બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / Rains are predicted in Gujarat government will give relief to flood-affected small traders samachar supar fast news

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં આજે કેવો રહેશે વરસાદી માહોલ? પૂરઅસરગ્રસ્ત નાના વેપારીઓ માટે રાહતના સમાચાર, આજે વ્હાઇટ વોશનો દિવસ

Dinesh

Last Updated: 07:24 AM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવનાં છે. તેમજ રાજ્યનાં 19 તાલુકામાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી,  વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ બોટાદમાં આગાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું હતું. શહેરમાં કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અઠવાલાઈન્સ, પારલે પોઈન્ટ, પાલ, રાંદેર સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 

Gusts of rain with wind in these districts including Amreli, Rajkot

રાજ્યમાં વરસાદને લઈ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 25 સપ્ટેમ્બરથી જે પશ્ચિમ-દક્ષિણ રાજસ્થાનનાં જે ભાગો છે ત્યાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.  27 અથવા 28 સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાય થશે. ચોમાસાની વિદાયની જે શરૂઆત છે તે કચ્છ અને બનાસકાંઠાનાં અમુક ભાગોમાંથી થતી હોય છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કબિનેટની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે, જે બેઠકમાં કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. જે મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને સહાયની જાહેરાત બાદ હવે વેપારીઓને પણ સહાય અપાશે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું કે, પૂર વિસ્તારોમાં વેપારીઓને સહાય અપાશે. લોનમાં સબસીડીમાં રાજ્ય સરકાર સહાય કરશે તેમજ રેંકડી, નાના દૂકાનો સહીતના વ્યાપારીઓને રાજ્ય સરકાર સહાય આપશે. જે મુદ્દે બે દિવસમાં સત્તાવાર સરકાર જાહેરાત કરશે. જેમાં વરસાદથી થયેલા નુકશાન બાબતે વધુ છ જિલ્લામાં સહાય આપવામાં આવશે. રાજ્યમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ પ્રત્યે ઉદાર વલણ રાખીને રાજ્ય સરકારે આ સહાય આપવાનું નક્કી કર્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ.

Gandhinagar News: ગુજરાતના વન વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં વન વિભાગે વન વિભાગની નર્સરીમાં કોનોકાર્પસ રોપાના ઉછેર પર પ્રતિબંધ લગાવ્યો છે. કોનોકાર્પસના કારણે પર્યાવરણને નુકસાન થતું હોવાથી વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, હાલ ખાનગી ધોરણે કોનોકાર્પસ રોપા ઉછેરવા માટે પણ પ્રતિબંધની વિચારણા ચાલી રહી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં કોનોકાર્પસ વાવવા પણ પ્રતિબંધ લાગી શકે છે.રિસર્ચમાં કોનોકાર્પસ માનવ જીવનને નુકસાન કરતું હોવાનું પણ સામે આવ્યું છે. રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે, કોનોકાર્પસને કારણે ઉધરસ, શરદી, અસ્થમા જેવા રોગ થાય છે. તેની આજુબાજુમાં થોડા સમય માટે રહેવાથી આંખો સૂજીને લાલ થઈ જઈ જાય છે અને ખંજવાળ આવવા લાગે છે.

The forest department has imposed a ban on the cultivation of conocarpus saplings in Gujarat

નવરાત્રી તેમજ દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ સીંગતેલનાં ભાવમાં પણ ઉછાળો આવી રહ્યો છે. અમદાવાદનાં તેલીબાયા માર્કેટમાં એક અઠવાડિયામાં સીંગતેલનાં ભાવમાં રૂા. 30 નો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે સીંગતેલનાં ભાવમાં રૂા. 30 નો વધારો થતા હવે સીંગતેલનો ડબાનાં રૂા. 3200 થયા હતા. તેલનાં ભાવ વધતા મધ્યમ વર્ગને વધુ એક માર પડ્યો છે.આ બાબતે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એન્ડ સીડ્સ એસોસિયેશનનાં પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશથી આવતી મગફળીની આવકમાં હાલ ઘટાડો નોંધાયો છે. જેથી 95 ટકા મિલો બંધ છે. જ્યારે 5 ટકા મિલો જ ચાલુ છે. ત્યારે સામાન્ય રીતે બે મહિનાથી ઉત્તર પ્રદેશથી આવતી મગફળી પર આધાર રાખવો પડતો હતો. પરંતું ચાલુ વર્ષે ત્યાં ચોમાસુ વહેલું બેસી જતા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. જેનાં કારણે બે મહિનામાં ઉત્તર પ્રદેશથી આવતી મગફળીની આવક ઘટતા હાલ માલની  અછત સર્જાઈ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ અમદાવાદ એરપોર્ટ પર જ નારી શક્તિ વંદના કાર્યક્રમમાં સ્થળે પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે પીએમ મોદી 20 હજાર જેટલી મહિલાને સંબોધન કરવાના છે. લોકસભા અને વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામત જાહેર કર્યા પછી તેઓ પહેલીવાર ગુજરાત આવી આવી રહ્યા હોવાથી મહિલાઓ દ્વારા તેમનું અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, કેમ છો બધા મજામાં.. વધુમાં કહ્યું કે, દર વખતની જેમ આ વખતે પણ બહેનોએ રક્ષાબંધનના દિવસે ખૂબ જ રાખડીઓ મોકલી હતી. ત્યારે આપણો રિવાજ છે કે, બહેન રાખડી બાંધે તો કંઈ ગિફ્ટ આપવાનો અને તે ગિફ્ટ તૈયાર હતી. જે ગિફ્ટ હતી નારીશક્તિ વંદન અધિનિયમ 2023.

કોરોનાકાળ બાદ સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હવે ગરબા રમતા રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે અનેક જગ્યાએ ગરબા ક્લાસીસો શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે જામનગરમાં ગરબા રસિકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જામનગરના ગરબા ક્લાસીસમાં 19 વર્ષીય વિનીત કુંવરિયા ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

A 19-year-old youth died of a heart attack during Garba practice in Jamnagar

વિદેશમંત્રી એસ.જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGAને સંબોધિત કરતાં કહ્યું કે ભારત તરફથી નમસ્તે..વિશ્વાસનાં પુન:નિર્માણ અને વૈશ્વિક એકતાને ફરી જગાડવા માટે આ UNGAનાં વિષયોને અમારું સંપૂર્ણ સમર્થન છે.  આ એક એવો મોકો છે કે જ્યારે આપણે આપણી ઉપલ્બધિઓની સાથે-સાથે પડકારો પર પણ ધ્યાન આપીએ.એસ.જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતાં કહ્યું કે રાજનૈતિક સગવડતાનાં હિસાબે આતંકવાદ, ચરમપંથ અને હિંસા પર એક્શન ન લેવા જોઈએ. પોતાની સગવડનાં હિસાબે ક્ષેત્રીય અખંડતાનાં સમ્માન અને આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરી શકાય. અત્યારે કેટલાક દેશ એવા છે જે એક નક્કી કરેલા એજન્ડા પર કામ કરે છે પરંતુ હંમેશા એવું ચાલી ન શકે. તેની સામે અવાજ ઊઠવો જોઈએ. 

બાળકોની સાચવણીમાં ક્યાંક માતા-પિતા ઉણા ઉતરતા હોવાના આપણી આસપાસ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. રાજ્યમાં આજે અલગ અલગ ઘટનાઓમાં 7 બાળકના મૃત્યુ થયા છે. જેમાં જૂનાગઢમાં એક કારમાં ગુંગાઈ જવાથી 5 વર્ષના બાળકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પોરબંદરના માધવપુર ગામમાં વીજ કરંટ લાગતા 15 વર્ષીય કિશોરનું મૃત્યુ નિપજ્યું છે. તો પંચમહાલના ઘોઘંબાના જગાપુર ગામમાં ખાડામાં ડૂબી જતાં 4 બાળકના મૃત્યુ નિપજ્યા છે. વધુમાં સાબરકાંઠાના તલોદ તાલુકાના જોળાજીના મુવાડામાં 10 વર્ષીય બાળકીને ઝેરી સાપ કરડી જતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.જૂનાગઢમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢમાં કારમાં ગુંગળાઈ જવાથી 5 વર્ષના આદિત ભારતી નામના બાળકનું મોત થઈ ગયું હતુ. બાળકની માતાએ ન્હાવાનું કહેતા બાળક ભાગી ગયો હતો. બાદમાં બાળકના પિતા આવ્યા ત્યારે માતાએ દીકરો આદિત મળતો ન હોવાનું કહેતા આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. 

ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ મેદાન મારી રહ્યાં છે. ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતીય અશ્વારોહણ ટીમે એશિયન ગેમ્સ 2023માં ઈતિહાસ રચ્યો છે. આ પહેલા 1982ની સાલમાં ભારતે ઘોડેસવારીમાં ગોલ્ડ જીત્યો હતો જે વાતને 41 વર્ષ જેટલો લાંબો સમય થયો છે. પરંતુ હવે ભારતે ઘોડેસવારીમાં પણ બાજી મારી લીધી છે. ભારતીય ઘોડેસવાર સુદીપ્તિ હજેલા, દિવ્યકૃતિ સિંઘ, અંશુ અગ્રવાલ અને હૃદય છેડાએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. 

India Win 1st Equestrian Gold In 41 Years, 3rd This Edition

Asian Games : એશિયન ગેમ્સમાં ભારતે એક ડઝન મેડલ જીતી લીધા છે. જેમાં 2 ગોલ્ડ મેડલ છે. ત્રીજા દિવસે ભારત માટે પહેલો મેડલ મળી ગયો છે. નેહા ઠાકુરે સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે.  17 વર્ષની નેહા ઠાકુરે ગર્લ્સ ડીંગી ILCA4 ઇવેન્ટમાં 11 રેસમાં કુલ 27 પોઈન્ટ સાથે સિલ્વર જીત્યો હતો. થાઈલેન્ડની નોપાસોર્ન ખુનબૂનજાને 16 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે સિંગાપોરની કેઈરા મેરી કાર્લાઈલે 28 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

.

Neha Thakur wins silver medal in sailing on third day of Asian Games, now 12 medals in the name of the country

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી ODI મેચ રમાવાની છે. બંને ટીમ રાજકોટ પહોંચી ગઈ છે, પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં ટેન્શન છે. આ મેચ માટે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને અન્ય સિનિયર ખેલાડીઓ પરત ફર્યા છે, તેમ છતાં ખેલાડીઓની અછત છે. કેપ્ટન રોહિતે કહ્યું કે મેચ માટે તેની પાસે માત્ર 13 ખેલાડી છે, તેથી ઘણી મુશ્કેલીઓ છે. રાજકોટ પહોંચ્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેણે આ માહિતી આપી હતી. રોહિત કહે છે કે અક્ષર પટેલ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા છેલ્લી મેચ માટે ઉપલબ્ધ નથી. તેથી અમારી પાસે ફક્ત 13 ખેલાડીઓ છે. મતલબ કે ટીમ ઈન્ડિયા પાસે પ્લેઈંગ-11 માટે બહુ ઓછા વિકલ્પો છે. આજે ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી ODI મેચ રમાવાની છે.

The tension has increased before the third ODI between India and Australia tomorrow, the Indian captain expressed concern in...

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ