બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Sale of liquor in Ahmedabad, 25 people caught drinking liquor in Surat, liquor container seized in Mehsana

દે દારૂ / મહેફિલ-એ-દારૂ! સુરતમાં મદીરાની મોજ માણતી 6 મહિલાઓ સહિત 25 ઝડપાયા, અન્ય 2 શહેરોમાં દારૂનો વેપલો

Vishnu

Last Updated: 04:42 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં દેશી દારૂની મહેફિલ તો સુરતમાં નામચીન 25 લોકો દારૂ ઢીચતાં પકડાયા, મહેસાણામાં પેટીઓની પેટીઓ ઝબ્બે

  • અમદાવાદમાં ખુલ્લેઆમ થઇ રહ્યું છે દેશીદારૂનું વેચાણ
  • સુરતમાં  25 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા
  • મહેસાણામાં 728 પેટી વિદેશી દારૂ ઝબ્બે

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. દારૂના વેચાણનો વીડિયો વટવા GIDCનો હોવાનું અનુમાન છે. વીડિયોમાં દેશીદારૂની થેલી પાણીના પાઉચની જેમ વેચવામાં આવી રહી છે. અને આ વીડિયો બે દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે. જાગૃત નાગરિકો દારૂના વેચાણનો વીડિયો ઉતારી વાયરલ કર્યો. ત્યારે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં છે. અને ઉચ્ચ અધિકારીઓ તપાસના આદેશ આપી દીધા છે. જો કે સવાલો ઉઠી રહ્યા છે કે દારૂબંધી છે છતા કેમ નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે?. શું બુટલેગરોમાં પોલીસનો કોઇ ડર નથી?. શું આ છે રાજ્યની દારૂબંધી?. 

દારૂની મહેફિલ પર પલસાણા પોલીસના દરોડા 
તો અમદાવાદ બાદ સુરત પલસાણાના અવધ સાંગ્રીલામાં દારૂની મહેફિલ પર પલસાણા પોલીસના દરોડા પાડયા હતા. જેમાં નામચીન 25 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. જેમાં 6 મહિલાઑનો પણ સમાવેશ થાય છે. પોલીસે બાતમીને આધારે આ કાર્યવાહી હાથ ધરી રંગેહાથ ઝડપાવા એક ટીમ તૈયાર કરી હતી જે બાદ નબીરાઑને દારૂ ઢીચતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.હાલ પલસાણા પોલીસે તમામ 25  લોકો સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે તેમજ તપાસ પણ આરંભી છે.

નંદાસણ પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
ગુજરાતમાં દારૂની ધૂમ વેચાણ થવાના અનેક પુરાવા મળી રહ્યા છે દારૂબંધી માત્ર નામ પુરતી હોય તેવુ લાગી રહ્યું છે. એક જ દિવસમાં ત્રીજી વખત દારૂ ઝડપાવવાની ઘટનાથી ચકચાર મચ્યો છે અમદાવાદ સુરત બાદ મહેસાણાના નંદાસણ પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું,ગાંધીનગર RR સેલની નંદાસણ બ્રિજ પરથી કન્ટેનરમાંથી 728 પેટી વિદેશી દારૂ ઝડપી પાડી મોટી વેપલાને હાથો હાથ ઝડપી પાડ્યો છે. કન્ટેનરના ડ્રાઇવરની અટકાયત કરી તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે જેના તાર કોઈ મોટા બુટલેગર સુધી હોવાના સંકેત મળી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આ મામલે હવે પોલીસ તપાસમાં શું કાઠું છે.

દારૂબંધી છે છતા કેમ નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે?

  • શું બુટલેગરોમાં પોલીસનો કોઇ ડર નથી?
  • શું આ છે રાજ્યની દારૂબંધી?
  • પ્રતિબંધ છતા કેવી રીતે દારૂનું વેચાણ થઇ રહ્યું છે?
  • દેશી દારૂની હાટડીઓ કેમ ધમધમી રહી છે ?
  • બુટલેગરે કોની રહેમ નજર હેઠળ બેફામ બન્યા છે ?
  • દારૂબંધીના લીરા કેમ વારંવાર ઉડાડવામાં આવે છે ?
  • બેફામ બુટલેગરોને કોણ છાવરી રહ્યું છે ?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ