બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Rejecting the allegations against Rupani, MLA Govind Patel slammed Chipio and said, "Everything is in order in the land, sir. Congress is distracting."

રાજકોટ / રૂપાણી પરના આક્ષેપો ફગાવતા MLA ગોવિંદ પટેલે ચીપિયો પછાડી કહ્યું, જમીનમાં બધું નિયમ સર, કોંગ્રેસ ધ્યાન ભટકાવે છે

Mehul

Last Updated: 04:17 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિજય રૂપાણી સહિતના નેતાઓ પર જમીન કૌભાંડના કર્યા હતા આક્ષેપ.ધારાસભ્ય ગોવિંદ પટેલે કહ્યું જમીનની દરેક પ્રક્રિયા નિયમસર કરીને થઇ છે.

  • ધારાસભ્ય ગોવિંદ પટેલ વિજય રૂપાણીના સમર્થનમાં 
  • ગોવિંદ પટેલે લખ્યો પત્ર, કહ્યું બધું જ નિયમ સર છે.
  • કોંગ્રેસ નાગરિકોનું ધ્યાન અન્યત્ર ભટકાવી રહ્યો છે.

રાજકોટનાં જમીન કૌભાંડ મુદ્દે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ ફરીથી મેદાનમાં આવતા એક પત્ર લખ્યો છે. કોંગ્રેસે મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિજય રૂપાણી સહિતના નેતાઓ પર જમીન કૌભાંડના કર્યા હતા આક્ષેપ લગાવ્યા હતા. સહારા વાળી જમીનની દરેક પ્રક્રિયા નિયમસર કરીને થઇ છે. રાજકોટના પોલીસ કમિશનર મુદ્દે તોડકાંડની તપાસ આગળ વધી રહી છે ત્યારે જ કોંગ્રેસ લોકોનું ધ્યાન અન્યત્ર ખેંચવાનો પ્રયાસ કરી રહી છે.

 

 

શો હતો કોંગ્રેસનો આરોપ 

રાજકોટ રૂડામાં સમાવેશ આણંદપર, નવાગામ અને માલીયાસણના જુદા જુદા 20 સર્વે નંબરોની 111 એકર જમીનમાં 500 કરોડનું કૌભાંડ ભાજપના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મળતીયાઓના આગ્રહના કારણે આચરવામાં આવી હોવાનો સનસનીખેજ આરોપ પ્રદેશ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા તથા ઉપનેતા શૈલેષ પરમાર વગેરેએ કર્યો છે.

ગાંધીનગરમાં આજે કોંગ્રેસના વિપક્ષી નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડક સી.જે.ચાવડા સહિતના પ્રદેશ કોંગ્રેસ નેતાઓએ યોજેલી પત્રકાર પરિષદમાં એવો વિસ્ફોટ કર્યો હતો કે ભાજપના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં થયેલા કરોડોના કૌભાંડોની એક પછી એક પોલ ખુલવા લાગી છે. 

રાજકોટના આણંદપર, નવાગામ અને માલીયાસણના જુદા જુદા 20 સર્વે નંબરમાં 537240 વાર અર્થાત 111 એકર જમીનમાં 500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સહારા ગ્રુપની કંપની સહારા ઈન્ડીયા હોમ કોર્પોરેશન લખનઉ એ ટાઉનશીપ બાંધવા માટે ઉપરોક્ત સર્વેમાં જમીનો મેળવી હતી અને ટાઉનશીપ યોજના બનાવી હતી. સહારા સામે વિવિધ સ્કીમો અને પ્લોટીંગમાં ઉઘરાવાયેલા નાણા પરત અપાવવાના હતા છતાં સરકારે આ જમીન શ્રીસરકાર કરવાને બદલે સહારા ઈન્ડીયાની આ જમીનમાં ઝોન ફેરફારને મંજુરી આપી દીધી હતી. 500 કરોડના કૌભાંડમાં તેઓએ વિજય રૂપાણી અને શહેર ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજ સામે આંગળી ચીંધતા એમ કહ્યું હતું કે બંનેને આગ્રહના કારણે જ ઝોન ફેરફારની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ