બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Prosecutor reaction to Girnar Guru Dattatreya peak controversy in Junagadh

જૂનાગઢ / 'સ્વરક્ષણ માટે હાથમાં લીધેલ લાકડી તલવાર દર્શાવી', ફરિયાદી કૈલાસ પુરોહિતનું દત્તાત્રેય વિવાદ પર નિવેદન, પોલીસે જુઓ શું કહ્યું

Dinesh

Last Updated: 09:15 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

junagadh news : જૂનાગઢમાં ગઈકાલે થયેલા ગીરનાર પર્વત પરના દત્તાત્રેય શિખર વિવાદને લઈ DySP હિતેષ ધાંધલીયાએ જણાવ્યું કે બન્ને પક્ષ તરફથી રજૂઆત મળી છે અને તપાસ ચાલી રહી છે

 

  • જૂનાગઢમાં ગીરનાર ગુરુ દત્તાત્રેય શિખર વિવાદને લઈ ફરિયાદીની પ્રતિક્રિયા
  • પોલીસ ફરિયાદમાં સામે પક્ષની ફરિયાદ પાયાવિહોણી છે: કૈલાસ પુરોહિત 
  • જૂનાગઢમાં હિન્દુ અને જૈન લોકો સંપી નેજ રહે છે: કૈલાસ પુરોહિત


જૂનાગઢમાં જૈન-હિન્દુ દેવસ્થાનનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. રવિવારે કેટલાક લોકો દ્વારા દત્તાત્રેય દેવસ્થાનમાં હલ્લાબોલ કરીને મૂર્તિ સાથે છેડછાડનો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યાનો વીડિયો વાયરલ થયો હતો. તેમજ 'ગિરનાર અમારો છે' તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવતા વિવાદ વકર્યો છે. જે મામલે પૂજારી દીપક બાપુએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ગિરનાર વિવાદને લઇને ડી વાય એસપી હિતેષ ધાંધલીયાની પ્રતિક્રિયા સામે આવી છે તેમજ ફરિયાદી કૈલાસ પુરોહિતનું નિવેદન સામે આવ્યું છે

DySP હિતેષ ધાંધલીયાની પ્રતિક્રિયા
જૂનાગઢમાં ગઈકાલે થયેલા ગીરનાર પર્વત પરના દત્તાત્રેય શિખર વિવાદને  લઈ પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે. જૂનાગઢના DySP હિતેષ ધાંધલીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, ગઈકાલે જબલપુરથી એક જૈન સંઘ આવ્યો હતો.બન્ને પક્ષ તરફથી રજૂઆત મળી છે. તેમજ ભવનાથ પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ ચાલી રહી છે. તેવુ નિવેદન આપ્યુ હતુ

DySP હિતેષ ધાંધલીયા

ફરિયાદી કૈલાસ પુરોહિતનું નિવેદન
જૂનાગઢમાં ગીરનાર ગુરુ દત્તાત્રેય શિખર વિવાદને લઈ ફરિયાદીની પ્રતિક્રિયા સામે આવી છે. ફરિયાદી કૈલાસ પુરોહિતએ જણાવ્યું કે, પોલીસ ફરિયાદમાં સામે પક્ષની ફરિયાદ પાયાવિહોણી છે. તેમજ સ્વરક્ષણ માટે હાથમાં લીધેલ લાકડી ને ફરિયાદમાં તલવાર દર્શાવાઈ છે. વધુમાં કહ્યું કે, પોલીસની પરવાનગી હતી તો પોલીસ પ્રોટક્શન સાથે કેમ નહિ?, જૂનાગઢમાં હિન્દુ અને જૈન લોકો સંપી નેજ રહે છે. આવું કૃત્ય કરી એકતા ભંગ કરવાના પ્રયાસો કર્યા છે. 

કૈલાસ પુરોહિત

શું બની હતી સમગ્ર ઘટના?
આપને જણાવી દઈએ કે, ગઈકાલે જૈન સંઘના લોકોએ શિખર પર હોબાળો મચાવ્યો હતો અને ગુરુ દત્તાત્રેયની ચરણપાદુકા ફેંકવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જૈન સંઘના કૃત્યથી સાધુ-સંતો અને ભવનાથના સંતો લાલઘુમ થયા છે. 

ગિરનારમાં દત્તાત્રેય શિખરનો વિવાદ શું છે?
ગિરનારમાં દત્તાત્રેય શિખરને લઈને ચાલી વિવાદ ચાલી રહ્યો છે. દત્તાત્રેય શિખર પર ભગવાન દત્તાત્રેયના પગલા આવેલા છે. જૈન માને છે શિખર પર જે પગલા છે તે નેમીનાથના છે. દત્તાત્રેય શિખરનો વિવાદ આઝાદીકાળથી ચાલી રહ્યો છે. હાઈકોર્ટમાં બંને પક્ષે સામસામે દાવો પણ કર્યો છે. કોર્ટે વિવાદાસ્પદ પ્રવૃત્તિ ન કરવા હુકમ કર્યો છે. કોર્ટે જૈનને પૂજા કરવાની સત્તા આપી નથી. સદીઓથી હિન્દુ સંસ્થા દત્તાત્રેય શિખર પર પૂજા કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ