બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Salangpur Temple Controversy: From tilak to the text of books, several issues remain to be resolved

વિવાદ યથાવત! / સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્ર હટાવાયા: તિલકથી લઈને પુસ્તકોના લખાણ સુધી અનેક મુદ્દાઓ પર સમાધાન બાકી

Malay

Last Updated: 04:24 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતી આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત, બેઠકમાં તમામ મુદ્દા પર નથી કરાઈ વાત.

  • વિવાદિત ભીંતચિત્રો હટાવાયા 
  • હજુ પણ કેટલાક વિવાદ યથાવત 
  • સમાધાન ન થયાની સંતોની ફરિયાદ 
  • "તમામ મુદ્દા પર વાત નથી કરવામાં આવી"

Salangpur Temple Controversy News:  સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોને હટાવાયા છે. જોકે, સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે. સાળંગપુર મંદિરમાંથી માત્ર ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે. તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો જણાવી રહ્યા છે. 

સ્વામિનારાયણ સંપ્રદાયને લઇને હજુ પણ વિવાદ યથાવત 
આ મામલે ઋષિભારતી બાપુએ કહ્યું કે, આ કાયમી સોલ્યુસન નથી, સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્રો જ હટાવાયા છે. અમારા 11 મુદ્દામાંથી એક મુદ્દા પર જ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડવાના પ્રયાસો થયા છે, તે ભાગ હંમેશા દૂર થાય એ અમારી માંગણી છે. એટલા માટે સનાતન ધર્મના તમામ સાધુ-સંતોનું સ્ટેન્ડ યથાવત છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય મંદિરોમાં જ્યાં પણ દેવી-દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ થયો છે એવા ભીંતચિત્રો  કે એવી મૂર્તિઓ પણ દૂર કરવી જોઈએ. 

"મૂર્તિ પરથી તિલકને દૂર કરવા ઘડાશે રણનીતિ"
તેઓએ જણાવ્યું છે, ગઈકાલે શિવાનંદ આશ્રમમાં યોજાયેલી બેઠકમાં તમામ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. સ્વામિનારાયણ મંદિરમાં સનાતન ધર્મના દેવી-દેવતાને નીચા દેખાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આજે લીંબડી ખાતે સાધુ-સંતોનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. હનુમાનજીની મૂર્તિ પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક યથાવત છે. મૂર્તિ પરથી સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકને દૂર કરવા માટે આજના સંમેલનમાં રણનીતિ ઘડવામાં આવશે.

લીંબડીમાં સાધુ-સંતોનું મહાસંમેલન યોજાશે 
સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજી મહારાજની ભવ્ય પ્રતિમાની નીચે કણપીઠમાં કંડારવામાં આવેલા ભીંતચિત્રો દૂર કરાયા બાદ હવે આજના સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

શું છે સાધુ-સંતોની માંગ?
- હનુમાનજીની મૂર્તિ પર લાગેલ સ્વામિનારાયણ તિલક હટાવવામાં આવે. 
- હનુમાન દાદા અને સનાતન ધર્મનાં દેવી-દેવતાનું અપમાન કરી ભક્તોની લાગણી દુભાવવામાં આવી છે, જેની સરકારે નોંધ લઈને સ્વામિનારાયણ સંપ્રદાયને દિશા સૂચન આપવામાં આવે.
- ભારત સરકાર દ્વારા સનાતન ધર્મના પુસ્તકોમાં ફેરફાર કરનારા સામે કડક કાર્યવાહી થાય એવો કાયદો સંસદમાં પસાર કરવામાં આવે.
- સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો સહજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટ દેવ માનતા હોય છે. સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ સનાતન ધર્મનાં દેવી-દેવતાઓનું સ્થાપન કરવું નહીં.
- સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-ભક્તોએ કોઈપણ સનાતન ધર્મનાં દેવી-દેવતાઓનાં નામ લેવાં નહીં.
- સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મનાં શાસ્ત્રો, જેવા કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પઠન, રામચરિત માનસ અને યજ્ઞ કર્મકાંડ ન કરવું.
- સ્વામિનારાયણ સંપ્રદાયનાં શાસ્ત્રોમાં જ્યાં પણ સનાતન ધર્મનાં હિન્દુ દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયત્ન થાય એ ભાગને કાયમી દૂર કરવામાં આવે.
- સનાતન ધર્મની કોઈપણ સંસ્થામાં સ્વામિનારાયણના સંતો હોદ્દા પર હોય તો તેમનાં તાત્કાલિક રાજીનામાં લેવાં.
- સનાતન ધર્મની કોઈપણ પરંપરા માતાજી કે સાધ્વી બહેનોને સ્ટેજ જ પરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન કરવું.
- સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણના સંતો સાચા છે, એવું સનાતન ધર્મની લાઈન ભૂસીને પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ કરવામાં આવે નહીં.
- સમગ્ર ભારતમાં સંત સમાજ દ્વારા અને સનાતન ધર્મના નિવૃત્ત નાગરિકો દ્વારા ઉચ્ચ ન્યાય આપવો
- સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજો કરેલો હોય એ જગ્યા ખાલી કરી સરકારને પરત કરવી


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ