બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ભારત / Rbi Extended Paytm App Deadline To 15 March Check

તમારા કામનું / Paytm એપ યુઝર્સ માટે મોટી રાહત! RBIએ લંબાવી ડેડલાઇન, જાણો નવી તારીખ

Priyakant

Last Updated: 11:20 AM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI On PayTM Latest News: Paytm એપનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ લાંબા સમયથી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, કારણ કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો હતો

  • RBIની કાર્યવાહી બાદ હવે Paytm એપ યુઝર્સ માટે મોટા સમાચાર 
  • RBI દ્વારા Paytm પર પ્રતિબંધની સમયમર્યાદા વધારાઈ 
  • Paytm પર પ્રતિબંધની સમયમર્યાદા 29 ફેબ્રુઆરીથી વધારીને 15 માર્ચ 2024 કરવામાં આવી

RBI On PayTM : Paytm એપ યુઝર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તમને બધાને ખબર જ હશે કે, તાજેતરમાં RBI એ Paytm એપ સામે નિયમોના ઉલ્લંઘનને લઈ કાર્યવાહી કરી છે. જોકે હવે આ મામલે Paytm એપ યુઝર્સને થોડીક રાહત મળી છે. વાત જાણે એમ છે કે, Paytm એપનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ લાંબા સમયથી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, કારણ કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના કારણે યુઝર્સ 29 ફેબ્રુઆરી 2024થી Paytm એપની મની ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ્સ, વોલેટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી જેવી ઘણી ટ્રાન્ઝેક્શન સેવાઓનો આનંદ લઈ શકશે નહીં. પરંતુ હવે RBI દ્વારા Paytm પર પ્રતિબંધની સમયમર્યાદા 29 ફેબ્રુઆરીથી વધારીને 15 માર્ચ 2024 કરવામાં આવી છે.

જાણો કેમ RBIએ ગ્રાહકોને વધારાનો સમય આપ્યો ? 
ભારતીય રિઝર્વ બેંક  દ્વારા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકનું કહેવું છે કે, ગ્રાહકને વધારાનો સમય આપવામાં આવી રહ્યો છે. જેથી તેઓ Paytm ને બદલે અન્ય વિકલ્પો પર શિફ્ટ થઈ શકે. ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે,15 માર્ચ પછી તે તમામ પ્રતિબંધો જે 29 ફેબ્રુઆરીથી લાગુ થવાના હતા તે અમલમાં આવશે.

15 માર્ચ પછી શું બદલાશે ? 

  • RBI અનુસાર 15 માર્ચ પછી Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા ફંડ ટ્રાન્સફર, BBPOU અને UPI સિવાયની કોઈપણ બેંકિંગ સેવાઓ ઓફર કરવામાં આવશે નહીં.
  • તમામ ખાતા અને વોલેટમાં હાજર રકમ ઉપાડવાની સુવિધા હશે. આમાં બચત બેંક ખાતા, ચાલુ ખાતા અને ફાસ્ટેગ, NCMCનો સમાવેશ થાય છે.
  • બેંક દ્વારા જાળવવામાં આવતી One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને પેટીએમ પેમેન્ટ સર્વિસીસના નોડલ એકાઉન્ટ 29 ફેબ્રુઆરી પહેલા બંધ કરવામાં આવશે.

વધુ વાંચો: 2 કરોડ લોકોને RBIની મોટી રાહત, પરંતુ PAYTM ફાસ્ટેગ યુઝર્સે કરવું પડશે આ કામ

નોંધનિય છે કે, RBI દ્વારા Paytm પેમેન્ટ બેંક પર ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આના કારણે Paytmને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ ગ્રાહકોને આનો માર સહન કરવો ન જોઈએ. આ માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા થોડી રાહત આપવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ