બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / mandatory gst know which restaurants can not charge tax

તમારા કામનું / હોટલમાં જમવા જાઓ ત્યારે બિલમાં જરૂર ચેક કરો GST: આપવા પડશે ઓછા પૈસા

Arohi

Last Updated: 10:57 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST Save Money: અમુક રેસ્ટોરન્ટ્સને પોતાના ગ્રાહકો પાસેથી ટેક્સ લેવાનો અધિકાર નથી. તેમને પોતાના ખિસ્સામાંથી ટેક્સ આપવો પડે છે. એવું સરકારની એક સુવિધાનું લાભ ઉઠાવવાના કારણે થાય છે.

આપણા દેશમાં એક જુલાઈ 2017થી GST લાગુ થયો હતો. GSTના રેટ અલગ અલગ વસ્તુઓ અને સેવાઓ પર અલગ અલગ છે. સુપરમાર્કેટના બિલથી લઈને મલ્ટીપ્લેક્સ ટિકિટ અને રેસ્ટોરન્ટ કે હોટલમાં ભોજનના બિલ પર આપણે GST ચુકવવું પડે છે. આ ટેક્સ આપણે સરકારને સીધો નહીં પરંતુ વેપારીઓના માધ્યમથી સીધો સરકારને આપીએ છીએ. 

પરંતુ ઘણી જગ્યા પર આપણે GST નથી આપવાનો હોતો. પરંતુ જાણકારીના અભાવમાં આપણે તેને ચુકવીએ છીએ. આ જગ્યાઓમાં ઘણા રેસ્ટોરન્ટ પણ શામેલ છે. જે રેસ્ટોરન્ટ્સ સરકારની GST કોમ્પોઝિશન સ્કીમનો લાભ લઈ રહ્યા છે તે ગ્રાહક પાસેથી રેસ્ટોરન્ટમાં બનેલા ભોજનના બીલ પર GST ન લઈ શકે. 

કોમ્પોઝિશન સ્કીમનો લાભ 
નાના વેપારીઓ પર ટેક્સનો બોજો ઓછો કરવા માટે કોમ્પોઝિશન સ્કીમનો લાભ આપવામાં આવે છે. કોમ્પોઝિશન સ્કીમ અપનાવનાર વેપારી, ટેક્સની રસીદ નથી જાહેર કરી શકતા. કારણ કે તેમને પોતાના ગ્રાહકો પાસે ટેક્સ લેવાનો અધિકાર નથી હોતો. તેની જગ્યા પર કોમ્પોઝિશન વેપારીઓને પોતાના ખિસ્સામાંથી ટેક્સ ચુકવવો પડે છે. 

શું છે GST કોમ્પોઝિશન સ્કીમ? 
જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર 1.50 કરોડ રૂપિયાથી વધારે છે અને તેમનો અન્ય રાજ્યોની સાથે વેપાર નથી તે GSTની કોમ્પોઝિશન સ્કીમ લઈ શકે છે. કોમ્પોઝિશન સ્કીમમાં રજીસ્ટર્ડ થઈ ગયા બાદ દર મહિને રિટર્ન આપવું પડતું નથી અને બધા સોદાની રિસિપ્ટ રજુ કરવી પડે છે. વસ્તુઓના વેપાર પર ફક્ત 1 ટકા ટેક્સ ચુકવવો પડે છે. સેવાઓના વેપાર પર 6 ટકા તો દારૂ વગરની રેસ્ટોરન્ટ પર 5 ટકા ટેક્સ આપવો પડે છે. 

વધુ વાંચો: ભગવાનની શરણમાં ટાટા ગ્રુપ: વૈષ્ણોદેવીથી લઈને અયોધ્યા સુધી બનાવ્યો બિઝનેસનો બમ્પર પ્લાન

બિલ દ્વારા ખબર પડશે કે GST આપવાનો છે કે નહીં 
તમે જે રેસ્ટોરન્ટમાં ભોજન કરો તેના બિલને જરૂર ધ્યાનથી જુઓ. જે પણ GST કોમ્પોઝિશન સ્કીમનો લાભ લે છે તેમની પાસે પોતાના પ્રતિષ્ઠાનના બિલ પર જરૂરી રીતે “composition taxable person, not eligible to collect tax on supplies” લખવાનું રહે છે. જો બિલ પર આ વસ્તુઓ લખેલી છે તો તે તમારા બિલમાં જીએસટી ચાર્જ નહીં જોડી શકે. તમે ભોજનના બિલ પર વધારે લગાયેલા GST ચાર્જ આપવાનો ઈનકાર કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ