બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / Politics / Rajasthan Exit Poll 2023 bjp win hindutva factor pm modi congress ashok gehlot vasundhara raje

કોનું પલડું ભારે? / રાજસ્થાનમાં એક્ઝિટ પોલના આંકડા જોઈ નેતાઓથી લઈને એક્સપર્ટસ પણ ચક્કર ખાઈ ગયા! કોઈ કહે છે BJPની લહેર તો ક્યાંક પંજાનો પાવર

Arohi

Last Updated: 11:06 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Exit Poll 2023: પાંચ રાજ્યોના મતદાન બાદ હવે પરિણામની રાહ જોવામાં આવી રહી છે જે રવિવારે આવવાના છે. તેના પહેલા એક્ઝિટ પોલથી અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

  • જાણો શું કહે છે રાજસ્થાનના એક્ઝિટ પોલ 
  • આંકડા જોઈ લાગી શકે છે આંચકો 
  • BJPની લહેર તો ક્યાંક પંજાનો પાવર 

રાજસ્થાન વિધાનસભા ચુંટણી 2023ની વોટિંગ 200માંથી 199 સીટો માટે 25 નવેમ્બરે થઈ હતી. જેના પરિણામ રવિવારે આવવાના છે. તેના પહેલા એક્ઝિટ પોલ્સના પરિણામ સામે આવ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે. અમુક એક્ઝિટ પોલના પરિણામમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે તો અમુકમાં બીજેપીની તો અમુકમાં કોંગ્રેસની સરકાર બનતી દેખાઈ રહી છે. 

એક્ઝિટ પોલમાં કોણ આગળ? 
એક્ઝિટ પોલમાં બીજેપીને 94-114 સીટો મળતી જોવા મળી રહી છે. કોંગ્રેસને 71માંથી 91 સીટો મળતી જોવા મળી રહી છે. અન્ય એક એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને 74 અને બીજેપીને 111 સીટો મળી શકે છે. બીજા એક એક્ઝિટ પોલમાં બીજેપીને 102 અને કોંગ્રેસને 92 સીટો મળવાનું અનુમાન છે. તેના ઉપરાંત અન્ય એક એક્ઝિટ પોલમાં બીજેપીને 108થી 128 અને કોંગ્રેસને 56થી 72 સીટો મળી શકે છે. 

રાજસ્થાન પર કોના નામ પર વોટ પડ્યા? 
એક એક્ઝિટ પોલના પરિણામ અનુસાર રાજસ્થાનમાં બીજેપીને હિંદુત્વ, મોદીનો ચહેરો, રાષ્ટ્રવાદ અને હાલની સરકારની સાથે નારાજગીના નામ પર વોટ મળ્યા. તેમાં સૌથી વધારે ચોંકાવનારી વાત જે સામે આવી છે તે છે કે રાજ્યની જનતાએ સૌથી વધારે હાલની સરકારથી નારાજગીના નામ પર વોટ કર્યું છે જે 32 ટકા રહ્યું. ત્યાં જ હિંદુના નામ પર 26 ટકા, મોદીના ચહેરા પર 28 ટકા અને રાષ્ટ્રવાદના નામ પર 14 ટકા. 

કયા વોટરે કઈ પાર્ટીને આપ્યો વોટ? 
રાજસ્થાનમાં પુરૂષ વોટરે બીજેપીને 43.72 ટકા, કોંગ્રેસને 37.62 ટકા અને અન્યને 18.66 ટકા વોટ કર્યું છે. ત્યાં જ મહિલા વોટર્સની વાત કરવામાં આવે તો રાજ્યમાં 42.21 ટકા મહિલાઓએ કોંગ્રેસને વોટ કર્યું છે. 39.60 ટકાએ બીજેપીને અને 18.19 ટકાએ અન્યને વોટ કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ