બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / rahul gandhi vacating house truck reach his home after notice disqualified from parliament

કાર્યવાહી / VIDEO : રાહુલ ગાંધીએ સરકારી આવાસમાંથી બિસ્ત્રા પોટલા બાંધ્યા, માતા સોનિયા ગાંધીનું રહેઠાણ 10 જનપથમાં થયા શિફ્ટ

Kishor

Last Updated: 07:38 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનહાની કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારાયા બાદ રાહુલ ગાંધીએ નિવાસસ્થાન ખાલી કરવાનું શરૂ કર્યું છે. જે માતા સોનિયા ગાંધીના 10 જનપથ સ્થિત નિવાસસ્થાને શિફ્ટ થઈ રહ્યા છે.

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિવાસસ્થાન ખાલી કરવાનું શરૂ કર્યું
  • ટ્રક ભરીને ઘરવખરી ઘરની બહાર કાઢવામાં આવી
  • માતા સોનિયા ગાંધીના 10 જનપથ સ્થિત નિવાસસ્થાને શિફ્ટ થશે

બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 23 માર્ચે સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ મામલે કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. બાદમાં રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ પણ રદ કરી દેવામાં આવ્યું છે. જેનું સભ્યપદ રદ કરાયા બાદ ગૃહ સમિતિએ 27 માર્ચે રાહુલ ગાંધીને નોટિસ આપી એક મહિનાની અંદર ઘર ખાલી કરવા તાકીદ કરી હતી. જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે (14 માર્ચે) પોતાનું નિવાસસ્થાન ખાલી કરવાનું શરૂ કર્યું છે. આજે શુક્રવારે એક ટ્રક ભરીને ઘરવખરી ઘરની બહાર કાઢવામાં આવી હતી.

10 જનપથ સ્થિત નિવાસસ્થાને શિફ્ટ થવા જઈ રહ્યા છે

મહત્વનુ છે કે રાહુલ ગાંધી દિલ્હીમાં 12 તુગલક લેન સ્થિત આવેલા બંગલામાં રહેતા હતા.હવે આ બંગલો ખાલી કર્યા બાદ તેઓ પોતાના માતા સોનિયા ગાંધીના 10 જનપથ સ્થિત નિવાસસ્થાને શિફ્ટ થવા જઈ રહ્યા છે. 27 માર્ચે આપેલ કમિટીની નોટિસ અંગે તેમણે લોકસભા સચિવને પત્ર લખ્યો હતો. જેમાં કહ્યું કે તેઓ છેલ્લા ચાર વખતથી લોકસભાના ચૂંટાયેલા સભ્ય હોવાને નાતે અહીં સારો એવો સમય પસાર થયો હતો. મારી પાસે આ વિશે ઘણી સારી યાદો છે. જેથી કોંગ્રેસ નેતાએ કોર્ટના નિર્ણયને પડકાર્યો છે.

મારી લડત ચાલુ જ રહેશે : રાહુલ ગાંધી

નોંધનીય છે કે રાહુલ ગાંધી બુધવારે કેરળના વાયનાડમાં એક જનસભાને સંબોધી હતી. આ વેળાએ તેઓએ કહ્યું હતું  કે 50 વખત મારું ઘર જપ્ત કરો, છતાં પણ હું લોકોના પ્રશ્નો ઉઠાવતો રહીશ. તમે ગમે તેટલી ધમકાવવાની ડરાવવાની કોશિશ કરો છતાં પણ મારી લડત ચાલુ જ રહેશે. અમે કોઈપણ ધમકીઓથી ડરતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ