બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / Ramdas Athavale's big statement amid political upheaval in Maharashtra

રાજનીતિ / '...તો હું પણ CM બનવા તૈયાર', મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 09:24 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ramdas Athawale News: એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી કહ્યું કે, આજકાલ દરેક વ્યક્તિ મુખ્યમંત્રી બનવાની રેસમાં છે. જોકે જો કોઈની પાસે બહુમતી હોય તો જ આ શક્ય

  • કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીનું મોટું નિવેદન
  • રામદાસ આઠવલે કહ્યું, તેઓ મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન બનવા ઇચ્છુક
  • આઠવલેએ NCPના વડા શરદ પવારને પણ NDAમાં જોડાવાની ઓફર કરી

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, તેમણે કહ્યું કે, તે  મુખ્યમંત્રી બનવા માંગે છે.  રામદાસ આઠવલે કહ્યું તેઓ મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન બનવા ઇચ્છુક છે. આઠવલેએ NCPના વડા શરદ પવારને પણ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં જોડાવાની ઓફર કરી હતી. 

રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રના સાંગલીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આજકાલ દરેક વ્યક્તિ મુખ્યમંત્રી બનવાની રેસમાં છે. જોકે જો કોઈની પાસે બહુમતી હોય તો જ આ શક્ય છે. તેમણે વધુમાં કહ્યું કે, કારણ કે આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. હું કહેવા માંગુ છું કે,  હું પણ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા રાખું છું.

હું મુખ્યમંત્રી બનવા તૈયાર છુ
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જો આવી કોઈ ચર્ચા ચાલશે તો હું ચોક્કસ મુખ્યમંત્રી બનવા તૈયાર છું. પરંતુ હાલમાં અમારી સરકાર સ્થિર છે અને એકનાથ શિંદે સારી રીતે કામ કરી રહ્યા છે. તે દિવસમાં 16 થી 18 કલાક કામ કરે છે. તેઓ એક કાર્યક્ષમ મુખ્યમંત્રી છે.

શરદ પવારે અમને રાજકારણ શીખવ્યું: રામદાસ આઠવલે
આઠવલેએ કહ્યું, શરદ પવારે અમને રાજકારણ શીખવ્યું. તેમના જેવા અનુભવી લોકોએ NDAમાં આવવું જોઈએ. જ્યોર્જ ફર્નાન્ડિસ અને નીતિશ કુમાર જેવા વિવિધ વિચારધારાના લોકો પણ NDAમાં આવ્યા હતા. તેથી પવાર સાહેબે આ પ્રસ્તાવ પર વિચાર કરવો જોઈએ. નોંધનીય છે કે, પવારના ભત્રીજા અને NCP નેતા અજિત પવારે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, તેઓ પણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનવાની ઈચ્છા ધરાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ