બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / NRI News / વિશ્વ / Saudi Arabian government launched study in saudi arabia program for international students

Study in Saudi / હવે સાઉદી અરેબિયામાં પણ મળશે અભ્યાસની તક, શરૂ કરાયો આ ખાસ વિઝા પ્રોગ્રામ

Bhavin Rawal

Last Updated: 03:23 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉલ્લેખનીય છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે સાઉદી અરેબિયા ટોચનો પાંચમાં નંબરનો દેશ બની ચૂક્યો છે. અહીં સરળતાથી મળતી સ્કોલરશિપ સહિત અન્ય ફાઈનાન્શિયલ મદદને કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓ સાઉદી તરફ વળવા લાગ્યા છે.

વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા નિયંત્રિત કરવા માટે વિઝાના નિયમો કડક કરાઈ રહ્યા છે. ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા દેશ શોધવની જરૂરિયાત વર્તાઈ છે. આવી સ્થિતિમાં સાઉદી અરેબિયાથી સારા સમાચાર આવી રહ્યા છે. સાઉદી અરેબિયાએ તાજેતરમાં જ એજ્યુકેશનલ વિઝા ઈસ્યુઅન્સ સર્વિસની શરૂઆત કરી છે.

ખાસ નવા પ્રોગ્રામની જાહેરાત

જે વિદ્યાર્થીઓ મિડલ ઈસ્ટમાં ખાસ કરીને સાઉદી અરેબિયામાં ભણવા ઈચ્છે છે, તેમના માટે સાઉદી અરેબિય દ્વારા સ્ટડી ઈન સાઉદી અરેબિયા નામનો વિઝા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. 29 ફેબ્રુઆરીના રોજ સાઉદી અરેબિયાના શિક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા રિયાધમાં આ નવા પ્રોગ્રામ વિશે જાહેરાત કરવામાં આવી.

ઈચ્છો તે કોર્સમાં મળશે એડમિશન

જે પણ વિદ્યાર્થીઓ સાઉદીમાં ભણવા આવવા ઈચ્છે છે, તેને સ્ટડી ઈન સાઉદી અરેબિયા પ્રોગ્રામ અંતર્ગત વિઝા આપવામાં આવશે. આ પ્રોગ્રામ વિદેશી વિદ્યાર્થીઓ માટે જ ડિઝાઈન કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે એપ્લીકેશન પ્રોસેસ પણ સરળ બનાવાઈ છે. સાથે જ સાઉદી અરેબિયાના આ નવા પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓને ટૂંકા ગાળાના અને સ્પેશિયાલ એજ્યુકેશનલ પ્રોગ્રામ્સના ઓપ્સન મળશે. વિદ્યાર્થીઓ જે પ્રકારનો અબ્યાસ કરવા ઈચ્છે છે, તે પ્રકારના જુદા જુદા કોર્સ તેઓ સિલેક્ટ કરી શક્શે.

સાઉદી અરેબિયા પોતાના શિક્ષણ અને સંસ્કૃતિને આ પ્રોગ્રામ દ્વારા પ્રમોટ કરી રહ્યું છે. સાથે જ 2030 સુધીના સાઉદી સરકારના 2030ના વિઝનને અચીવ કરવા માટે સ્કીલ્ડ નાગરિકોને તેમના દેશમાં આવવાની તક આપે છે. 

વધુ વાંચો: UKમાં ઈમિગ્રેશનના નિયમો કડક થયા, ઈંગ્લેન્ડ જવા ઈચ્છતા ભારતીયો પર પડી શકે છે અસર

ભારતીયોમાં વધ્યો સાઉદી જવાનો ક્રેઝ

ઉલ્લેખનીય છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે સાઉદી અરેબિયા ટોચનો પાંચમાં નંબરનો દેશ બની ચૂક્યો છે. અહીં સરળતાથી મળતી સ્કોલરશિપ સહિત અન્ય ફાઈનાન્શિયલ મદદને કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓ સાઉદી તરફ વળવા લાગ્યા છે.  
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ