બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Rumors of Sharad Pawar's meeting with Home Minister Shah heat up Maharashtra politics

નવા જૂનીના એંધાણ / ગૃહમંત્રી શાહ સાથે આ દિગ્ગજ નેતાની મીટિંગની અફવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, આખી પાર્ટી તૂટવાની વાતો ફેલાઈ

Megha

Last Updated: 01:27 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજિત પવાર અમિત શાહને મળવા દિલ્હી ગયા હતા આ સમાચારથી મહારાષ્ટ્રમાં ફરી રાજકારણ ગરમાયું હતું. ચર્ચા ચાલી રહી હતી કે જેમ શિંદેએ આખી શિવસેના તોડી એમ હવે NCP પણ તૂટશે.

  • અહેવાલ મુજબ અજિત પવાર અમિત શાહને મળવા દિલ્હી ગયા હતા
  • શિંદેએ આખી શિવસેના તોડી એમ હવે NCP પણ તૂટશે?
  • 11 એપ્રિલે ઉદ્ધવ ઠાકરે શરદ પવારને મળવા પહોંચ્યા હતા 

શું શરદ પવારને મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરે જેવો આંચકો મળશે અને પાર્ટીમાં મોટો બળવો થશે? જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચા મહારાષ્ટ્રમાં જોરશોરથી ચાલી રહી છે અને એવા અનેક અહેવાલ સામે આવ્યા હતા કે વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવાર ભૂતકાળમાં દિલ્હી ગયા હતા અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ સાથે જ સૂત્રોનું કહેવું છે કે અમિત શાહ રવિવારે મુંબઈ પહોંચ્યા ત્યારે તેમણે ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં NCPના જૂથને ભાજપમાં લઈ શકાય કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.જો કે અમિત શાહ મહારાષ્ટ્ર ભૂષણ સન્માન આપવા પહોંચ્યા હતા.રવિવારનો કાર્યક્રમ હોવા છતાં તેઓ શનિવારે સાંજે જ મુંબઈ આવી પંહોચ્યાં હતા. 

આવા અહેવાલો સામે આવાતની સાથે જ મહારાષ્ટ્રમાં ફરી રાજકારણ ગરમાયું હતું. ચર્ચા ચાલી રહી હતી કે જેમ શિંદેએ આખી શિવસેના તોડી એમ હવે NCP પણ તૂટશે. વાત એમ છે કે ઇંડિયન એક્સપ્રેસમાં દાવો છે કે 7 એપ્રિલે પણ અજીત પવાર ગુપ્ત મુલાકાત માટે દિલ્હી ગયા હતા તો બીજી તરફ 11 એપ્રિલે ઉદ્ધવ ઠાકરે શરદ પવારને મળવા પણ પહોંચ્યા. આવા અહેવાલો વચ્ચે પવારે ઉદ્ધવ ઠાકરને એવું આશ્વાસન આપ્યું હતું કે, 'અમે ભાજપ સાથે ક્યારેય જવાના નથી.' 

આમ છતાં આ અહેવાલ આગની જેમ ફેલાવવા લાગ્યા હતા. જો કે હવે દરેક અહેવાલ અને અફવાને શાંત કરતાં અજીત પવારે મીડિયા સામે આવીને સ્પષ્ટતા કરી હતી કે 'આ બધી વાતો ખોટી છે અને હું ક્યાંય જવાનો નથી. ' અજીત પાવરના આ નિવેદનથી મામલો થોડો ઠંડો પડ્યો હતો. આ સાથે જ ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય રાઉત પણ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, 'અજીત પવારે અમિત શાહ સાથે કોઈ મુલાકાત કરી નથી અને હવે એ ખુલાસો થઈ ગયો છે.' 

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે અને જો અહેવાલ મુજબ NCPમાં વિભાજન થાય તો 2024માં તેનો સીધો ફાયદો ભાજપને થશે.નોંધનીય છે કે શિવસેના પહેલેથી જ વેરવિખેર થઈ ગઈ છે અને કોંગ્રેસમાં કોંગ્રેસનું ખાસ અસ્તિત્વ નથી તો આ સિવાય મહાવિકાસ આઘાડીમાં ત્રીજા નંબરની પાર્ટી રહી છે. આવી સ્થિતિમાં જો એનસીપીમાં પણ ફાટ પડે તો ભાજપને મોટો ફાયદો થઈ શકે છે. આ વિશે વધુ ચર્ચા કરી તો શરદ પવાર હવે વૃદ્ધ થઈ ગયા છે અને તેમની પુત્રી સુપ્રિયા સુલે ક્યારેય જ નેતા રહી નથી. એવામાં અજિત પવાર એનસીપીના સંગઠનને સંભાળી રહ્યા છે અને સમગ્ર રાજ્યમાં તેમની પકડ ધરાવે છે, જો અજિત પવાર ભાજપ સાથે જોડાઈ તો શિવસેનાની જેમ NCP પણ તૂટી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ