rpi ramdas athawale statement on patidar reservation gujarat
રાજનીતિ /
'પાટીદારને OBCમાં સમાવવા જોઈએ' : ગુજરાત આવેલા કેન્દ્રીય મંત્રીનું સૂચક નિવેદન
Team VTV05:45 PM, 16 Jan 22
| Updated: 05:48 PM, 16 Jan 22
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ રણનીતિ બનાવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારમાં ભાજપની સહયોગી પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા(RPI)ના રામદાસ અઠાવલે ગુજરાતની મુલાકાતે છે.
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે નર્મદાના કેવડિયા ખાતે SOUની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેટલાક સૂચક નિવેદનો આપ્યા છે. અહીં તેમણે પાટીદાર અનામતને લઇને પણ નિવેદન આપ્યું છે. રામદાસ અઠાવલે પાટીદારને અનામત આપવાના સમર્થનમાં આવ્યા છે. અઠાવલેએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે, પાટીદારોનો OBCમાં સમાવેશ કરવામાં આવે. તેમણે કહ્યું કે, પાટીદારને OBCમાં સમાવવા જોઈએ. કોને OBCમાં લેવા અને કોને નહીં તેનો અધિકાર રાજ્ય સરકારને અપાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ ગુજરાત મુલાકાત સમયે પણ અઠાવલે દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ ખાતે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતનો પાટીદાર સમાજ પોતાને OBCમાં સામેલ કરવાની માંગ કરી રહ્યો છે. પાટીદાર સમાજની માંગનું તેમની પાર્ટી સમર્થન કરે છે. આ સાથે જ આઠવલેએ પાટીદાર સમાજની માંગને યોગ્ય ગણાવતા કહ્યું કે, જો કાયદામાં જરૂરી સંશોધન થાય તો પાટીદાર સમાજને OBCમાં સમાવી શકાય છે. આ માટે તેઓની પાર્ટી પાટીદાર સમાજની માંગને ટેકો આપી રહી છે.
પંજાબમાં અમરિંદર સિંહ અને ભાજપની ગઠબંધન સરકાર બનશેઃ અઠાવલે
અઠાવલેએ જણાવ્યું કે, આગામી સમયમાં 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૈકી 4 રાજ્યોમાં ભાજપ સત્તામાં આવશે. જ્યારે પંજાબમાં કોઈને પણ બહુમત નહીં મળે. પંજાબમાં અમરિંદર સિંહ અને ભાજપની ગઠબંધન સરકાર બનશે. જ્યારે ઉત્તરપ્રદેશમાં ભાજપ 300થી વધુ સીટો જીતશે. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીની સરકાર બનશે.
યુપીના પક્ષપલ્ટાથી કોઇ ફરક નહીં પડેઃ અઠાવલે
યુપીની ચૂંટણીને લઇને રામદાસ અઠાવલેએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ટિકિટ ન મળનાર લોકો પાર્ટી છોડી રહ્યા છે. પક્ષપલ્ટાથી પાર્ટીને કોઇ ફરક નહીં પડે. આગામી ચૂંટણી અમે બહુમતીથી જીતીશું.
गुजरात मधील केवडिया आताचे एकतानगर येथे नर्मदा नदीच्या साधू टापूवर भारताचे लोहपुरुष सरदार वल्लभभाई पटेल यांचा जगात सर्वात उंच पुतळा उभारण्याचे चांगले काम पंतप्रधान नरेंद्र मोदी यांनी केले आहे.तेथे आज भेट देऊन अभिवादन केले. pic.twitter.com/AIYqa0KCRb