બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / Sanjay Kapoor Made debut with Tabu, said NO to Salman Khan's blockbuster film, 1 mistake and career ruined

બર્થ ડે સ્પેશ્યલ / એક ભૂલ અને કરિયર ખતમ! સલમાનની બ્લૉકબસ્ટર ફિલ્મનો ઇન્કાર કરવો બોલિવુડના આ એક્ટરને પડ્યું ભારે, આજે છે બર્થડે

Megha

Last Updated: 10:17 AM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજય કપૂરે તેમના બૉલીવુડ કરિયરમાં 'રાજા' અને 'સિર્ફ તુમ' આ બે જ ફિલ્મો હિટ આપી છે. આ સિવાય તેની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈં ખાસ કમાલ બતાવી શકી નહતી.

  • સંજય કપૂરને તેના ભાઈ અનિલ કપૂર જેવું સ્ટારડમ નથી મળ્યું
  • સંજય કપૂરે આખી કારકિર્દીમાં માત્ર બે હિટ ફિલ્મો આપી 
  • ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી હતી 

અનિલ કપૂરે બોલિવૂડ પર ઘણા દાયકાઓ સુધી રાજ કર્યું ત્યારે તેમના ભાઈ સંજય કપૂરે પણ તેમના ભાઈની જેમ ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. જો કે સંજય કપૂરને તેના ભાઈ અનિલ કપૂર જેવું સ્ટારડમ નથી મળ્યું, પરંતુ તેણે બોલિવૂડને ઘણી યાદગાર ફિલ્મો આપી. આજે એટલે કે 17મી ઓક્ટોબરે સંજય કપૂર પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 1965માં જન્મેલા એક્ટર સંજય કપૂરને બોલિવૂડની હિટ ફિલ્મ 'રાજા' માટે યાદ કરવામાં આવે છે.  

સંજય કપૂર અને તબુએ બોલીવૂડમાં સાથે ડેબ્યૂ કર્યું હતું 
ફિલ્મ 'પ્રેમ' વર્ષ 1995માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મથી બોલિવૂડમાં બે નવા કલાકારોએ પ્રવેશ કર્યો હતો. બંને કલાકારોના શાનદાર અભિનય છતાં ફિલ્મ 'પ્રેમ' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ ફિલ્મથી બોલિવૂડના બે શ્રેષ્ઠ કલાકારો સંજય કપૂર અને તબુએ બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 

માધુરી દીક્ષિત સાથેની ફિલ્મ 'રાજા' રહી સુપરહિટ 
ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થયા બાદ સંજય કપૂરની બીજી ફિલ્મ પણ એ જ વર્ષે આવી હતી. અભિનેતાની બીજી ફિલ્મ 'રાજા' હતી જેમાં તે માધુરી દીક્ષિત સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને આ ફિલ્મના ગીતોએ પણ બજારમાં ઘણી ધૂમ મચાવી હતી, પરંતુ 'રાજા'ની સફળતાનો મોટાભાગનો શ્રેય માધુરી દીક્ષિતના નામે રહ્યો હતો.

બીજી સફળ ફિલ્મ વર્ષ 1999માં આપી 
આ પછી સંજય કપૂર ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો, પરંતુ તેની બીજી હિટ ફિલ્મ માટે તેને 4 વર્ષનો લાંબો સમય રાહ જોવી પડી હતી. અભિનેતાને તેની બીજી સફળ ફિલ્મ વર્ષ 1999માં મળી. 1999માં રિલીઝ થયેલી ફિલ્મ 'સિર્ફ તુમ'ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી અને આ વખતે અભિનેતા નવોદિત અભિનેત્રી પ્રિયા ગિલ સાથે જોવા મળ્યો હતો. બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ જોરદાર હતી અને ફિલ્મે પણ ઘણી કમાણી કરી હતી.

ઘણી ફિલ્મોની ઓફર ઠુકરાવી
સંજય કપૂરે આખી કારકિર્દીમાં 'રાજા' અને 'સિર્ફ તુમ' આ બે જ ફિલ્મો હિટ આપી છે. આ સિવાય તેની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈં ખાસ કમાલ બતાવી શકી નહતી. સંજય કપૂરની કારકિર્દી ડૂબવા પાછળનું એક કારણ એ પણ છે કે તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને નકારી કાઢી હતી.

'તેરે નામ' માટે સંજય કપૂર પહેલી પસંદ હતા
આવીજ એક ફિલ્મ હતી સલમાન ખાન અને ભૂમિકા ચાવલાની 'તેરે નામ'. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સતીશ કૌશિક પહેલા અનુરાગ કશ્યપ આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા હતા અને તે સમયે સલમાન ખાન પહેલા સંજય કપૂરને 'તેરે નામ' ઑફર કરવામાં આવી હતી. જો કે, અભિનેતાએ આ ફિલ્મને નકારી કાઢી હતી અને પછી બોલિવૂડમાં તેની કારકિર્દી ડૂબતી રહી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ