બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / rafale aircraft to be included for the first time in indias republic day parade

તૈયારીઓ / ભારતના ગણતંત્ર દિવસની પરેડમાં પહેલી વાર સામેલ થશે આ વિમાન, આવી છે તૈયારીઓ

Bhushita

Last Updated: 07:52 AM, 19 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં 15 લડાકૂ વિમાન ગર્જના કરશે તો 21 હેલિકોપ્ટર પણ પોતાનો દમ દેખાડશે. પરેડમાં કોઈ પણ ખામી ન રહે તે માટે વાયુસેનાના જવાનો રોજ 7-8 કલાકનો અભ્યાસ કરી રહ્યા છે. આ સાથે આ પરેડમાં રાફેલ વિમાનને પણ સામેલ કરવામાં આવશે.

  • ગણતંત્ર દિવસની પરેડ રહેશે ખાસ
  • રાફેલ વિમાનને કરાશે પરેડમાં સામેલ
  • 15 લડાકૂ વિમાન અને 21 હેલિકોપ્ટર દેખાડશે દમ

આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં 15 લડાકૂ વિમાન અને 21 હેલિકોપ્ટર તેમની ગર્જના દેખાડશે. પરેડમાં કોઈ ખામી ન રહે તે મટે વાયુસેનાના જવાનો રોજ 7-8 કલાકની પ્રેકિટસ કરી રહ્યા છે. વાયુસેનાને 2011, 2012, 2013 અને ગયા વર્ષે બેસ્ટ માર્ચિંગનો પણ એવોર્ડ મળ્યો છે. વાયસેનાની કોશિશ છે કે આ વર્ષે તેમને બેસ્ટ માર્ચિંગનો એવોર્ડ મળે. ભારતીય વાયુસેનામાં હાલમાં સામલે થયેલા રાફેલ વિમાનને પણ આ વર્ષે પરેડમાં સામેલ કરાશે. ફ્લાઈપાસ્ટ સમાપન આ વિમાનના વર્ટિકલ ચાર્લી ફાર્મેશનમાં ઉડાન ભરવાથી થશે. વર્ટિકલ ચાર્લી ફાર્મેશનમાં વિમાનમાં ઓછી ઉંચાઈએ ઉડાન ભરવામાં આવે છે અને તે સીધું ઉપર જાય છે અને પછી કલાબાજી દેખાડીને એક ઉંચાઈએ સ્થિર થાય છે. 
 


26 જાન્યુઆરીએ ફ્લાઈપાસ્ટમાં વાયુસેનાના કુલ 38 વિમાન અને થલ સેનાના 4 વિમાન  સામેલ થશે

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફ્લાઈ પાસ્ટનું સમાપન રાફેલ વિમાનના વર્ટિકલ ચાર્લી ફાર્મેશનથી થશે. વાયુશક્તિ ક્ષમતામાં ત્યારે વધારો થયો જ્યારે 10 સપ્ટેમ્બરે ફ્રાંસના બનેલા 5 બહુ ઉદ્દેશીય રાફેલ લડાકુ વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ થયા. આ વર્ષે 26 જાન્યુઆરીએ ફ્લાઈપાસ્ટમાં વાયુસેનાના કુલ 38 વિમાન અને થલ સેનાના 4 વિમાન  સામેલ થશે. ફ્લાઈ પાસ્ટ પારંપરિક રીતે 2 ખંડમાં વિભાજિત થશે. પહેલું પરેડ સાથે10.04 વાગ્યાથી 10.20 વાગ્યા સુધી અને બીજા ખંડમાં 11.20થી 11.45 વાગ્યા સુધી રહેશે. પહેલાં ખંમાં 3 ફોર્મેશન રહેષે અને પહેલું નિશાન ફોર્મેશન હશે. તેમાં 4 એઆઈ17વી5 સામેલ કરાશે જે રાષ્ટ્રીય ધ્વડ અને સેનાના 3 અંગોને માટે ફ્લેગ લહેરાવશે. આ સાથે આર્મી એવિએશન કોરના 4 હેલિકોપ્ટર ધ્રૂવ ફોર્મેશન બનાવશે. 
 

આવો રહેશે સમગ્ર કાર્યક્રમ

મળતી માહિતી અનુસાર અંતિમ ફોર્મેશન રુદ્ર હશે જે 1971ની લડાઈમાં દેશની જીતની 50મી વર્ષગાંઠની ઉજવણી કરશે. તેઓએ કહ્યું કે તેમાં એક ડકોટા વિમાન અને 2 એમઆઈ17વી5 હેલિકોપ્ટર સામેલ થશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતે 1971માં યુદ્ધમાં પાકિસ્તાન પર પોતાના વિજયની જીત બાદ વર્ષભર ઉજવણી કરી હતી. ત્યારબાદ બાંગ્લાદેશનું નિર્માણ થયું. ફ્લાઈ પાસ્ટના બીજા ખંડમાં 9 ફોર્મેશન હશે. જેમાં સુદર્શન, રક્ષક, ભીમ, નેત્ર, ગરુડ, એકલવ્ય, ત્રિનેત્ર, વિજય અને બ્રહ્માસ્ત્ર પણ સામેલ થશે. આ સિવાય ફ્લાઈપાસ્ટના બીજા ખંડમાં  એક રાફેલ, 2 જગુઆર અને મિગ 29 વિમાનની સાથે એકલવ્ય ફોર્મેશન રહેશે. આ સાથે સામાન્ય લડાકુ વિમાન તેજસ, હળવા લડાકૂ હેલિકોપ્ટર, સુખોઈ-30 એમકેઆઈ અને રોહિણી અને રડારના મોડલને પણ પ્રદર્શિત કરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ