બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:26 PM, 9 March 2024
પ્રિયંકા ચોપડા અને પરિણીતિ ચોપડા બાદ વધુ એક ચોપડા સિસ્ટર લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. પરિણીતિ અને પ્રિયંકાની જેમ ફિલ્મી દુનિયામાં નામ કમાવનાર મીરા ચોપડા પોતાના જીવનનું એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહી છે.
ADVERTISEMENT
થોડા સમય પહેલા મીરા ચોપડાએ ફેંસને ગુડન્યૂઝ આપી હતી કે તે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ રક્ષિત કેજરીવાલની સાથે લગ્ન કરવા જઈ રહી છે. અભિનેત્રીના લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે. જાણો પ્રી-વેડિંગથી લઈને લગ્ન સુધીની બધી ડિટેલ્સ.
ADVERTISEMENT
મીરા ચોપડા રાજસ્થાનમાં કરશે લગ્ન
વર્ષ 2018માં પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સાથે જોધપુરના ઉમ્મેદ ભવનમાં શાહી લગ્ન કર્યા હતા. ગયા વર્ષે પરિણીતિ ચોપડાએ રાઘવ ચડ્ઢા સાથે ઉદયપુરમાં સાત ફેરા લીધા. પ્રિયંકા અને પરિણીતિની જેમ મીરા ચોપડા પણ રાજસ્થાનમાં લગ્ન કરવાની છે. તે જયપુરમાં રક્ષિતની સાથે લગ્નના બંધનમાં બંધાશે.
મીરા ચોપડાનું વેડિંગ કાર્ડ
મીરા ચોપડાના લગ્નની વિધિ 11 માર્ચે શરૂ થશે અને 12 માર્ચે મીરા અને રક્ષિત એક થઈ જશે. મીરા અને રક્ષિતના લગ્નની વિધિ મહેંદીની સાથે શરૂ થશે. મહેંદી બાદ સાંજે સંગીત અને કોકટેલ નાઈટ થશે. 12 માર્ચે દિવસમાં હળદર સેરેમની થશે અને પછી સાંજે મીરા અને રક્ષિત વરમાળા-ફેરા લેશે. લગ્ન જયપુરના કુંડાના લક્ઝરી હોટલમાં થશે.
વધુ વાંચો: ફરીવાર મલાઇકા-અર્જુન એકસાથે નજરે પડ્યાં, બંનેએ કેમેરાથી બચવાનો પ્રયાસ કર્યો, જુઓ VIDEO
લગ્ન બાદ મીરા અને રક્ષિતની રિસેપ્શન પાર્ટી પણ રાખવામાં આવશે. કપલ પૂલ સાઈડ રિસેપ્શન એન્જોય કરશે. મીરા લાંબા સમયથી ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. તેણે સેક્શન 375, સફેદ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટ્રેસે મરૂધામલાઈ અને અન્બે આરૂયીરે જેવી સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.