બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / Politics / ભાવનગર / રાજકોટ / Rivaba and Poonambane's row over chappals reaches BJP high command, CR Patil's statement uproar

શિસ્ત નેવે / ચપ્પલ બાબતે રિવાબા અને પૂનમબેનનો ઝઘડો ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો, સી આર પાટીલના નિવેદનથી ખળભળાટ

Vishal Khamar

Last Updated: 04:41 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિસ્તતામાં માનનારા દેશનાં સૌથી મોટા પક્ષનાં જનપ્રતિનિધિઓ જાહેરમાં સામ સામી આવી જતા મામલો ગરમાયો હતો. સમગ્ર મામલો જામનગરમાં આખો દિવસ ચર્ચાનાં ચગડોળે ચડ્યો હતો. હવે સમગ્ર મામલો કમલમ ખાતે પહોંચતા મોવડી મંડળ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી છે.

  • જામનગરમાં ધારાસભ્ય- મેયર વચ્ચે તૂતૂ મેમે
  • પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલનુ નિવેદન 
  • હું માહિતી મેળવી રહ્યો છુઃ પાટીલ

સમગ્ર રાજ્યમાં ' મેરી મીટ્ટી, મેરા દેશ ' કાર્યક્રમની જીલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેરમાં 'મેરી મીટ્ટી, મેરા દેશ'  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને મેયર વચ્ચે મામલો બિચકતા ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. ત્યારે જાહેર કાર્યક્રમમાં ત્રણેય મહિલાઓ વચ્ચે તું...તું..મૈ...મૈ.. સર્જાતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જામનગરમાં કાર્યક્રમમાં થયેલ બોલાચાલીનો મામલો ગાંધીનગર કમલમ ખાતે પહોંચતા મોવડી મંડળ પોતાનાં સંપર્ક સૂત્રથી સમગ્ર મામલાની તપાસમાં લાગી ગયું હતું. 

May be an image of 7 people, temple and text that says "VTV ગુજરાતી VTVGUJARATI.COM મારે આત્મસન્માન માટે બોલવું પક્યું: રિવાબા જામનગરમાં જાહેરમાં બોલાચાલી મામલે MLA રિવાબા જાડેજાનો ખુલાસો, કહ્યું સાંસદ પનમ માડમે ચંપલ પહેરીને જ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, મેં ચંપલ ઉતારીને આપી. પછી એ જોરથી બોલ્યા કે PM-રાષ્ટ્રપતિ ચંપલ નથી ઉતારતા પણ અમુક ભાન વગરના લોકો ઓવરસ્માર્ટ થાય છે, પછી મારે ન છૂટકે બોલવું પડયું."

સમગ્ર મામલે પ્રદેશ સંગઠન સાથે વિમર્શ કરવામાં આવશેઃ સી.આર.પાટીલ

જામનગરમાં રિવાબા અને પૂનમ માડમ તેમજ મેયર વચ્ચેની તીખી બોલાચાલીની ઘટનાની પ્રદેશ અધ્યક્ષે નોંધ લીધી. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેસકોન્ફરન્સ યોજાઇ. જેમાં રિવાબા અને પૂનમ માડમની રકઝક વિશે તેમને પુછાતાં તેમણે જણાવ્યું કે સમગ્ર મામલે તેઓ માહિતી મેળવી રહ્યા છે. જે બાદ આ અંગે પ્રદેશ સંગઠન સાથે વિમર્શ કરવામાં આવશે. મહત્વનું છેકે ચપ્પલ ઉતારવા જેવી બાબતે સાંસદ પૂનમ માડમના નિવેદન બાદ રિવાબા જાડેજા સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન પર ગુસ્સે થયા હતા. જેનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પ્રદેશના રાજકારણમાં આ અંગે ચર્ચા શરૂ થઇ હતી.  

આ ઘટનાં વર્ચસ્વ સ્થાપિત કરવાની લડાઈ હોય તેવું લાગે છેઃ ર્ડા. મનિષ દોશી
જામનગરમાં ધારાસભ્ય-મેયર વચ્ચે થયેલ બોલાચાલી બાદ કોંગ્રેસનાં પ્રવક્તા ર્ડા. મનિષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જામનગરનાં જનપ્રતિનિધિ જનતાનો ભરોસો તોડી રહ્યા છે. જામનગરની ઘટનાં વર્ચસ્વ સ્થાપિત કરવાની લડાઈ હોય તેવું લાહે છે. જામનગરની જનતાનાં પ્રશ્નોની લડાઈ નથી લડતા. 

આ અમારો ભાજપનો પારિવારિક મામલો છેઃ મેયર
જામનગરમાં ધારાસભ્ય-મેયર વચ્ચે થયેલ બોલાચાલી મામલે મેયરને પૂછતા બીનાબેન કોઠારીએ આ બાબતે કહ્યું હતું કે, આ અમારો ભાજપનો પારિવારિક મામલો છે. હું આ અંગે કોઈ કોમેન્ટ નહી કરૂ. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ