બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / Rishi Sunak Uk Government granted 1. 25 Billion pound to tata steel, 3000 jobs were at risk

બિઝનેસ / ટાટાએ ઋષિ સુનક સરકાર સાથે કરી મોટી ડીલ, 1.25 બિલીયન પાઉન્ડનો થયો જબરો કરાર, બ્રિટનનાં હજારો લોકોને હાશકારો

Vaidehi

Last Updated: 08:06 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા સ્ટીલે ઋષિ સુનકની બ્રિટન સરકાર સાથે મોટો કરાર કર્યો છે. કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે બ્રિટન સરકારે ટાટા ગ્રુપને કરોડોની ગ્રાન્ટ મંજૂર કરી છે.

  • ટાટા ગ્રુપે ઋષિ સુનક સરકાર સાથે મોટો કરાર કર્યો
  • 1.25 અરબ પાઉન્ડ પર સંયુક્ત કરાર થયો
  • કાર્બન ઉત્સર્જન ઓછું કરવા લેવાયો નિર્ણય

ટાટા ગ્રુપ સમગ્ર વિશ્વમાં પોતાનો વેપાર ફેલાવી રહ્યું છે. ખાસ કરીને સ્ટીલ સેગમેન્ટમાં ટાટા ગ્રુપે બ્રિટનમાં પોતાનો મોટો બિઝનેસ બનાવી રાખ્યો છે. હવે ટાટા સ્ટીલે બ્રિટિશ સરકાર સાથે ઘણી મોટી ડીલ કરી છે. જ્યારે આ ડીલને લઈને બંને પાર્ટી વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે ટાટા સ્ટીલે આ પ્રોજેક્ટ માટે બ્રિટિશ સરકાર પાસેથી મોટી રકમ માંગી હતી. પરંતુ હવે 1.25 અરબ પાઉન્ડ પર સંયુક્ત કરાર થયો છે.

કાર્બન ઉત્સર્જન ઓછું કરવા અપાઈ ગ્રાન્ટ    
કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે બ્રિટનની ઋષિ સુનક સરકારે ટાટા સ્ટીલને 1.25 અરબ પાઉન્ડ ગ્રાન્ટનું એલાન કર્યું છે. બ્રિટિશ સરકારે ટાટા સ્ટીલનાં પ્લાંટથી કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે આ ગ્રાન્ટ આપી છે. કંપનીએ 15 સપ્ટેમ્બરનાં રોજ શેરબજારોમાં મોકલી એક નોટિફિકેશનમાં આ જાણકારી લખી હતી.

3000 નોકરીઓ જોખમમાં
ટાટા સ્ટીલનો આ પ્લાંટ સાઉથ વેલ્સનાં પોર્ટ ટેલબોટમાં સ્થિત છે. આ મુદા પર સહમતિને લઈને છેલ્લાં ઘણાં મહિનાઓથી બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી હતી. હવે જઈને બંને વચ્ચે સંયુક્ત કરાર થઈ શક્યો છે. જો આ કરાર ન થયો હોત તો આ પ્લાંટ બંધ પણ થઈ શકતો હોત. આ પ્લાંટ બંધ થવાને લીધે આશરે 3000 નોકરીઓ જોખમમાં મૂકાઈ શકતી હતી.

ગ્રાન્ટથી નવી જોબનાં રસ્તાઓ પણ ખૂલશે
આ કરાર પર ટાટા ગ્રુપનાં ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું કે બ્રિટન સરકારની સાથે થયેલ આ ડીલ સ્ટીલ ઈંડસ્ટ્રીનાં ભવિષ્યની સાથે-સાથે બ્રિટનની ઈંડસ્ટ્રિયલ વેલ્યૂ ચેન માટે પણ સકારાત્મક છે. આ પ્રસ્તાવિત રોકાણ હજારો લોકોની નોકરીઓ બચાવી રાખશે અને સાઉથ વેલ્સમાં ગ્રીન ટેકનોલોજી આધારિત ઈંડસ્ટ્રિયલ ઈકોસિસ્ટમનાં ગ્રોથ માટે પણ સારો મોકો આપશે.ટાટા સ્ટીલે જણાવ્યું કે હાલમાં પ્રોજેક્ટને લઈને તમામ માહિતી ભેગી કરવામાં આવી રહી છે. તમામ જરૂરી પરમિશન અને સર્ટિફિકેટ મળ્યાં બાદ આ પ્રોજેક્ટ 36 મહિનાની અંદર ચાલૂ કરવામાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ