરી હતી. જોકે, પૂછપરછ બાદ બંનેને નોટિસ આપીને છોડી મૂકવામાં આવ્યા છે.

સલમાન ખાનના જીવ પર છે જોખમ 
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના જીવ પર જોખમ છે. કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઇએ પણ આ સુપરસ્ટારને ખુલ્લેઆમ ધમકી આપી છે. આ ધમકીઓને ધ્યાનમાં રાખીને સલમાન ખાનને ગયા વર્ષે વાય + કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ