બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / rahul tripathi did very well betting despite being sick

IPL 2022 / બીમાર હોવા છતાં પણ સનરાઈઝર્સ હૈદરાબાદનાં આ ખેલાડીએ છોડાવ્યા KKRનાં પરસેવા, કર્યો ધડાધડ રનનો વરસાદ

Khevna

Last Updated: 10:00 AM, 16 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં રાહુલ ત્રિપાઠીએ બીમાર હોવા છતાં કોલકાતા નાઈટ રાઈડર્સનાં પરસેવા છોડાવ્યા હતા.

  • રાહુલ ત્રિપાઠીએ પોતાની બેટિંગથી KKRનાં છોડાવ્યા પરસેવા 
  • બીમાર હતા રાહુલ ત્રિપાઠી 
  •  37 બોલ્સમાં બનાવ્યા 71 રન

રાહુલ ત્રિપાઠીનું શાનદાર પ્રદર્શન 

રાહુલ ત્રિપાઠીએ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પોતાના બેટથી ધમાલ મચાવી અને એવા વરસ્યા કે KKRની ટીમ તેમને જોતી જ રહી ગઈ. ત્રિપાઠીનાં બેટથી લાગતો દરેક શોટ, દરેક રન, કોલકાતા નાઈટ રાઈડર્સનાં પરસેવા છોડતો હતો. આ દ્રશ્ય કોઈ ચોંકાવનાર ન હતું, કેમકે IPLની પિચ પર રાહુલ ત્રિપાઠી આવું પહેલા પણ કરતા જોવા મળ્યા છે. ફરક માત્ર એટલો જ છે કે જે ટીમ માટે તેઓ પહેલા આ કમાલ કરી બતાવતા હતા, આ વર્ષે તેની જ વિરુદ્ધ તેમણે કમાલ કરી બતાવી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે રાહુલ ત્રિપાઠીએ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આ બધું બીમાર હોવા છતાં પણ કર્યું. 

રાહુલ ત્રિપાઠીએ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ 21 બોલ્સમાં પોતાની અડધી સદી ફટકારી દીધી. તેમણે 37 બોલ્સમાં 71 રન બનાવ્યા. આ દરમિયાન, 4 ચોક્કા અને 6 છક્કા તેમણે માર્યા હતા. એટલે કે પોતાની ઇનિંગમાં 52 રન માત્ર 10 બોલ્સમાં જ તેમણે બનાવ્યા. હવે સવાલ એ ઉઠે છે કે જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે આ પ્રકારે તેમણે કોલકાતા નાઈટ રાઈડર્સનાં પરસેવા છોડાવ્યા હતા, જો તેઓ ફિટ હોત, તો ખબર નહી કોલકાતાની શું સ્થિતિ હોત. 

રાહુલ ત્રિપાઠીએ બીમાર રહીને છોડાવ્યા કોલકાતાનાં પરસેવા 
રાહુલ ત્રિપાઠીએ પોતાના બીમાર હોવાની વાત મેચ દરમિયાન પ્રેઝન્ટેશનમાં જણાવી હતી. તેમણે કહ્યું હતું કે હું ગયા અઠવાડિયાથી મારા સ્વાસ્થ્યને લઈને ઝઝૂમી રહ્યો છું. ખરાબ તબિયતમાં પણ ફ્રેન્ચાઈસી અને ટીમએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. મુશ્કેલી ભરેલા દિવસો હોય છે, તો સારા દિવસો પણ આવે છે. દરેક ક્ષણનો આનંદ માણવો જોઈએ. તેમણે આગળ કહ્યું કે KKR વિરુદ્ધ બેટિંગ કરતા સમયે મને થોડી બેચેની થતી હતી, પણ હું ખુશ છું કે આમ છતાં પણ હું સારા રન બનાવી શક્યો. 

રાહુલ ત્રિપાઠીએ કરી કમાલ 
બ્રેબોર્નનાં મેદાન પર KKRએ પહેલા બેટિંગ કર્યું હતું અને પછી સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત માટે 176 રનનો ગોલ હતો. આ ગોલનો પીછો કરતા સનરાઈઝર્સના બંને ઓપનર્સ 39 રનમાં જ આઉટ થઇ ગયા હતા. પરંતુ ત્યાર બાદ રાહુલ ત્રિપાઠીએ આવીને વિકેટ પર રોક લગાવી દીધી. તેમણે પોતે તો બેટ દ્વારા કમાલ કરી જ, એડન માર્કરમનો પણ તેમને સાથ મળ્યો. પરિણામ એ આવ્યું કે બંનેએ મળીને મેચ KKR પાસેથી છીનવી લીધી. રાહુલ ત્રિપાઠીની વિસ્ફોટક અડધી સદી સિવાય માર્કરમએ 36 બોલ્સમાં 68 રન બનાવ્યા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી, જેણે સનરાઈઝર્સને જીત અપાવી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ