બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / RBI Bulletin: Banks and financial institutions provided funds to the highest number of 82 projects in Gujarat

RBI બુલેટિન / બેન્કો અને નાણાકીય સંસ્થાઓને ગુજરાત પર વિશ્વાસ છે.! દેશમાં સૌથી વધુ 82 પ્રોજેક્ટ્સને ફંડ પૂરું પાડ્યું, આંકડા જોઈ થશે ગર્વ

Dinesh

Last Updated: 10:41 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI Bulletin: બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સ પર દર્શાવ્યો સૌથી વધુ વિશ્વાસ, છેલ્લા 10 વર્ષમાં પણ દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 692 વિકાસ પ્રોજેક્ટ્સને ફંડ મળ્યું

  • બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ ગુજરાતમાં રોકાણ કર્યું
  • ગુજરાતમાં સૌથી વધુ 82 પ્રોજેક્ટ્સ ને ફંડ પૂરું પાડ્યું
  •  દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 692 વિકાસ પ્રોજેક્ટ્સને મળ્યું ફંડ

RBI Bulletin: દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ ફરી એકવાર ભારતમાં મોસ્ટ ફેવરેટ ઇન્વેસ્ટમેંટ ડેસ્ટીનેશન તરીકેની ઓળખ ધરાવતાં ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સમાં તેમનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ હાલમાં બહાર પાડેલ તેના ઓગસ્ટ મહીનાના બુલેટિનમાં જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં દેશમાં સૌથી વધુ 82 વિકાસ પ્રોજેક્ટ્સને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવ્યું છે. આ કેટેગરીમાં 48 પ્રોજેક્ટ્સની સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને અને 45 પ્રોજેક્ટ્સની સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે. જો કે, બેન્કો/નાણાકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સના કુલ ખર્ચની વાત કરીએ, તો ગુજરાત 14 ટકાના હિસ્સા સાથે દેશમાં બીજા સ્થાને છે.

Tag | VTV Gujarati

વિકાસ પ્રોજેક્ટ્સ
આ ઉપરાંત, આરબીઆઈના આ બુલેટિન મુજબ છેલ્લા 10 વર્ષમાં અર્થાત 2013-14 થી 2022-23 ની વાત કરીએ, તો આ સમયગાળામાં પણ, દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓનો સૌથી વધુ વિશ્વાસ ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સ પર રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 692 વિકાસ પ્રોજેક્ટ્સને ફંડ મળ્યું છે, જે કોઈ પણ રાજ્યમાં ફંડ મેળવનારા વિકાસ પ્રોજેક્ટ્સની સંખ્યાના સંદર્ભમાં દેશમાં સૌથી વધુ છે.

લોનનો સમય અથવા EMIની રકમ વધારવાનો વિકલ્પ આપો', RBIએ બેંકોને લોનધારકોના હિત  જાળવવા આપ્યા મોટા નિર્દેશ I RBI new rule for all the banks: Instructed loan  landing firms to provide ...

આરબીઆઈ બુલેટિન
છેલ્લા 10 વર્ષમાં ગુજરાતને હંમેશા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યું છે. આ જ કારણ છે કે રાજ્ય સરકાર, આરબીઆઈના આ બુલેટિન રિપોર્ટમાં ઉલ્લેખિત વર્ષ 2022-23ના આ આંકડાઓ અને છેલ્લા 10 વર્ષની આ સિદ્ધિને ગુજરાતની રોકાણ અનુકૂળ પોલિસી, ઉદ્યોગ પ્રિય વાતાવરણ અને રાજ્યની સૌથી મોટી ઈન્વેસ્ટર સમિટ “વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ” ની સિદ્ધિની સાથે-સાથે તેને વડાપ્રધાન દ્વારા બતાવેલા માર્ગને અનુસરવાના પ્રતિફળ તરીકે પણ જોઈ રહી છે.

વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની દસમી શૃંખલાનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. આવા સમયે ગુજરાતે હાંસલ કરેલી આ સિદ્ધિ આગામી વાઇબ્રન્ટ સમિટ માટે મહત્વની તો છે જ, પરંતુ આ કાર્યક્રમની સફળતા માટે પણ આ આંકડાઓ ખૂબ જ ફાયદાકારક બની શકે છે. આપને જણાવી દઇએ કે, વાઇબ્રન્ટ ગુજરાત 2024ના આયોજનના માધ્યમથી ફરી એક વાર ગુજરાત મોટા પાયા પર રોકાણ અને વિકાસ પ્રોજેક્ટ્સને આકર્ષિત કરવાની તૈયારીમાં છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની આ રિપોર્ટ ચોક્કસપણે ગુજરાતમાં રોકાણ કરવા માટે રોકાણકારો માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ