બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Security guards beat the trader in the presence of police

મારામારી / અમદાવાદમાં પોલીસની હાજરીમાં સિક્યુરિટી ગાર્ડે વેપારીને ધોઈ માર્યો, રહીશોમાં રોષની લાગણી, ઘટના CCTVમાં કેદ

Khyati

Last Updated: 01:22 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સિક્યુરીટી ગાર્ડસ બન્યા બેફામ, કાગડાપીઠ પોલીસે આરોપી ગાર્ડસ સામે ગુનો કર્યો દાખલ

  • અમદાવાદમાં સિક્યુરીટી ગાર્ડ બેફામ
  • વેપારીને મારમારતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ
  • સુમેલ બિઝનેસ પાર્ક 3ની ઘટના

અમદાવાદમાં હવે તો દરેક સોસાયટી અને બિલ્ડીંગમાં સિક્યુરીટી ગાર્ડ રાખવામાં આવે છે. ત્યારે એક એવો બનાવ સામે આવ્યો જેમાં સિક્યુરીટી ગાર્ડે જ કાયદો હાથમાં લઇ લીધો. સોસાયટીના રહીશોની સિક્યુરીટી કરવાને બદલે તેણે તો જાહેરમાં જ મારામારી કરી નાંખી.  જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ છે.

સુમેલ બિઝનેસ પાર્ક 3ની ઘટના

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી છે. અમદાવાદના સુમેલ બિઝનેસ પાર્કમાં સિક્યુરીટી ગાર્ડે વેપારીને જાહેરમાં માર માર્યો. હાલમાં વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અમદાવાદના સુમેલ બિઝનેસ પાર્ક 3ની આ ઘટના છે. ટ્રાઇડન્ટ સિક્યુરીટી ગાર્ડસની દાદાગીરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. એક વેપારી સાથે મારામારી કરતા શખ્સો જોવા મળી રહ્યા છે. 

પોલીસની હાજરીમાં મારામારી

આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ અને એસોસિએશનના હોદ્દેદારો પણ હાજર હતા તેમ છતાં વેપારીને આ પ્રકારે જાહેરમાં માર મારવામાં આવી રહ્યો હતો. ત્યારે અહીં સવાલ એ થાય કે શું વેપારીનો કોઇ વાંક હશે ?  પોલીસની હાજરી હોવા છતાં પણ સિક્યુરીટી ગાર્ડસના માણસો બેફામ કેમ બન્યા ? શું પોલીસની મંજૂરીથી વેપારીને માર મારવામાં આવ્યો ?   

કાગડાપીઠ પોલીસે ગુનો કર્યો દાખલ

વેપારીને શા માટે માર મારવામાં આવ્યો , શા માટે આ ઘટના બની તેનુ કારણ જાણી શકાયુ નથી પરંતુ સિક્યુરિટી ગાર્ડ્સના આવા વર્તનને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. મારામારી કરતા સિક્યુરિટી ગાર્ડના જવાનો સામે કાર્યવાહીની માગ ઉઠી છે.  સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે આરોપી ગાર્ડસ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ