બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / paytm payments bank crisis rbi answers what will happen to paytm

એલર્ટ! / 2 કરોડ લોકોને RBIની મોટી રાહત, પરંતુ PAYTM ફાસ્ટેગ યુઝર્સે કરવું પડશે આ કામ

Arohi

Last Updated: 10:29 AM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paytm Payments Bank Crisis: પેટીએમ પેમેન્ટ્સ બેંકના ઉપર આવેલા સંકટની વચ્ચે તેના ફાસ્ટેગનો ઉપયોગ કરી રહેલા કરોડો લોકોને રિઝર્વ બેંકે થોડી રાહત આપી છે.

  • 2 કરોડ લોકોને આરબીઆઈએ આપી રાહત 
  • પેટીએમ ફાસ્ટેગ યુઝર્સે કરવું પડશે આ કામ 
  • RBIએ આપ્યા લોકોના સવાલોના જવાબ 

પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા સંકટની વચ્ચે રિઝર્વ બેંકે શુક્રવારે FAQ જાહેર કર્યું. FAQમાં રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકની વિવિધ સેવાઓને લઈને લોકોના મનમાં ઉઠી રહેલા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. તેની સાથે જ પેટીએમ ફાસ્ટેગનો ઉપયોગ કરી રહેલા કરોડો લોકોને પણ બધા સવાલોના જવાબ મળી ગયા. 

હકીકતે પેટીએમ ફાસ્ટેગને પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે. જેના ઉપર ગયા મહિને રિઝર્વ બેંકે કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંકે 31 જાન્યુઆરીએ એક્શન લેતા કહ્યું કે પેટીએમ પેમેન્ટ્સ બેંક કે વોલેટમાં 29 ફેબ્રુઆરી બાદ પૈસા એડ ન કરી શકાય. કારણ કે પેટીએમ ફાસ્ટેગ વોલેટથી લિંક થઈને કામ કરે છે. એવામાં 29 ફેબ્રુઆરી બાદ તેને રિચાર્જ કરવા પર પણ રોક લગાવવામાં આવી હતી. હવે રિઝર્વ બેંકે યુઝર્સને થોડી રાહત આપી છે અને તેમને થોડા દિવસનો વધારે સમય મળી ગયો છે. 

RBIએ કેટલી આપી રાહત? 
પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં પૈસા ક્રેડિટ કરવા કે ફાસ્ટેગને રિચાર્જ કરવા પર રોકની ડેડલાઈન હવે 29 ફેબ્રુઆરીથી વધારીને 15 માર્ચ કરી લીધી છે. એટલે કે પોટીએમ ફાસ્ટેગ યુઝર્સ 15 માર્ચ સુધી આજ રીતે પોતાના ફાસ્ટેગનો ઉપયોગ કરી શકો છો. જેમ તે હંમેશા કરાવતા આવ્યા છે. જોકે 15 માર્ચના બાદ વસ્તુઓ પહેલા જેવી નહીં રહે. 

15 માર્ચ બાદ કરી શકાશે ઉપયોગ? 
આરબીઆઈના એક્શન પહેલા લગભગ 2 કરોડ લોકો પેટીએમ ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા હતા. રિઝર્વ બેંકના એફએક્યૂના અનુસાર હવે આ યુઝર 15 માર્ચ બાદ પોતાના પેટીએમ ફાસ્ટેગને રિચાર્જ નહીં કરાવી શકે. જો તેમના ફાસ્ટેગમાં પહેલાથી પૈસા પડ્યા છે તો તે 15 માર્ચ બાદ પણ તે વધેલા પૈસાનો ઉપયોગ કરી શકે છે. રિઝર્વ બેંકની રોક ફાસ્ટેગના ઉપયોગ પર નથી પરંતુ તેને રિચાર્જ કરવા પર છે. 

ટ્રાન્સફર થશે પેટીએમ ફાસ્ટેગ બેલેન્સ? 
લોકોના મનમાં એક મોટો સવાલ એ હતો કે શું તે પોતાના પેટીએમ ફાસ્ટેગમાં પડેલુ બેલેન્સ બીજી બેંકના દ્વારા ઈશ્યૂ કરેલા ફાસ્ટેગમાં ટ્રાન્સફર કરી શકશે? તો રિઝર્વ બેંકે તેના પર કહ્યું છે કે એવું કરવું સંભવ નથી. આરબીઆઈ હાલ ફાસ્ટેગ પ્રોડક્ટમાં બેલેન્સ ટ્રાન્સફર કરવાની સુવિધા નથી આપતા. એવામાં યુઝર પોતાના પેટીએમ ફાસ્ટેગનું બેલેન્સ કોઈ બીજા ફાસ્ટેગમાં ટ્રાન્સફર નહીં કરી શકે.

વધુ વાંચો: NPS Account થઇ ગયું છે અનએક્ટિવ? તો તુરંત આ સ્ટેપ્સ ફૉલો કરો, એકાઉન્ટ શરૂ

આ રીતે બંધ કરો પેટીએમ ફાસ્ટેગ 

  • પેટીએમ એપમાં લોગઈન કરો. 
  • મેનેજ ફાસ્ટેગ ઓપ્શનમાં જાઓ. 
  • તમારા નંબરથી લિંક ફાસ્ટેગ જોવા મળશે. 
  • હવે બધાથી નીચે હેલ્પ એન્ડ સપોર્ટ ઓપ્શનમાં જાઓ.
  • ‘Need help with non-order related queries?’ પર ક્લિક કરો. 
  • ‘Queries related to updating FASTag profile’ ઓપ્શનને ખોલો. 
  • ‘I want to close my FASTag’ પર ક્લિક કરો. 
  • તેના બાદ જણાવેલા નવા નિર્દેશોનું પાલન કરો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ