બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / School timings have been changed due to increasing cold in Kutch. Change in district primary, secondary and government as well as private school timings
Dinesh
Last Updated: 08:45 PM, 11 December 2023
ADVERTISEMENT
ગુજરાતમાં આજથી ઠંડીનું જોર વધ્યું છે. રાત્રિના સમયે અને વહેલી સવારે કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાંનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન સતત બીજા દિવસે રાજ્યમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.2 ડિગ્રી નોંધાયું છે. આ તરફ હવે આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. ત્યારે કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરાયો છે.
ADVERTISEMENT
કચ્છમાં શાળાના સમયમાં ફેરફાર કરાયો
રાજ્યમાં ઠંડીનો પ્રમાણ વધતા કચ્છમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને સરકારી તેમજ ખાનગી શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. જિલ્લાની તમામ શાળામાં 30 મિનિટ મોડી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ઠંડીને લઇને વિદ્યાર્થીઓને રાહત અપાઇ છે.
ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે
રાજ્યમાં હાડ થીજવી દે તેવી ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં સતત બીજા દિવસે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં નલિયામાં 9.2 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધવાની સાથે આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે પોરબંદરમાં 13.4, ડીસામાં 14 ડિગ્રી, રાજકોટમાં 14.2, ભુજમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 15, અમદાવાદમાં 16.2 ડિગ્રી, વડોદરામાં 17.6 અને સુરતમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.