બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / ravi ashwin ravindra jadeja pair overtook mcgrath gillespie ind vs wi

સિદ્ધી / અશ્વિન-જાડેજાની જોડીનો જલવો.! નામે કર્યો મોટો રેકોર્ડ, મેકગ્રા-ગિલેસ્પીને પણ પછાડ્યા, ચારેયકોર વાહવાહી

Kishor

Last Updated: 06:03 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પિન બોલર રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રા જેસન ગિલસપીને પછાડી સૌથી વધુ વિકેટ લેનારી જોડીની યાદીમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું છે.

  • રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજાના નામે વધુ એક રેકોર્ડ
  • જોડીએ સૌથી વધુ વિકેટ લેનારી જોડીની યાદીમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું
  • ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રા અને જેસન ગિલસપીને છોડી દીધા પાછળ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને સ્પિન બોલર રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજાના નામે વધુ એક રેકોર્ડ સ્થાપિત થયો છે. રવિ અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડીએ કાબીલેદાદ પ્રદર્શન કરી ટેસ્ટ મેચમાં કમાલ કર્યો છે. બનેએ ભારત માટે 486 વિકેટ ઝડપી છે. જેને લઈને રવિ અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડી સૌથી વધુ વિકેટ લેનારી જોડીની યાદીમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કરી લીધું છે. તેઓએ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રા જેસન ગિલસપીને પછાડી આ સિદ્ધિ હાંસલ કરી છે. 

ટેસ્ટ ફોર્મેટમાં 33મી વખત પાંચ વિકેટ લેવાનું રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝ સામેની ડોમેનિકા ટેસ્ટમાં રવિ અશ્વિને પાંચ વિકેટ ખેડવી હતી તો રવિન્દ્ર જાડેજા એ ત્રણ વિકેટ ઝડપી હતી. આ રીતે વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ ઈનિંગમાં રવિ અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડીએ જલવો બતાવી આઠ વિકેટ પોતાને નામ કરી હતી. જેને લઈને રવિ અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં 33મી વખત પાંચ વિકેટ લેવાનું રેકોર્ડ સર્જ્યો છે. સાથે જ આ ઓફ સ્પિનરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 700 વિકેટનો આંકડો પાર કર્યો છે.

મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને પણ સફળતા
નોંધનીય છે કે આ અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની જોડી ગ્લેન મેકેગ્રા અને જેસન ગલેસ્પિના નામે હતો. પરંતુ હવે તેમને પાછળ છોડી હવે રવિ અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડી આગળ નીકળી ગઈ છે અને રવિ અશ્વિન- રવિન્દ્ર જાડેજાની જોડીની તુફાની બોલિંગને કારણે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પર પ્રથમ દાવમાં માત્ર 150 રનમાં જ સમેટાઈ ગઈ હતી. બીજી બાજુ રવિ અશ્વિન અને રવિન્દ્ર જાડેજા ઉપરાંત મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને પણ એક એક વિકેટ ઝડપી લેવામાં સફળતા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ