બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan opens up on bollywood and south film collection

અભિનેતાની વેદના / સાઉથની ફિલ્મો કરોડો કમાઈ રહી છે, ખબર નહીં અમારી ત્યાં કેમ નથી ચાલતી: સલમાન ખાનનું દર્દ છલકાયું

Premal

Last Updated: 11:30 AM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથની ફિલ્મો જેવી કે કેજીએફ, પુષ્પા, બાહુબલી અને સાહોએ હિન્દી બેલ્ટમાં સારી કમાણી કરી છે. હિન્દી ફિલ્મો જ્યારે સાઉથ બેલ્ટમાં રીલીઝ થાય છે તો તેનુ પર્ફોમન્સ સારું હોતુ નથી. આ કહેવુ છે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનનુ. સલમાને સોમવારે IIFA દ્વારા આયોજીત પત્રકાર પરિષદમાં સાઉથ અને હિન્દી ફિલ્મોના પર્ફોમન્સ અંગે વાત કહી.

  • કેજીએફ, પુષ્પા, બાહુબલી અને સાહોએ હિન્દી બેલ્ટમાં સારી કમાણી કરી
  • સલમાને પત્રકાર પરિષદમાં સાઉથ અને હિન્દી ફિલ્મોના પર્ફોમન્સ અંગે વાત કહી
  • હિન્દી ફિલ્મો જ્યારે સાઉથ બેલ્ટમાં રીલીઝ થાય છે તો પર્ફોમન્સ સારું હોતુ નથી

સલમાન ફિલ્મ ગૉડફાધરમાં મહત્વનો રોલ નિભાવી રહ્યાં છે

મહત્વનું છે કે સલમાન સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ગૉડફાધરમાં એક મહત્વનો રોલ નિભાવી રહ્યાં છે. સલમાને કહ્યું કે હું ચિરૂને લાંબા સમયથી ઓળખુ છુ અને તેઓ મારા સારા મિત્ર છે. તેનો પુત્ર રામચરણ પણ મારા મિત્ર છે. તેમણે હાલમાં RRRમાં સારું કામ કર્યુ છે. મેં તેમના બર્થ-ડે પર તેમને આ સફળતાની શુભેચ્છા પણ આપી. સારું લાગે છે જ્યારે સાઉથ ઈન્ડસ્ટ્રીના કલાકાર કામ કરે છે, પરંતુ હું હેરાન છુ કે મારી ફિલ્મો સાઉથમાં સારું પરિણામ કેમ મેળવી શકતી નથી. જ્યારે તેની ફિલ્મો અહીં કરોડો રૂપિયા કમાય છે. 

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ હંમેશા વીરતા પર ભરોસો કર્યો: સલમાન ખાન

સલમાન ખાને આ દરમ્યાન શૌર્યવાળી ફિલ્મો બનાવવા પર ભાર આપ્યો છે. સલમાને કહ્યું કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ હંમેશા વીરતા પર ભરોસો કર્યો છે. સાઉથ અને બોલીવુડ બંને ઈન્ડસ્ટ્રી ક્યારેય વીરતા પર વિશ્વાસ કરતી નથી. જ્યારે તમે થિયેટરમાંથી બહાર આવો છો તો તમારી પાસે એક હીરો હોય છે. પરંતુ બોલીવુડમાં અમુક પસંદગી કરેલી ફિલ્મો વીરતા પર બની રહી છે. આપણે એક વખત ફરીથી વીરતાવાળી ફિલ્મો બનાવવાની શરૂઆત કરવી પડશે. 

અમારી પાસે વીરતાનો કોન્સેપ્ટ પહેલાથી છે

સલમાને વધુમાં કહ્યું, વીરતાનો કોન્સેપ્ટ અમારી પાસે સલીમ-જાવેદના સમયથી હતો. પરંતુ હવે સાઉથના નિર્માતા તેને નેકસ્ટ લેવલ પર લઇ જઇ રહ્યાં છે. સાઉથમાં ફોલોઅર્સ વધારે છે અને હવે હું પણ સાઉથના સુપરસ્ટાર ચિરૂ એટલેકે ચિરંજીવીની સાથે કામ કરી રહ્યો છુ. તેની પાસે ફિલ્મોની એક અલગ સ્ટાઈલ છે. દબંગ સીરીઝ જોઈએ તો પવન કલ્યાણે તેને તેલુગુમાં બનાવી છે. આ પ્રકારની વધુ ફિલ્મો બનવી જોઈએ. સલમાને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લેખક અને ડાયરેકટરને તેની દૂરંદેશીતા માટે શુભેચ્છા આપતા કહ્યું, આશા છે કે સાઉથ ફિલ્મોને હિન્દીમાં બનાવવાના બદલે આ ટ્રેન્ડ પલટાઈ જાય. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ