બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Scenes of rainy weather are emerging from across the state

મેઘમલ્હાર / ડેમ ઓવરફ્લો, રસ્તાઓ બંધ તો ક્યાંક ગામોને કરાયા એલર્ટ, ગુજરાતમાં હાલ ક્યાં કેવી વરસાદી સ્થિતિ? જુઓ PHOTOS

Malay

Last Updated: 10:40 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સમગ્ર ગુજરાતમાં સાવત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને રાજ્યભરથી વરસાદી માહોલના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

 

  • ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ
  • ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ
  • ડેમ ઓવરફ્લો અને નદીઓ બે કાંઠે વહેતી થઈ
  • નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા 

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજ સવારથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ક્યાંક ડેમ ઓવરફ્લો થયો છે, તો ક્યાંક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોના રોડરસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. 

અરવલ્લી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ
આજ સવારથી જામનગર, અરવલ્લી, બોટાદ, સાબરકાંઠા, કચ્છ, ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસાદ વરસી રહ્યો છે. મેઘરજ સહિત રોલા, બેડઝ, કંભરોડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તો વરસાદના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી છે.

વોડીસાગર ડેમ ઓવરફ્લો
જામનગરના કાલાવડ તાલુકાનો વોડીસાગર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો છે. તો ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. મહત્વનું છે કે, 10 ગામ માટે વોડીસાગર ડેમ આશીર્વાદ સમાન છે.

ગઢડાની જીવાદોરી રમાઘાટ ડેમમાં સતત પાણીની આવક
બોટાદના ગઢડાનો રમાઘાટ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. મહત્વનું છે કે, રમાઘાટ ડેમમાં પાણીની આવકથી ગઢડા શહેરમાં પાણીના તળ ઉંચા આવશે. સાથે જ 20 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળશે અને અડતાળા, તતાણા, પીપળ, લાખણકા, ખોપાળા ગામોને પણ પાણીનો લાભ મળશે. ડેમમાં નવા નીર આવતા ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

સુરતમાં ધોધમાર વરસાદ
સુરતના ચેરાપુંજી, ગણાતા, ઉમરપાડામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના ઉમરપાડા તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. તાલુકાના ઉમરપાડા, કેવડી અને જુના ઉમરપાડામાં સવારથી વરસાદની એન્ટ્રી થઇ છે. પહેલા રાઉન્ડમાં કોરુંધાકોર રહેલું ઉમરપાડા પર બીજા રાઉન્ડમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. તો બીજી બાજુ તાલુકામાં વરસાદ આધારિત ખેતી કરતાં ખેડૂતો વરસાદ બાદ સારા પાકની આશા સેવી રહ્યા છે.

કચ્છમાં જામ્યો વરસાદી માહોલ 
કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. લખપત તાલુકામાં ભારે વરસાદથી મુખ્યમાર્ગ બંધ થયા છે. નારાયણ સરોવર અને નલિયાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે, તો વરસાદને લીધે લકી-રોડાસર માર્ગ પણ પ્રભાવિત થયો છે. આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ વહેલી સવારથી જ ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ખાવડા, લખપત, નખત્રાણામાં વરસાદ પડી રહ્યો છે. તો ભુજ સહિતના વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગીર સોમનાથમાં કાળા ડીંબાગ વાતાવરણ વચ્ચે વરસાદ
ગીરસોમનાથમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ અનેક શહેરો અને વિસ્તારોને કાળા ડિબાંગ વાદળોએ ઘેરી લીધા છે. સુત્રાપાડા, ઉના, કોડીનાર, સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરુ થયો છે. મહત્વનું છે કે આજે સમગ્ર ગુજરાતમાં સાવત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને રાજ્યભરથી વરસાદી માહોલના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ