બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / The probability of normal monsoon this year, 96% rainfall forecast

હવામાન / આ વર્ષ ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા, 96% વરસાદ થવાનું અનુમાન

vtvAdmin

Last Updated: 10:13 AM, 16 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં અચાનક વાતાવરણના પલટાને કારણે ઠેર ઠેર કમોસમી વરસાદ થયો છે. લોકોને ગરમીથી રાહત તો મળી છે, પરંતું પાકને નુકસાન થવાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે, તો દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે અને ચોમાસાના ચાર મહીના દરમિયાન સરેરાશ 96 ટકા વરસાદ થશે. હવામાન વિભાગે આજે આ વર્ષના દક્ષિણ-પશ્વિમ ચોમાસાનું પ્રથમ અનુમાન જાહેર કર્યું છે.

Related image

દેશમાં આ વર્ષે સારા ચોમાસાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે પરંપરાગત હવામાનના જાણકાર અંબાલાલ પટેલે પણ કહ્યું કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 24 કલાકમાં વંટોળની શક્યતા છે. 21 એપ્રિલથી ફરી ગરમી શરૂ થશે અને 26 એપ્રિલ બાદ ગરમીનું જોર વધી જશે.. તો સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે જૂનની શરૂઆતથી ચોમાસુ બેસશે અને આ વખતે ચોમાસુ સારુ રહેશે. સુરત, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠામાં સારો વરસાદ રહેશે. જ્યારે અમદાવાદ અને વડોદરામાં પણ સારા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સેક્રેટરી ડો.એમ.રાજીવન અને ભારતીય હવામાન વિભાગના જનરલ સેક્રેટરી ડો.કે.જે.રમેશે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસા દરમિયાન જૂનથી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ લગભગ સામાન્ય રહેવાનું અનુમાન છે. 96 ટકા સરેરાશ વરસાદ થવાનું અનુમાન કરવામાં આવ્યું છે. 
 
Image result for વરસાદ

ખરીફ પાક માટે લાભદાયક રહેશે ચોમાસું: તેમણે જણાવ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ નબળી રહેશે અને ચોમાસાના છેલ્લા બે મહિનામાં તેની તીવ્રતા ઓછી રહેવાનું અનુમાન છે. 

આ વખતે ચોમાસાના વરસાદનું વિતરણ પણ સારું રહેશે. જે આગામી ખરીફ પાક માટે લાભદાયક રહેશે. આ પહેલા પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે 2019માં દેશમાં મોનસૂન સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન કર્યું હતું. સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસામાં એલપીએની સરખામણીમાં 93 ટકા વરસાદ થઈ શકે છે. તેમાં 5 ટકાનો વધારો કે ઘટડો પણ થઈ શકે છે. 
 
Image result for વરસાદ

જૂન-સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસામાં એલપીએ સરેરાશ 887 મિલીમીટરની સરખામણીમાં ઓછો વરસાદ થશે. ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની 55% શકયતા છે. ફેબ્રુઆરીમાં સ્કાઈમેટે મોનસૂન સામાન્ય રહેવાનું અનુમાન કર્યું હતું: અગાઉ સ્કાઈમેટ 25 ફેબ્રુઆરી 2019એ રિપોર્ટ બહાર પાડીને આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન કર્યું હતું. આ કારણે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. જોકે હાલની સ્થિતિમાં ખૂબ જ પરિવર્તન જોવા મળી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ