બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / questions to ask from yourself before taking out a personal loan

તમારા કામનું / Personal Loan લેવાનો વિચાર હોય તો સૌથી પહેલા જાણી લો આ 7 વાતો, પાછળથી નહીં થાય કોઈ સમસ્યા

Manisha Jogi

Last Updated: 02:48 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં લોકો ખર્ચાઓ પૂરા કરે છે, તો અનેક લોકો આવતીકાલ માટે બચત પણ કરે છે. ઈમરજન્સીમાં નાણાંકીય જરૂરિયાત ઊભી થઈ શકે છે. પર્સનલ લોન લેતા પહેલા આ 7 બાબતો જાણવી અને સમજવી ખૂબ જ જરૂરી છે.

આજના સમયમાં લોકો ખર્ચાઓ પૂરા કરે છે, તો અનેક લોકો આવતીકાલ માટે બચત પણ કરે છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં ગમે ત્યારે ઈમરજન્સીમાં નાણાંકીય જરૂરિયાત ઊભી થઈ શકે છે. ઘણી વખત આવા અણધાર્યા સંજોગો ઉભા થાય છે કે આપણને પૈસાની જરૂર હોય છે અને લોન લેવા સિવાય પાસે કોઈ વિકલ્પ બચતો નથી. પર્સનલ લોન લેતા પહેલા આ 7 બાબતો જાણવી અને સમજવી ખૂબ જ જરૂરી છે.

  • કોઈપણ લોન લેતા પહેલા તમારે જાણી લેવું જોઈએ કે, તમારે કેટલા પૈસાની જરૂર છે. જો તમારે ઓછા પૈસાની જરૂર હોય તો મિત્રો અથવા સંબંધીઓ પાસેથી પૈસા ઉધાર લેવા જોઈએ. પૈસા ના મળે તો ક્રેડિટ કાર્ડ પરથી નાની રકમની લોન લેવી જોઈએ. બેન્કમાંથી મોટી લોન લેવી તે સમજદારીભર્યું કામ નથી. 
  • 30 દિવસમાં માસિક હપ્તાની લોન કંપની અથવા બેન્કને લોનની ચૂકવણી કરી શકો છો. જેટલી જલ્દી લોન ચૂકવશો તેટલું ઓછું વ્યાજ ચૂકવવાનું રહેશે. લોન ના ચૂકવો તો તમે ડિફોલ્ટર પણ સાબિત થઈ શકો છો. લોન લેતા પહેલા નક્કી કરી લેવું જોઈએ કે, તમે કેટલા સમયમાં લોનની ચૂકવણી કરી શકશો. 
  • તમે કઈ બેન્કમાંથી કેટલા વ્યાજદરે લોન લઈ રહ્યા છો, તેની જાણ હોવી ખૂબ જ જરૂરી છે. આ વ્યાજદર લોનના સમયગાળા અનુસાર ઘણીવાર વધુ પણ હોય છે. 
  • જો તમે લોન લો છો, તો મોટાભાગની બેન્ક બીજા મહિનાથી જ EMI વસૂલવાનું શરૂ કરે છે. લોન લેતા સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, તમે બીજા મહિનાથી EMI ચૂકવી શકશો કે નહીં તે જાણવું જરૂરી છે. ઘણીવાર લોકો એક દેવું ચૂકવવા માટે લોન તરીકે બીજુ દેવું કરતા હોય છે. 
  • જો તમે પર્સનલ લોન લો છો, તમને ખબર હોવી જોઈએ કે, આ લોન પર કઈ કઈ ફી વસૂલવામાં આવી રહી છે. લોન પર બેન્ક તરફથી અલગથી પ્રોસેસિંગ ફી, ફાઈલંગ ફી, ઈન્શ્યોરન્સ સહિત અનેક લોન ચૂકવવી પડે છે. 
  • લોન લેતા સમયે ક્રિડેટ સ્કોર મુખ્ય રોલ ભજવે છે. કોઈપણ બેન્ક લોન આપતા પહેલા સ્કોર જરૂરથી જોવે છે. ક્રેડિટ સ્કોર સારો હોય તો તમને ઓછા વ્યાજદરે લોન મળી શકે છે. 

વધુ વાંચો: હોટલમાં જમવા જાઓ ત્યારે બિલમાં જરૂર ચેક કરો GST: આપવા પડશે ઓછા પૈસા

  • જો તમને લોન મળી રહી છે, તો લોનના પૈસા તમને કેટલા દિવસમાં મળશે તે જાણવું જરૂરી છે. ઘણી બેન્ક 10 સેકન્ડમાં લોન આપવાની ઓફર કરે છે, તો ઘણી બેન્ક પૈસા ટ્રાન્સફર કરવામાં 10 દિવસનો સમય લે છે. તો તમારે પણ તે અનુસાર લોન માટે અરજી કરવી જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ