બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Priyanka Gandhi in charge of Congress election campaign in Gujarat

ઇલેક્શન 2022 / રાહુલ ગાંધી નહીં આ વ્યક્તિના હાથમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન, યુપીમાં નિભાવી હતી જવાબદારી

Malay

Last Updated: 01:41 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન પ્રિયંકા ગાંધીના હાથમાં સોંપવમાં આવી છે. રાહુલ ગાંધીના બદલે પ્રિયંકા ગાંધી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે.

 

  • ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન પ્રિયંકા ગાંધીના હાથમાં
  • ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પ્રિયંકા ગાંધી કરશે પ્રચાર 
  • રાહુલ ગાંધી કન્યાકુમારીથી કશ્મીર સુધી કરી રહ્યા છે ભારત જોડો યાત્રા
  • ભારત જોડો યાત્રા દરમિયાન ગુજરાત અને હિમાચલમાં યોજાશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં મુલાકાત વધી રહી છે. આગામી 9 ઓક્ટોબરના રોજ PM મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપની સાથે-સાથે કોંગ્રેસ પણ આગામી ચૂંટણીને લઈને એક્ટિવ થઈ ચૂકી છે. ત્યારે હાલ કોંગ્રેસના ચૂંટણી પ્રચારને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરશે.

પ્રિયંકા ગાંધી આ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની ભારતો જોડો યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રા પર તેઓ અત્યાર સુધીમાં લગભગ 700 કિલોમીટર સુધીનો સફર કરી ચૂક્યા છે અને આ યાત્રા કર્ણાટકમાં પહોંચી છે. આવનારા દિવસોમાં આ યાત્રા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પસાર થશે. તો આ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની રણનીતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ બંને રાજ્યોમાંથી તેઓ દૂર કેમ રહેશે, જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે. હવે આ ચિંતાનું સમાધાન કદાચ કોંગ્રેસે શોધી કાઢ્યું છે. રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધી આ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે.

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર 
આ રીતે કોંગ્રેસની રણનીતિ એવી છે કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા દેશભરમાં કોંગ્રેસ તરફી માહોલ બનાવશે અને પ્રિયંકા ગાંધી બંને રાજ્યોમાં પ્રચારની કમાન સંભાળશે. એવી ચર્ચા છે કે ગુજરાત અને હિમાચલ દેશમાં નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આ દરમિયાન પણ કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલુ રહેશે. આવી સ્થિતિમાં આ બંને રાજ્યોમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરશે.

ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ છોડી રહ્યા છે પાર્ટીનો સાથ
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, પ્રિયંકા ગાંધી રાજ્યમાં પ્રચાર કરશે. તેઓ ટૂંક સમયમાં ગુજરાત પહોંચી શકે છે. વાસ્તવમાં ગુજરાતમાં કોંગ્રેસ ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. રાજ્યમાં હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યાં છે. 

વિરભદ્ર સિંહ વગર પહેલીવાર હિમાચલમાં ચૂંટણી લડશે કોંગ્રેસ
આ સિવાય હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસનો રસ્તો સરળ નથી. દિગ્ગજ નેતા અને 6 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા વીરભદ્ર સિંહની ગેરહાજરીમાં કોંગ્રેસ અહીં પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષની કમાન વીરભદ્રસિંહના પત્ની પ્રતિભા સિંહને સોંપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે પ્રિયંકા ગાંધીની સક્રિયતા પાર્ટીને કેટલો ફાયદો પહોંચાડે છે. બંને રાજ્યોની ચૂંટણી કોંગ્રેસના નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે પણ પ્રથમ લિટમસ ટેસ્ટ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ