બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / running ac at 16 degrees you have to face higher electricity bill

તમારા કામનું / AC એકદમ FULL કરીને રહેતા હોવ તો આટલું જાણી લેજો! પૈસા પણ બચશે અને વર્ષોવર્ષ સુધી ચાલશે AC

Bijal Vyas

Last Updated: 06:20 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં લોકો બહારથી આવ્યા પછી તરત જ ઠંડક મેળવવા માટે 16 ડિગ્રીના સૌથી નીચા તાપમાને એસી ચાલુ કરે છે. આમ કરવાથી તમને થોડી ઠંડક મળે છે, સાથે વીજળીનું બિલ પણ આવે છે

  • રૂમમાં બેઠેલા લોકો માટે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી યોગ્ય છે
  • ACના ટ્રેમ્પ્રેચરને 1 ડિગ્રી વધારવાથી 3થી 4 ટકા વીજળીની કપાત થઇ શકે છે
  • સતત મોડા સુધી એસીનો ઉપયોગ ના કરો

ઉનાળામાં લોકો બહારથી આવ્યા પછી તરત જ ઠંડક મેળવવા માટે 16 ડિગ્રીના સૌથી નીચા તાપમાને એસી ચાલુ કરે છે. આમ કરવાથી તમને થોડી ઠંડક મળે છે, પરંતુ આમ કરવાથી તમારા ખિસ્સા પર પણ ભારે પડી જાય છે. ખરેખર, આ આદત બિલકુલ ખોટી છે. જેના કારણે વીજળીનું બિલ પણ વધુ આવે છે અને રૂમમાં બેઠેલા લોકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.

હવે તમારા મનમાં પણ આ સવાલ ઉઠતો હશે કે એસીને ક્યા તાપમાન પર ચલાવુ યોગ્ય છે અને ક્યા તાપમાન પર ચલાવા પર વીજળીની બચત કરી શકાય છે. તો આવો જાણીએ...

લૉકડાઉનને કારણે તમને વીજ બિલ નથી મળ્યું? તો આટલું જાણી લેજો નહીંતર પરેશાની  થશે | how to pay online electricity bill

કેટલુ હોવુ જોઇએ ACનું ઓછામાં ઓછું તાપમાન
એક એજન્સીના રિપોર્ટ અનુસાર, રૂમમાં બેઠેલા લોકો માટે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી યોગ્ય છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડતી નથી અને વીજળીના બિલમાં પણ બચત થાય છે. જ્યારે તમે લાંબા સમય સુધી 16 અથવા 18 ડિગ્રી તાપમાન પર AC ચલાવો છો ત્યારે AC હવા તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. એજન્સીએ ભારત સરકારને વિનંતી કરી છે કે, એસી બનાવતી તમામ કંપનીઓને આવા એર કંડિશનર બનાવવા માટે સૂચનાઓ જાહેર કરો જેનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી હોય.

શું 16 ડિગ્રીમાં ઝડપથી થાય છે કુલિંગ 
ઘણા લોકો માને છે કે, AC 16 ડિગ્રીમાં ઝડપી ઠંડક આપે છે. પરંતુ આ વિચાર સંપૂર્ણપણે યોગ્ય નથી. જો તમે ACને 16 ડિગ્રી પર ચલાવો છો તો તમને ચોક્કસપણે થોડી સારી ઠંડકનો અનુભવ થશે પરંતુ તે સારા કરતાં વધુ નુકસાન કરે છે. જો AC 24 થી 27 ડિગ્રીમાં પણ ચલાવવામાં આવે તો તે જ સમયે રૂમને ઠંડક આપશે. જો તમે 16 અથવા 18 ડિગ્રીમાં ચલાવો છો, તો કોમ્પ્રેસર ઓવરલોડ થઈ જાય છે અને વધુ પાવર વાપરે છે.

Topic | VTV Gujarati

આ રીતે કરો ACનો ઉપયોગ…
1- એસીને 16 કે 18 ડિગ્રી પર સેટ કરવાના બદલે  24 કે 26 ડિગ્રી પર સેટ કરો.

2- આમ કરવાથી તમે વીજળી બિલમાં 25થી 35 ટકા કપાત કરી શકો છો, તે સાથે જ આ પર્યાવરણના હિસાબે પણ સારુ રહેશે. 

3- ACના ટ્રેમ્પ્રેચરને 1 ડિગ્રી વધારવાથી 3થી 4 ટકા વીજળીની કપાત થઇ શકે છે. 

4- સતત મોડા સુધી એસીનો ઉપયોગ ના કરો. જરુર ન હોય તો એસીને બંધ રાખો. 

5- એસી વાળા રુમમાં સારી રીતે ઇન્સુલેશન કરાવો જેથી ઠંડી હવા બહાર સુધી જઇ ના શકે, અને ઠંડક સારી રીતે થાય. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ