બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Rachin Ravindra World Cup 2023 Records: Rachin Ravindra surpasses Sachin Tendulkar with century against Pakistan

World Cup 2023 / રચિને તો સચિનનો રેકૉર્ડ પણ તોડી નાંખ્યો: નાની ઉંમરમાં કર્યો મોટો કમાલ, પાકિસ્તાની બોલર્સના છૂટી ગયા પરસેવા

Pravin Joshi

Last Updated: 08:42 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રચિન રવિન્દ્રએ પાકિસ્તાન સામે સદી ફટકારીને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો. આ સાથે જ તેણે ઘણા ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. 4 નવેમ્બરે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમતી વખતે રચિને આ મોટી ટૂર્નામેન્ટની ત્રીજી સદી ફટકારી હતી.

  • રચિન રવિન્દ્રએ પાકિસ્તાન સામે સદી ફટકારી
  • રચિન રવિન્દ્રએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા
  • રચિન રવિન્દ્રએ વર્લ્ડ કપમાં ત્રીજી સદી ફટકારી 

વર્લ્ડ કપ 2023 માં 4 નવેમ્બરે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટકરાયા હતા. આ મેચમાં ન્યૂઝીલેન્ડ માટે કેપ્ટન કેન વિલિયમસન (95) અને રચિન રવિન્દ્ર (108)એ શાનદાર બેટિંગ કરી અને પાકિસ્તાની બોલરોની હાલત બગાડી નાખી. 68 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ કેન અને રચિને બીજી વિકેટ માટે 180 રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 401 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

 

વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી સદી ફટકારી 

આ દરમિયાન રચિન રવિન્દ્ર પાકિસ્તાન સામે અલગ જ રંગમાં જોવા મળ્યો હતો. રચિન રવિન્દ્રએ વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી સદી ફટકારી હતી. તે એવા બેટ્સમેનોની રેન્કમાં સામેલ થઈ ગયો જેમણે પોતાના વર્લ્ડ કપ ડેબ્યૂમાં સૌથી વધુ સદી ફટકારી છે. રચિનની ત્રણ સદી આ ODI વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડના કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સદી છે.વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડના છ ખેલાડીઓની બે-બે સદી છે. આ સાથે જ તેણે 25 વર્ષથી ઓછી ઉંમરના વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો, આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. એટલે કે રચિને સચિનનો રેકોર્ડ તોડ્યો.

25 વર્ષની ઉંમર પહેલા વિશ્વ કપમાં સૌથી વધુ સદીઓ

  • 3 – રચિન રવિન્દ્ર (23 વર્ષ, 351 દિવસ)
  • 2 - સચિન તેંડુલકર (22 વર્ષ, 313 દિવસ)

વર્લ્ડ કપ એડિશનમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ સદી

  • 3 - 2023 માં રચિન રવિન્દ્ર*
  • 2 - ગ્લેન ટર્નર 1975માં
  • 2 - 2015 માં માર્ટિન ગુપ્ટિલ
  • 2 - 2019 માં કેન વિલિયમસન

તેમની પ્રથમ વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન

  • 532 – 2019માં જોની બેરસ્ટો (11 દાવ)
  • 522 - 2023માં રચિન રવિન્દ્ર (8 દાવ)
  • 474 - બાબર આઝમ 2019 (8 દાવ)
  • 465 – 2019માં બેન સ્ટોક્સ (10 ઇનિંગ્સ)

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન

ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ટોમ લાથમ (ડબ્લ્યુ), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ.

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહેમદ, સઈદ શકીલ, આગા સલમાન, શાહીન શાહ આફ્રિદી, હસન અલી, મોહમ્મદ વસીમ જુનિયર, હરિસ રઉફ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ