બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Section 144 imposed after violence in Akola, stone pelting in Ahmednagar too, "high alert" in Nagpur

મહારાષ્ટ્ર / અકોલામાં હિંસા બાદ કલમ 144 લાગુ, અહેમદનગરમાં પણ પથ્થરમારો, નાગપુરમાં "હાઇએલર્ટ"

Priyakant

Last Updated: 09:44 AM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akola Violence News: કમિશનરે સશસ્ત્ર પોલીસના પેટ્રોલિંગ અને શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ

  • મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં હિંસા બાદ હવે નાગપુરમાં હાઈ એલર્ટ જાહેર
  • નાગપુર જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચાંપતી નજર
  • સશસ્ત્ર પોલીસના પેટ્રોલિંગ અને શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ

મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં હિંસા બાદ હવે નાગપુરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નાગપુર જિલ્લામાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. નાગપુર જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથેની બેઠક બાદ કમિશનરે સશસ્ત્ર પોલીસના પેટ્રોલિંગ અને શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ જાહેર કર્યો હતો.

મહારાષ્ટ્રના અકોલા શહેરમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર બે સમુદાયો વચ્ચે અથડામણ થતાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે પોલીસકર્મીઓ સહિત આઠ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સંવેદનશીલ 'ઓલ્ડ સિટી' વિસ્તારમાં શનિવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે થયેલી અથડામણના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 45 લોકોની ધરપકડ કરી છે. સમગ્ર શહેરમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવાની સાથે યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.

અકોલામાં હિંસાની ઘટના સામે આવ્યા બાદ અહમદનગરમાં પથ્થરમારો, મહારાષ્ટ્રના અહમદનગરમાં રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થતાંપોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પથ્થરબાજીની ઘટના શેવગાંવ શહેરમાં છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન બની હતી, ત્યારબાદ ટોળાએ દુકાનો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ હિંસક અથડામણમાં ચાર પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

અકોલામાં કલમ-144 લાગુ
અકોલા જિલ્લા મેજિસ્ટ્રેટ નીમા અરોરાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોકોની ગેરકાનૂની સભાને રોકવા માટે શહેરના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC) ની કલમ 144 લાદવાનો આદેશ આપ્યો હતો. પોલીસ અધિક્ષક (SP) સંદીપ ઘુગેએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધાર્મિક પોસ્ટ વાયરલ થયા બાદ હિંસા થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ