બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / Rajasthan Royals got off to a great start like last season and beat Hyderabad by 72 runs

IPL 2023 / બટલર-સૈમસને કરી પીટાઈ, ચહલે ચોંકાવ્યાં, રાજસ્થાન સામે હૈદરાબાદ હલાલ

Kishor

Last Updated: 10:24 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 માં આજે સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ ટીમે ગત સિઝનની જેમ જ શાનદાર શરૂઆત અને હૈદરાબાદને 72 રનથી હરાવ્યું હતું.

  • સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલા મેચમાં જ હારનો સામનો કર્યો
  • હૈદરાબાદના બોલરોને ઘરઆંગણે પ્રથમ બેટિંગ કરીને સનરાઈઝર્સએ હરાવ્યા
  • હૈદરાબાદની 72 રનથી હાર

સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલા મેચમાં જ હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદના બોલરોને તેમના ઘરઆંગણે પ્રથમ બેટિંગ કરીને હરાવ્યા હતા. સંજુ સેમસનની રાજસ્થાન ટીમે ગત સિઝનની જેમ જ શાનદાર શરૂઆત કરી હતી અને હૈદરાબાદને 72 રનથી હરાવ્યું હતું.

રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ સિઝનની પ્રથમ મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોની કારી ફાવી ન હતી.જે મેદાન પર થોડીવાર પહેલા જોસ બટલર, સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલે હૈદરાબાદના બોલરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. તેના જવાબમાં હૈદરાબાદની બેટિંગ ગલી ક્રિકેટ જેવી જોવા મળી હતી. આ ટીમ માટે 100 રન બનાવવો પણ મુશ્કેલ લાગતા હતા. જો ઉમરાન મલિક અને અબ્દુલ સમદે છેલ્લી બે ઓવરમાં 36 રન ન ઉમેર્યા હોત તો તેની ખારાબ રીતે હાર થઈ હોત!

જોરદાર રન લૂંટી 204 રનનો ટાર્ગેટ આપ્યો

રાજસ્થાનના બેટ્સમેનોએ જોરદાર રન લૂંટી 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે રનનો ખડકલો કરવો ખૂબ મુશ્કેલ હોવાથી હૈદરાબાદ પણ જોરદાર બેટિંગ કરશે તેવી ચાહકોને આશા હતી. પરંતુ પહેલી જ ઓવરમાં તૂટી ગઈ હતી. કારણ કે જ્યારે અનુભવી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટએ પ્રથમ અભિષેક શર્મા (0) અને રાહુલ ત્રિપાઠી (0)ને પછાડી દીધા. એટલે કે માત્ર 2 રનમાં બે વિકેટ પડી ગઈ હતી. બાદમાં આ ઝટકો ક્યારેય ભરપાઈ થયો ન હતો.


હૈદરાબાદે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બ્રુક પર 13.25 કરોડ રૂપિયા ખર્ચ્યા 

હૈદરાબાદે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બ્રુક પર 13.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પરંતુ IPLએ મોટા ચાહકોની ધૂળ ચાટવી છે. આવી સ્થિતિમાં, બ્રુકની પ્રથમ મેચ (13 રન, 21 બોલ) આશ્ચર્યજનક ન હતી. યુઝવેન્દ્ર ચહલ (4/17)ની શાનદાર ગુગલીએ તેને બોલ્ડ કરાવ્યો. આ પછી ચહલે મયંક અગ્રવાલ (27)નો પણ શિકાર કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ