બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan given Y+ category security, Anupam Kher-Fadnavis' wife's security also increased

ભાઈજાનને કોનાથી ખતરો? / સલમાન ખાનને અપાઈ Y+ કેટેગરીની સુરક્ષા, અનુપમ ખેર-ફડણવીસની પત્નીની સિક્યુરિટીમાં પણ વધારો

Megha

Last Updated: 09:05 AM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનની સુરક્ષા વધારીને Y+ કેટેગરી વાળી કરી છે. સાથે જ અનુપમ ખેર, ઉદ્યોગપતિ અજય પીરામલ અને આનંદ પીરામલ, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની ની સુરક્ષાને પણ Y+ કેટેગરીમાં અપગ્રેડ કરવામાં આવી છે.

  • મહારાષ્ટ્ર સરકારે સલમાન ખાનની સુરક્ષા વધારીને Y+ કેટેગરી વાળી કરી
  • અક્ષય કુમારને પણ મળશે X કેટેગરીની સુરક્ષા 
  • શિંદેના 41 ધારાસભ્યોને પણ Y પ્લસ કેટેગરીની સુરક્ષા મળશે 

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા પછી બૉલીવુડમાં ઘણો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મુસેવાલા હત્યાના આરોપી લોરેન્સ બિશ્નાઈ ગેંગ તરફથી ઘણા બૉલીવુડના સિતારાઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે અને આ પગલે મહારાષ્ટ્ર સરકારે ભાઈ જાન 'સલમાન ખાન'ની સુરક્ષા વધારીને Y+ કેટેગરી વાળી કરી છે. સાથે જ ખતરાને ધ્યાનમાં રાખીને અભિનેતા અનુપમ ખેર, ઉદ્યોગપતિ અજય પીરામલ અને આનંદ પીરામલ, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસની સુરક્ષાને પણ Y+ કેટેગરીમાં અપગ્રેડ કરવામાં આવી છે. Y+ કેટેગરી નો અર્થ એ છે કે આ લોકોની સાથે બે સશસ્ત્ર વાળા કોન્સ્ટેબલો 24 કલાક તૈનાત રહેશે.

અક્ષય કુમારને X કેટેગરીની સુરક્ષા 
રાજ્યના ખુફિયા વિભાગ દ્વારા ત્યાંના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જીવને જોખમના મૂલ્યાંકન પછી તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ પર થી આ અલગ અલગ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી રહી છે. અભિનેતા અક્ષય કુમારને X કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે એટલે કે જ્યારે પણ તે ઘરની બહાર જશે ત્યારે તેની સુરક્ષામાં એક સશસ્ત્ર કોન્સ્ટેબલ તૈનાત રહેશે. 

શિંદેના 41 ધારાસભ્યોને પણ Y પ્લસ કેટેગરીની સુરક્ષા મળશે 
એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું મહારાષ્ટ્ર સરકારના સીએમ એકનાથ શિંદેના તમામ 41 ધારાસભ્યો અને 10 સાંસદોને નવી સરકારની રચનાના ત્રણ મહિના પછી  Y+ સુરક્ષા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ગુપ્તચર વિભાગ પાસેથી મળેલી માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

મહા વિકાસ અઘાડીના નેતાઓની ઘટી સુરક્ષા 
મહારાષ્ટ્ર સરકારે હાલમાં જ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળીશિવસેના, એનસીપી અને કોંગ્રેસના મહા વિકાસ અઘાડી ગઠબંધનના 25 નેતાઓનું સુરક્ષા કવચ હટાવી દીધું છે. જો કે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર અને તેમની પુત્રી અને બારામતી લોકસભા સાંસદ સુપ્રિયા સુલે સહિત તેમના પરિવાર માટે સુરક્ષા પણ એમ જ રાખવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ