બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ગુજરાત / ભારત / અમદાવાદ / Sabarmati Express collides with goods train in Ajmer

દુર્ઘટના / VIDEO: અજમેરમાં સાબરમતી એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર, એક જ ટ્રેક પર બંને ટ્રેન આવવાથી સર્જાઈ દુર્ઘટના

Vishal Khamar

Last Updated: 08:43 AM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના અજમેરમાં સાબરમતી એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આ પછી સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી અને અનેક કોચને નુકસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બંને ટ્રેન એક જ ટ્રેક પર આવી હતી જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. ઘટના બાદ રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને ટ્રેનમાંથી બહાર કાઢ્યા અને રવાના કર્યા.

રાજસ્થાનના અજમેરમાં ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદ અફરા-તફરી મચી ગઈ હતી. અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે સાબરમતી-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે આ અથડામણ થઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે સાબરમતી આગ્રા કેન્ટ સુપર ફાસ્ટ એક્સપ્રેસના એન્જિન સહિત 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્માત રાત્રે લગભગ 1:10 વાગ્યે મદાર સ્ટેશન નજીક બન્યો હતો જ્યારે ગુડ્સ ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન એક જ ટ્રેક પર આવી હતી. 

 

આ પછી ટ્રેનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી પરંતુ સાબરમતી એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી.અકસ્માત સમયે ટ્રેનમાં હજારો મુસાફરો હાજર હતા. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પાટાથી ઘણી દૂર પહોંચી ગઈ હતી અને ઈલેક્ટ્રીક લાઈનના પોલને પણ સંપૂર્ણ નુકસાન થયું હતું. દુર્ઘટનાના લાંબા સમય બાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

આ અકસ્માત મોડી રાત્રે થયો હતો

ઘટના પછી જ્યારે મુસાફરો સાથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે ટ્રેન અજમેર રેલવે સ્ટેશનથી લગભગ 12:55 વાગ્યે નીકળી હતી અને થોડા કિલોમીટરની મુસાફરી કર્યા પછી અકસ્માત થયો હતો. અકસ્માત સમયે ટ્રેનમાં બેઠેલા લોકોને જોરદાર આંચકો લાગ્યો હતો અને સીટ પર સૂઈ રહેલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સીટ પરથી નીચે પડી ગયા હતા. દુર્ઘટના બાદ મુસાફરોએ પણ રેલવે અધિકારીઓના સ્થળ પર મોડા આવવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.


અકસ્માત બાદ મુસાફરો પગપાળા શહેર તરફ રવાના થયા હતા. આ પછી, ટ્રેનની નજીક હાજર મુસાફરોને લગભગ 3:16 વાગ્યે ટ્રેનના સુરક્ષિત કોચમાં બેસાડવામાં આવ્યા હતા અને તેમને અજમેર જંકશન મોકલવામાં આવ્યા હતા.

વધુ વાંચોઃ હાર-જીત છોડો! PM મોદીએ મંત્રીઓને 5 વર્ષનો રોડમેપ તૈયાર કરવા કર્યા આદેશ, માગ્યો પ્લાન

ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીએ જણાવ્યું કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેક સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એડીઆરએમ બલદેવ રામે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવવાને કારણે આ અકસ્માત થયો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ