બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Red alert declared in Saurashtra and Kutch coasts, 07 major updates of Cyclone Biporjoy
Vishal Khamar
Last Updated: 11:40 PM, 14 June 2023
બિપોરજોય વાવાઝોડાની અસરને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે નેશનલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરે એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં દરિયાકાંઠાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડાની અમદાવાદ શહેરમાં થનારી સંભવિત અસરને પગલે મ્યુનિસિપલ તંત્રના હેલ્થ-હોસ્પિટલ સહિતના તમામ વિભાગને એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યા છે.હેલ્થ વિભાગના તમામ કર્મીની રજા રદ કરાઈ છે. મ્યુનિ.સંચાલિત હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટરમાં તબીબી સ્ટાફને જરુરી દવાઓના જથ્થા સાથે સારવાર માટે સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ દર્શાવી છે.
ADVERTISEMENT
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. વાવાઝોડાનાં અસરગ્રસ્ત ગામોનાં સરપંચો સાથે વાતચીત કરી હતી. CM ડેસ્ક બોર્ડના માધ્યમથી કરી સરપંચ સાથે વાતચીત કરી હતી. દેવભૂમિ દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, કચ્છ જીલ્લાનાં ગામોનાં સરપંચ સાથે ચર્ચા કરી હતી. CM ડેસ્કબોર્ડ દ્વારા 164 ગામોનો કર્યો સંપર્ક હતો.
કચ્છમાં ટ્રેન, પ્લેન બાદ હવે એસ.ટી બસ સેવા પણ બંધ કરવામાં આવી છે. માંડવી, નખત્રાણા, લખપત, અબડાસામાં બસ સેવા બંધ કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કલેક્ટરએ વાવાઝોડાની અસરથી જાહેરનામું બહાર પાડ્યું છે. કચ્છના 4 તાલુકામાં એસ.ટી બસ સેવા બંધ કરાઇ છે.
#CycloneBiparjoyUpdate #Notification
— Collector & DM, Kachchh (@CollectorKutch) June 14, 2023
"બીપોરજોય" વાવાઝોડાને ધ્યાને લેતા આગમચેતીના ભાગરૂપે તા. ૧૫/૦૬/૨૩ થી તા. ૧૬/૦૬/૨૦૨૩ બપોરના ૧૨.૦૦ કલાક સુધી કચ્છ જીલ્લાના લખપત, નખત્રાણા, માંડવી તથા અબડાસા તાલુકામાં ST બસોનું આંતરિક પરિવહન બંધ કરવા બાબત.@CMOGuj @irushikeshpatel @prafulpbjp pic.twitter.com/REdaSDGYev
બિપોરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. બિપોરજોય વાવાઝોડું જખૌ નજીક હીટ કરે તેવી સંભાવના છે. વાવાઝોડું જખૌથી દૂર-હવામાન વિભાગ 260 કિમી છે. જખૌ પોર્ટ પાસે ટકરાઇ શકે છે બિપરજોય વાવાઝોડું. 15મી જૂને સાંજે જખૌ પોર્ટ આસપાસ બિપોરજોઈ ટકરાઇ શકે છે. વાવાઝોડું હાલ સ્થિર અવસ્થામાં છે.
અમરેલી - ખાંભામાં બીપોર જોય વાવાઝોડાની અસર વર્તાઈ છે. સતત વરસતા વરસાદ અને તેજ ગતિથી ફૂંકાતા પવનના કારણે મકાનની દીવાલ ધરાશાયી થઈ છે. ખાંભાના મહાદેવ પરામાં લાલભાઈ મનજીભાઈ ટાપનીયા નું મકાન પડી ગયું છે. ધૂંધવાના ગામે ભારે પવન અને વરસાદ થી ગોરધનભાઈ રાઠોડ ની દુકાનની દીવાલ પડી ગઇ છે. ખાંભાનાં ભગવતીપરામાં આવેલ પાચાભાઈ નારણભાઈ રાઠોડના મકાનની દીવાલ ધરાશાયી થઈ છે.
સોમનાથની સાપેક્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવનો અને વાવાઝોડાની વધુ અસરો થવાની સંભાવના છે. ત્યારે પ્રધાનમંત્રી ની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોની વાહરે આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના સતત માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા ખાતે વહીવટી તંત્રનો સંપર્ક કરીને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવેલ શરણાર્થી માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 5000 પેકેટ બુંદી અને ગાંઠીયા બનાવીને રવાના કરવામાં આવ્યા છે. જે જિલ્લા વહીવટી તંત્રને હસ્તગત કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.