બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / rise in covid cases in india after six days deaths and recovery rate today

હવે સાચવજો / જેનો ડર હતો એ જ થવા લાગ્યું, ભારતમાં ફરી વધ્યા કોરોના કેસ, જાણો દુનિયામાં કયા સ્થાન પર

Mayur

Last Updated: 11:30 AM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની બીજી લહેરની અસરો હજુ દેખાઈ રહી છે ત્યાં છ દિવસ બાદ ફરી કોરોનાના 40 હજાર કેસ સામે આવતા ભારતીયોની ચિંતામાં વધારો થયો છે.

ભારતને કોરોનાની બીજી લહેર દરમિયાન મોટો ફટકો પડ્યો હતો જેની અસરો હજુ જનજીવનથી લઈ અર્થતંત્ર સુધી દેખાઈ રહી છે. થોડા દિવસો માટે રાહત અનુભવ્યાં બાદ હવે ભારત માટે ફ્રી સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. છ દિવસ બાદ ફ્રી કોરોનાના 40 હજાર કેસ સામે આવ્યા હતા. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41,195 કેસ સામે આવ્યા છે  જે ચિતાનો વિષય છે. 

490 લોકોના મોત 
છેલ્લા 24 કલાકમાં દેશમાં 490 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા. અગાઉ છેલ્લે 5 ઓગસ્ટે 44,643 કેસ આવ્યા હતા. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 39,069 લોકો કોરોનાથી સાજા થયા હતા અને આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી દેશમાં  3 કરોડ 20 લાખ અને 77 હજાર લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 29 હજાર 669 લોકો અવસાન પામ્યા હતા. 

કેરળમાં નોંધાયા હતા સૌથી વધારે કેસ 
કેરળમાં બુધવારે કોવિડના 23,500 નવા કેસ સામે આવ્યા હતા. જેનાથી રાજ્યમાં સંક્રમણના આંકડા વધીને 36 લાખ 10 હજાર 193  થઈ ગયા હતા. કેરળમાં 116 લોકોના મોત થવાથી મૃતકોની સંખ્યા 18,120 થઈ ગઈ હતી. 

કર્ણાટકમાં ત્રીજી લહેર શરુ થઈ હોવાની શક્યતા 
રાજ્ય સરકાર દ્વારા આંકડામાં જણાવાયું કે રાજધાની બેંગ્લુરમાં છેલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા 242 બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી કે આગામી સમયમાં કોરોનાના કેસોની સંખ્યા હજુ પણ વધી શકે છે. કોરોનાની બીજી લહેર દરમિયાન નિષ્ણાંતો આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે ત્રીજી લહેર બાળકોને સૌથી વધારે પ્રભાવિત કરી શકે છે.

51,90,80,524 લોકોનું થયું રસીકરણ 

ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ 3,86,351 એક્ટિવ કેસ છે તો સાજા થવાનો દર  97.45% પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 3,12,20,981 લોકો કોરોનાથી મુક્ત થયાં છે. દેશમાં એક તરફ કોરોનાના કેસમાં વધ-ઘટ જોવા મળી રહી છે તો બીજી તરફ વેક્સિનેશન અભિયાન પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ગત 24 કલાકની વાત કરવામાં આવે તો 41,38,646 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં 51,90,80,524 લોકોનું રસીકરણ થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ