બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Relief news for housewives: Vegetable prices come down

અમદાવાદ / ગૃહિણીઓને રાહત તો ખેડૂતો માટે માઠા સમાચાર: શાકભાજીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો કોની કેટલી કિંમત

Malay

Last Updated: 12:17 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: તહેવારો દરમિયાન ઉચકાયેલા શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓને હાશકારો, ખેડૂતોને સારી આવકની આશા પર ફરી વળ્યું પાણી.

  • શાકભાજીના ભાવમાં 80 ટકા સુધીનો ઘટાડો 
  • ભાવ ઘટતા ખેડૂતોને નુકસાન થવાના આસાર 
  • શાકભાજીની મબલક આવકથી ભાવમાં ઘટાડો

Ahmedabad News: ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. તહેવારો દરમિયાન ઉચકાયેલા શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. માર્કેટમાં શાકભાજીની આવક થતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે ગૃહિણીઓને હાશકારો થયો છે. છેલ્લા ઘણા સમયથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા અને ગૃહિણીનું રસોઇનું બજેટ ખોરવાઇ ગયું હતું. પરંતુ શાકભાજીની આવક થતાં ભાવમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જેના પગલે ગૃહિણીઓને હવે રાહત થઇ છે. પહેલા એક કિલો ટામેટાનો ભાવ 100 રૂપિયા હતો, જે ભાવ હવે હોલસેલ માર્કેટમાં રૂ.7થી 10 સુધી પહોચ્યો છે. 

સુરતમાં શાકભાજીના પાકને નુકસાન થતા ભાવમાં ધરખમ વધારો, આ શહેરોમાં ગૃહિણીઓનું  બજેટ ખોરવાયું|Damage Vegetable Crops By cyclone In Surat, Prices  Skyrocketed, Housewives' Budget ...

ગૃહિણીઓને રાહત અને ખેડૂતો મુશ્કેલીમાં
માર્કેટમાં શાકભાજીની સારી આવક થતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે ગૃહિણીઓ ખુશ-ખુશ થઈ ગઈ છે, તો શાકભાજીના ભાવો એકાએક તળિયે બેસી જતાં ખેડૂતોને સારી આવકની આશા પર પાણી ફરી વળ્યું છે. જથ્થાબંધ બજારોમાં શાકભાજી વેચતા ખેડૂતોને પડતર કિંમત પણ નીકળતી નથી.

ગૃહિણીઓમાં ખુશીનો માહોલ... શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા, જાણો નવા ભાવ |  vegetable price down women happy

શાકભાજીના ભાવમાં 80 ટકા સુધીનો ઘટાડો 
હાલમાં શાકભાજીનો ભાવ હોલસેલ માર્કેટમાં 15થી 20 રૂપિયા સુધી પહોંચ્યો છે. ટામેટા પહેલા 100 રૂપિયા પ્રતિ કિલો હતા, હવે હોલસેલમાં 7થી 10 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. તો કારેલાનો ભાવ પહેલા 50 રૂપિયા કિલો હતો, હવે હોલસેલમાં 4થી 7 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. 

શાકભાજીના હોલસેલ ભાવ નીચે મુજબ છે 

શાકભાજી પહેલા હોલસેલ ભાવ અત્યારે હોલસેલ ભાવ
કારેલા 50 રૂપિયા 4થી 7 રૂપિયા
મરચા 50 રૂપિયા 10થી 15 રૂપિયા
કોબીજ 40 રૂપિયા 10થી 12 રૂપિયા
કોથમીર 80 રૂપિયા 12થી 15 રૂપિયા
રીંગણ 40 રૂપિયા 4થી 5 રૂપિયા
ગવાર 80 રૂપિયા 15થી 18 રૂપિયા
દૂધી 30 રૂપિયા 2થી 3 રૂપિયા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ